કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- 'દેશમાં રહેતાં લોકોએ ભારત માતા કી જય બોલવું જ પડશે'

News18 Gujarati
Updated: December 29, 2019, 9:50 AM IST
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું- 'દેશમાં રહેતાં લોકોએ ભારત માતા કી જય બોલવું જ પડશે'
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નાગરિકતા સંશોધન કાયદા પર આપ્યું મોટું નિવેદન. (ફાઇલ તસવીર)

શું આ દેશને ધર્મશાળા બનાવી દેવામાં આવશે : ધમેન્દ્ર પ્રધાનાનું નિવેદન

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદો (Citizenship Amendment Act) પર દેશમાં ચાલી રહેલી બબાલની વચ્ચે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)એ કહ્યું કે શું આ દેશને ધર્મશાળા બનાવી દેવામાં આવશે. તેઓએ કહ્યું કે શું ભગતસિંહ અને નેતાજી સુભાષચંદ્ર બોઝનું બલિદાન વ્યર્થ જશે? શું લોકોએ સ્વતંત્રતા માટે એટલા માટે લડાઈ લડી જેથી આઝાદીના 70 વર્ષ બાદ દેશ આ વિષય પર વિચાર કરશે કે નાગરિકતા ગણે કે ન ગણે?

મહારાષ્ટ્રમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એક સમારોહમાં નાગરિકતા સંશોધન કાયદા પર બોલતાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે શું આ દેશને આપણે ધર્મશાળા બનાવીશું. શું આ દેશમાં જે આવશે તેવો જ રહી શકશે. આ વિષય પર આજે આપણે પડકારો સ્વીકારવા જ પડશે અને આ વિચારને હવે સ્પષ્ટ કરવા જ પડશે.

તેઓએ કહ્યું કે, ભારતમાં રહેવું છે તો ભારત માતા કી જય પણ કહેવું જ પડશે. તેઓએ કહ્યું કે ભારતમાં આવી જ રીતે લોકો રહી શકશે, આ વિચારને આપણે સ્પષ્ટ કરવો જ પડશે.નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદાને લઈ દેશના અલગ-અલગ હિસ્સાઓમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં કૉંગ્રેસે પોતાના 135મા સ્થાપના દિવસ અવસરે બંધારણ બચાવો, ભારત બચાવો રેલીનું આયોજન કર્યું, બીજી તરફ તમિલનાડુમાં તૌહીદ જમાને CAAના વિરોધમાં માર્ચ આયોજિત કરી.

આ પણ વાંચો,

શિવસેનાએ સોનિયા ગાંધીના વખાણ કર્યા, કહ્યું- તેમના કારણે જ મહારાષ્ટ્રમાં થયું સત્તા પરિવર્તન
Job Alert: ગ્રેજ્યુએટ માટે DGVCLમાં વેકન્સી, 55 હજારથી વધુ મળશે પગાર
First published: December 29, 2019, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading