ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું છે કે આસનલોથી ભાજપના કાર્યકર્તા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીને Get Well Soonના કાર્ડ મોકલશે. સુપ્રિયોએ આ ટિપ્પણી જય શ્રી રામના નારા પર મમતાની પ્રતિક્રિયાથી જોડાયેલા સવાલ પર કરી.
સુપ્રિયોએ કહ્યું કે, તેઓ (મમતા) એક અનુભવી નેતા છે, પરંતુ તેમનો વ્યવહાર વિચિત્ર થઈ ગયો છે. તેઓ જે પદ પર છે તેમને તેનું સન્માનની ચિંતા હોવી જોઈએ. તેમણે થોડાક દિવસો આરામ કરવો જોઈએ. બંગાળમાં ભાજપની ઉપસ્થિતિથી તેઓ પરેશાન થઈ ગયા છે.
સુપ્રિયોએ કહ્યું કે, તેમના કારણે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના મીમ્સ બની રહ્યા છે. તે કોઈના માટે સારું નથી. મારા લોકસભા ક્ષેત્ર આસનસોથી અમે Get Well Soonના કાર્ડ મમતા બેનર્જીને મોકલીશું. દીદીને ચોક્કસપણે કોઈ તકલીફ છે, અને તેમને તેનો જવાબ આપવો જોઈએ.
Union Minister Babul Supriyo: She is the cause for so many memes on social media, it is not good for anyone. From my constituency Asansol, we will send 'Get Well Soon' cards to Mamata Banerjee. Something is definitely not well with Didi, and she needs to answer that. https://t.co/2TTb31tzyv
બીજી તરફ, મમતા બેનર્જી પર હુમલો કરતાં દિલ્હી ભાજપના નેતા પ્રવિણ શંકર કપૂરે રવિવારે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ અધ્યક્ષને ભગવાન રામનું નામ જપવું જોઈએ, જેનાથી તેમની પર ખરાબ શક્તિઓનો છાયો દૂર કરવામાં મદદ મળશે. કપૂરે કહ્યું કે તેઓએ મુખ્યમંત્રીને ભગવાન શ્રી રામ નામ મંત્ર પણ મોકલ્યો છે અને તેને પોતાના ટેબલ પર રાખવા માટે કહ્યું છે.
કપૂરે કહ્યું હતું કે, ખરાબ શક્તિઓની અસર એ હદે થઈ ગઈ છે કે હવે આપની સામે જય શ્રી રામનું નામ લેવાથી પણ તમે બૂમો પાડવા લાગો છો. પશ્ચિમ બંગાળના 24 પરગના જિલ્લામાં ગુરુવારે મમતા બેનર્જીને જય શ્રી રામનો નારો લગાવી રહેલા કેટલાક લોકોથી નારાજગી વ્યક્ત કરી રહી. આવી એક ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યો છે.
જોકે, મમતા બેનર્જીએ રવિવારે આરોપ લગાવ્યો કે ભાજપ વારંવાર જય શ્રી રામનું નામ લઈને ધર્મને રાજકારણ સાથે મેળવી રહી છે. કપૂરના સહયોગી તેજિન્દરપાલ સિંહ બગ્ગા અને પશ્ચિમ બંગાળના ભાજપ સાંસદ અર્જુન સિંહે બેનર્જીને જય શ્રી રામ લખેલા પોસ્ટકાર્ડ મોકલવાનું અભિયાન શરૂ કર્યું છે.
પોસ્ટ કાર્ડ મોકલવાનો કર્યો હતો નિર્ણય
ભાજપના દિલ્હી એકમના પ્રવક્તા કપૂરે કહ્યું કે, રામાયણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિના મગજ પર જો કોઈ ખરાબ શક્તિઓની અસર હોય, તો તેને ભગવાન રામનું નામ લઈને સમાપ્ત કરી શકાય છે. બગ્ગાએ જણાવ્યું કે દેશભરથી ભાજપ કાર્યકર્તા અને સમર્થક મમતા બેનર્જીને લગભગ 25 લાખ પોસ્ટકાર્ડ જય શ્રી રામ લખીને મોકલશે.
આ પહેલા ભાજપે નિર્ણય કર્યો હતો કે તેઓ બેનર્જીને જય શ્રી રામ લખેલા દસ લાખ પોસ્ટકાર્ડ મોકલશે. પશ્ચિમ બંગાળથી ભાજપના સાંસદ અર્જુન સિંહે કહ્યું હતું કે, અમે મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર 10 લાખ પોસ્ટકાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે જેની પર જય શ્રી રામ લખેલું હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર