Home /News /national-international /

ભાગલપુર હિંસા: અર્જિત શાશ્વત ચૌબે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં

ભાગલપુર હિંસા: અર્જિત શાશ્વત ચૌબે 14 દિવસની ન્યાયિક હિરાસતમાં

    કેન્દ્રિય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વત ચૌબેને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યાં છે. કેન્દ્રિય રાજ્યમંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વત ચૌબેએ બિહારમાં ચાલી રહ્યાં સૌથી મોટી પોલિટિકલ ડ્રામા વચ્ચે ગત મધ્ય રાત્રિએ એકદમ નાટકીય અંદાજમાં સરેન્ડર કર્યું છે.

    ભાગપુર હિંસાના આરોપી શાશ્વતે મોડી રાતે 12.15 કલાકે પટનાના પ્રસિદ્ધ મહાવીર મંદિરની પાસે પોલીસની સામે સરેન્ડર કર્યું છે. આ દરમિયાન ન્યૂઝ 18ની ટીમ પણ ત્યાં પહોંચી હતી. જાણકારો પ્રમાણે શાશ્વતે જમાનત રદ થયા પછી પોલીસની સામે સરેન્ડર કરવાનો નિર્ણય કર્યો હતો.

    આ પહેલા ભાગલપુરમાં થયેલા ઉપદ્વવ કાંડમાં કેન્દ્રિય રાજ્ય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર અર્જિત શાશ્વતની મુશ્કેલીઓ ઓછી નથી થઈ. વોરંટ જારી કર્યા પછી ફરાર થઇ ગયેલા શાશ્વતની અગ્રિમ જમાનત અરજીને કોર્ટે પણ નકારી દીધી હતી. શનિવારે આ મામલામાં ભાગલપુર કોર્ટમાં સુનાવણી થઈ હતી. એડીજે ચતુર્થ કુમુદ રંજન સિંહની કોર્ટે અર્જિત શાશ્વતની અગ્રિમ જમાનત અરજીને નકારી દીધી હતી.

    નોંધનીય છે કે કેન્દ્રિય મંત્રી અશ્વિન ચૌબે માટે ખરાબ સમાચાર છે. ભાગલપુરની એક કોર્ટ તેમના પુત્ર અર્જિત શાશ્વતના આગોતરા જામીન રદ્દ કરી દીધા છે. શાશ્વત પર જિલ્લા પ્રશાનની મંજૂરી વગર શોભાયાત્રા નિકાળવાનો આરોપ છે, જેના કારણે સામ્પ્રદાયિક હિંસા ચાલે છે. શાશ્વતના આગોતરા જામીન પર સુનવણી દરમિયાન સરકારી વકિલે કહ્યું કે, આખા રાજ્યને શાશ્વતના કારણે સામ્પદાયિક હિંસાનું ભોગ બનવું પડ્યું છે. જે હિંસાની શરૂઆત ભાંગલપુરથી શરૂ થઈ, તે હજું પણ રોકાવાનું નામ લઈ રહી નથી. આ દલીલથી નીતીશ કુમાર સરકારે પોતાના સહયોગી બીજેપીને વર્તમાન હિંસા માટે જવાબદાર ગણ્યા છે. અર્જિતના પિતા અશ્વીની ચૌબે, બીજેપીના સિનીયર નેતા ગિરિરાજ સિંહ સાથે ઘણાં નેતા અર્જિતને નિર્દોષ માની રહ્યાં છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Patna, બિહાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन