નૉન-વેજ ડુંગળી? ડુંગળીનો ભાવ ન જાણવા માટે BJP મંત્રીનો અજીબોગરીબ જવાબ

બીજેપી મંત્રી અશ્વીની ચૌબે

કેન્દ્રીય મંત્રી અશ્વીની ચૌબેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ "શાકાહરી" હોવાથી તેમને ડુંગળીનો ભાવ ખબર નથી.

 • Share this:
  નવી દિલ્હી : ડુંગળીના ભાવમાં સતત વધારાને કારણે ગરીબ અને મધ્યમવર્ગ પરેશાન છે. દેશના મોટાભાગના શહેરોમાં ડુંગળીનો ભાવ રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. બીજી તરફ ડુંગળીના ભાવ વધારા અંગે બીજેપીના નેતાઓ અજીબોગરીબ નિવેદન આપી રહ્યા છે. આવા નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. તાજેતરમાં નાણા મંત્રી સિતારમણે એવી પ્રતિક્રિયા આપી હતી કે, 'હું ડુંગળી કે લસણ ખાતી નથી, એટલે મને કોઈ ચિંતા નથી.' જે બાદમાં ડુંગળીના ભાવ અંગે બીજેપીના વધુ એક મંત્રીનું નિવેદન સામે આવ્યું છે.

  ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે કેન્દ્રીય મંત્રી અશ્વીની ચૌબેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેઓ "શાકાહરી" હોવાથી તેમને ડુંગળીનો ભાવ ખબર નથી. મંત્રીની આવી કોમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર રમૂજી લખાણો ફરતા થયા હતા. તેમજ લોકોએ મંત્રીની કોમેન્ટ પર પોતાની ભડાશ કાઢી હતી.

  સ્વાસ્થ્ય અને સમાજ કલ્યાણના રાજ્ય મંત્રી અશ્વીની ચૌબેના નિવેદનના એક દિવસ પહેલા લોકસભામાં નાણા મંત્રી નિર્મલા સિતારમણે ડુંગળી પર કરેલી એક કોમોન્ટથી સોશિયલ મીડિયા પર તેમની ટીકા કરવામાં આવી હતી.

  અશ્વીની ચૌબેને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેમને ડુંગળીની કિંમત ખબર છે ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, "હું શાકાહરી છું. મેં ક્યારેય ડુંગળીનો સ્વાગ માંણ્યો નથી. આથી મારા જેવા વ્યક્તિને માર્કેટમાં ડુંગળીનો ભાવ શું ચાલી રહ્યો છે તેના વિશે કેવી રીતે ખબર હોય?"

  મંત્રીના આવા નિવેદનનો વીડિયો ન્યૂઝ એડન્સી ANIએ ટ્વિટર પર શેર કર્યો છે.

  બુધવારે લોકસભામાં એનસીપીના સાંસદ સુપ્રીયા સુલેના પ્રશ્નનો જવાબ આપતા નાણા મંત્રી નિર્માલા સિતારમણે જણાવ્યું હતું કે, "હું ડુંગલી કે લસણ ખાતી નથી. હું એવા પરિવારમંથી આવું છું જેને ડુંગળી લસણ સાથે કંઈ લેવા દેવા નથી."

  હૈદરાબાદ જેવા શહેરોમાં ડુંગળીનો ભાવ 150 રૂપિયાને પાર થઈ ગયો છે ત્યારે નેતાઓના આવા નિવેદનોની લોકએ ખૂબ ટીકા કરી છે. એટલું નહીં મંત્રી ચૌબેની ટિપ્પણી બાદ લોકો એવો પ્રશ્નો પૂછી રહ્યા છે કે શું મંત્રી એવો સંદેશ પાઠવવા માંગે છે કે ડુંગળી ખાનારા લોકો માંસાહરી હોય છે, કારણ કે શાકાહરી અને માંસાહરી બંને ડિશમાં ડુંગળીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: