Home /News /national-international /

Monsoon Session: સંસદમાં મહિલા MPs સાથે ધક્કામુક્કીના આરોપ પર વિપક્ષના 8 મંત્રીઓનો જવાબ

Monsoon Session: સંસદમાં મહિલા MPs સાથે ધક્કામુક્કીના આરોપ પર વિપક્ષના 8 મંત્રીઓનો જવાબ

Monsoon Session: સંસદમાં મહિલા MPs સાથે ધક્કામુક્કીના આરોપ પર વિપક્ષના 8 મંત્રીઓનો જવાબ

rajyasabha monsoon session- ગુરુવારે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અર્જુન મેઘવાલ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, વી મુરલીધરન, અનુરાગ ઠાકુર, મુખ્તાર અબ્બાસ નકવી અને પ્રહલાદ જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી

  નવી દિલ્હી : મોનસૂન સત્રના (Monsoon Session)અંતિમ દિવસે રાજ્યસભામાં (Rajya sabha)મહિલા સાંસદો સાથે થયેલી કથિત ધક્કામુક્કી સહિત ઘણા મુદ્દા પર સરકારે (Government) પક્ષ રાખ્યો છે. ગુરુવારે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, અર્જુન મેઘવાલ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ, વી મુરલીધરન, અનુરાગ ઠાકુર, મુખ્તાર અબ્બાસ નકવી અને પ્રહલાદ જોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન બધાએ વિપક્ષના આરોપોને ફગાવી દીધા અને તેમને ખોટા ગણાવ્યા હતા. પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે વિપક્ષને જનતાનું હિત, ટેક્સપેયરના પૈસા અને સંવૈધાનિક મૂલ્યોની ચિંતા નથી. જે થયું તે ઘણું શરમજનક હતું. તેમણે કહ્યું કે વિપક્ષી ઘડિયાળી આસું બહાવવાના બદલે દેશથી માફી માંગે, વિપક્ષનું વલણ શર્મસાર કરનારું અને અરાજકતા ભર્યું હતું.

  અનુરાગ ઠાકુર પછી સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે દરરોજ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો કે અમે ચર્ચા કરીશું. સદનના પ્રથમ દિવસે જ્યારે મંત્રીઓનો પરિચય કરાવવાનો હતો તે પણ ના થયો અને વિપક્ષે કામમાં રુકાવટ ઉભી કરી હતી. વિપક્ષ દેશની માફી માંગે. અમે દરેક મુદ્દા પર ચર્ચા કરવા માટે તૈયાર હતા. વિપક્ષે ઘણા બિલ પાસ થવા દીધા નહીં અને તે ચર્ચાથી ભાગ્યા. જોશીએ કહ્યું કે અમને ધમકી આપવામાં આવી કે ઓબીસી બિલ પાસ થયા પછી કોઇ બીજુ વિધેયક પાસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તો વધારે ખરાબ થઇ જશે. હવે તે કહી રહ્યા છે કે બિલ હંગામા વચ્ચે પાસ થઇ ગયું.

  આ પણ વાંચો - PPF, SCSS, KVP અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કયું છે બેસ્ટ ઓપ્શન, ચેક કરો બધી ડિટેલ

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન પર જોશીએ કહ્યું કે લોકસભા-રાજ્યસભામાં આ દળોનો વ્યવહાર કેવો હતો તે દેશ જોઈ રહ્યો હતો. મારી માંગણી છે કે તે સદનની ગરિમા અને લોકતંત્રનું સન્માન કરે છે તો માફી માંગે. રાજ્યસભામાં જે થયું તે માટે અમે ચેરમેન પાસે માંગણી કરીએ છીએ કે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. જેથી કોઇપણ સરકાર હોય આવું કૃત્ય ફરીથી ના થાય.

  વિપક્ષના વ્યવહારથી સદનની ગરિમા તૂટી- પીયુષ ગોયલ

  કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે અમે આજે ઘણી પીડા સાથે તમારી સામે આવ્યા છીએ. બંને સદનોને ચાલવા દીધા નથી. રાજ્યસભામાં વિપક્ષનો જે વ્યવહાર રહ્યો છે તેનાથી આજે આખા સદનની ગરિમા તૂટી છે. ચેરમનની ડિગ્નિટીને પણ ઓછી કરી છે. શરૂથી જ તેમની મંશા સ્પષ્ટ હતી કે આ સત્ર ખરાબ કરવું છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Monsoon-session, Rajyasabha

  આગામી સમાચાર