"હિન્દુ ગર્લ"ની કોમેન્ટ બાદ કેન્દ્રીય મંત્રીએ હવે વિરોધીની મુસ્લિમ પત્નીને ટાર્ગેટ કરી

News18 Gujarati
Updated: January 28, 2019, 12:30 PM IST
અનંતકુમાર હેગડે

રવિવારે એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે, હિન્દુ યુવતીને સ્પર્શ કરતો એક પણ હાથ 'હયાત' ન રહેવો જોઈએ.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડે પોતાના વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. રવિવારે એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપ્યું હતું કે, હિન્દુ યુવતીને સ્પર્શ કરતો એક પણ હાથ 'હયાત' ન રહેવો જોઈએ. આજે સવારે તેમણે ટ્વિટર પર કોંગ્રેસ નેતા પર પ્રહાર કરતા તેમની મુસ્લિમ પત્નીને આ વિવાદમાં ઢસડી હતી.

કર્ણાટકના કોડાગુ જિલ્લા ખાતે હેગડેએ જણાવ્યું હતું કે, "આપણે આપણી સોસાયટીઓની પ્રાથમિકતા અંગે પુર્નઃવિચાર કરવો પડશે. આપણે જ્ઞાતિ અંગે વિચાર ન કરવો જોઈએ. જો કોઈ હિન્દુ યુવતીને કોઈ હાથ સ્પર્શ છે તો તે એ હાથનું અસ્તિત્વ ખતમ કરી દેવું જોઈએ."

રવિવારે મોટી સંખ્યામાં લોકોને સંબોધતા હેગડેએ કહ્યું કે, "તાજ મહેલ મુસ્લિમોએ બનાવ્યો ન હતો. ઇતિહાસ આ વાત કહે છે. શાહ જહાંએ પોતાની બાયોગ્રાફિમાં લખ્યું છે કે તેણે આ પેલેસ રાજા જયસિમ્હા પાસેથી ખરીદ્યો હતો. તાજ મહેલ રાજા પરમતીર્થે બનાવેલું શિવ મંદિર તેજો મહાલય હતું. તેજો મહાલય તાજ મહેલ બન્યું હતું. આપણે હજુ પણ ઉંઘતા રહીશું તો આપણા ઘરોનું નામ મંઝિલ થઈ જશે. ભવિષ્યમાં ભગવાન રામનું નામ જહાંજપા અને માતા સિતાનું નામ બીબી હશે."

કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગુન્ડુ રાવે કેન્દ્રીય મંત્રીના આવા નિવેદનને વખોડી કાઢ્યું હતું. રાવે ટ્વિટ કરતા લખ્યું છે હતું કે, "કેન્દ્રીય મંત્રી અથવા સાંસદ બની ગયા બાદ તમારી શું સિદ્ધિ રહી છે? કર્ણાટકના વિકાસ માટે તમે શું કર્યું? આવા લોકો સાંસદ કે મંત્રી તરીકે ચૂંટાઈને આવે છે તે ખરેખર ખેદજનક વાત છે."

અનંતકુમારે હેગડેએ રાવના આ ટ્વિટનો જવાબ આપતા તેમના પત્ની તબુ રાવને નિશાન બનાવ્યા હતા. મંત્રીએ તેના જવાબમાં લખ્યું હતું કે, "મારે ચોક્કસ @dineshgraoએ જે પ્રશ્નો પૂછ્યા છે તેનો જવાબ આપવો જોઈએ. આ વ્યક્તિ તેની કોઈ સિદ્ધિ જાહેર કરે તે પહેલા હું કહેવા માંગું છું કે, હું આ વ્યક્તિને એક મુસ્લિમ મહિલા પાછળ ચાલનાર તરીકે ઓળખું છું."

અનંતકુમાર હેગડે કર્ણાટક બીજેપીના વરિષ્ઠ નેતા છે. તેઓ 2017માં કેન્દ્રમાં મંત્રી બન્યા હતા. જોકે, મંત્રી બન્યા પછી પણ તેમણે વિવાદાસ્પદ નિવેદન આપવાનું ચાલું જ રાખ્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં તેમણે કેરળ સરકાર જે રીતે સબરીમાલા વિવાદને હેન્ડલ કરી રહી હતી તેના અંગે ટિપ્પણી કરતા હિન્દુઓ પર "ધોળા દિવસે બળાત્કાર" થઈ રહ્યાનું જણાવ્યું હતું.
First published: January 28, 2019, 11:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading