Home /News /national-international /ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મની પસંદગી કરનારા દલિતોને અનામતનો લાભ નહીં મળે: કાયદા મંત્રી

ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મની પસંદગી કરનારા દલિતોને અનામતનો લાભ નહીં મળે: કાયદા મંત્રી

રવિશંકર પ્રસાદ.

Rajyasabha Update: કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે, હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હોય તેવા દલિતો અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. સાથે જ આ ધર્મોમાં શામેલ થનારાને અનામતનો લાભ પણ મળશે.

નવી દિલ્હી: કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં અનુસૂચિત જાતિ (Scheduled Castes)ને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે ઇસ્લામ (Islam) અને ખ્રિસ્તી ધર્મ (Christianity)માં શામેલ થનારા દલિતોને અનામત (Reservation)નો લાભ નહીં મળે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે આવા લોકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવેલી બેઠક પરથી લોકસભા કે વિધાનસભાની ચૂંટણી પણ નહીં લડી શકે. ગુરુવારે પ્રસાદે રાજ્યસભામાં ટ્વિટર સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ચેતવણી પણ આપી હતી.

ભારતીય જનતા પાર્ટીના સભ્ય જીવીએલ નરસિમ્હા રાવે કાયદા મંત્રીને બીજા ધર્મો અંગે સવાલ કર્યો હતો. આ અંગે પ્રસાદે કહ્યુ કે, હિન્દુ, શીખ કે બૈદ્ધ ધર્મ અપનાવ્યો હોય તેવા દલિતો અનુસૂચિત જાતિઓ માટે અનામત બેઠકો પરથી ચૂંટણી લડી શકે છે. સાથે જ આ ધર્મોમાં શામેલ થનારા લોકોને અનામતનો લાભ પણ મળશે. આ ઉપરાંત તેમણે આરક્ષિત બંધારણીય ક્ષેત્રો પરથી ચૂંટણી લડવાના માપદંડો અંગે વાતચીત કરી હતી.

આ પણ વાંચો: India vs England: રોહિત શર્માની શાનદાર સદી, મોહમ્મદ યુસૂફ-તિલકરત્ને દિલશાનના પાછળ છોડ્યા

કાયદા મંત્રીએ બંધારણ (અનુસૂચિત જાતિ)ના ત્રીજા ફકરાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ કે, આ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જે હિન્દુ, શીખ કે બૌદ્ધ ધર્મ સિવાય કોઈ ધર્મનો દાવો કરે છે, તો તેને અનુસૂચિત જાતિનો સભ્ય નહીં માનવામાં આવે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રતિનિધિત્વ કાયદામાં સુધારો કરવા માટે કોઈ પ્રસ્તાવ નથી રાખવામાં આવ્યો.

આ પણ વાંચો: PHOTOS: એક્સપ્રેસવે પર દોડી રહેલા બસમાં આગ, મુસાફરોઓ કૂદને જીવ બચાવ્યો 

2015માં કોર્ટે કહ્યુ હતુ કે વ્યક્તિ એક વખત હિન્દુ ધર્મ છોડીને ખ્રિસ્તિ બની જાય છે, તો સામાજિક અને આર્થિક પરેશાની સામે આવે છે, એવામાં તેને કોઈ સુરક્ષા દેવાની જરૂરિયાત નથી. કારણ કે હવે તે અનુસૂચિત જાતિ સાથે સંબંધ નથી ધરાવતી. સાથે જ કાયદા મંત્રીએ એવું સ્પષ્ટ કર્યું કે, ઇસ્લામ અને ખ્રિસ્તિ ધર્મ પસંદ કરનારા દલિતો અને હિન્દુ બનનાર દલિતોમાં ફર્ક સ્પષ્ટ છે.
" isDesktop="true" id="1071858" >

સોશિયલ પ્લેટફૉર્મ્સને ચેતવણી

સંસદ ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં રવિશંકરે કહ્યુ કે, "ટ્વિટર, ફેસબુક, લિંકડિન કે વૉટ્સએપ કોઈ પણ હોય, ખોટું કરવા પર આ તમામ પ્લેટફૉર્મ સામે કાર્યવાહી કરવામાં આવશે." તેમણે કહ્યું, "ભારતમાં કામ કરો. તમારા કરોડો ફોલોઅર્સ છે. પૈસા પણ કમાઓ પરંતુ તમારે ભારતીય કાયદા અને બંધારણનું પાલન કરવું પડશે."
First published:

Tags: Islam, Ravi shankar prasad, Sc, ST, કાયદો, રાજ્યસભા