PM મોદી સાથે બેઠક માટે ફારુક અબ્દુલા, ઉમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તિને મોકલવામાં આવ્યું આમંત્રણ

(પીટીઆઈ -ફાઇલ ફોટો)

એક અધિકારીએ જાણકારી આપી કે જમ્મુ કાશ્મીરના રાજ નેતાઓને 24 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે મુલાકાત માટે ફોન પર નિમંત્રણ મળ્યું છે

  • Share this:
    શ્રીનગર : કેન્દ્રીય ગૃહ સચિવે શનિવારે ફારુક અબ્દુલા (Farooq Abdullah) અને મહેબૂબા મુફ્તિ (Mehbooba Mufti)સહિત જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir)14 નેતાઓને 24 જૂને પ્રધાનમંત્રી આવાસ પર બેઠકમાં સામેલ થવા માટે સંપર્ક કર્યો છે. એક અધિકારીએ જાણકારી આપી કે જમ્મુ કાશ્મીરના રાજ નેતાઓને 24 જૂને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)સાથે મુલાકાત માટે ફોન પર નિમંત્રણ મળ્યું છે. બેઠક માટે જમ્મુ કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષનો પણ કેન્દ્રીય ગૃહ સચિવે સંપર્ક કર્યો છે. કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે ચર્ચા પછી પાર્ટી બેઠકમાં સામેલ થવાનો નિર્ણય કરશે.

    એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી કરાવવા સહિત રાજનીતિક પ્રક્રિયાઓને મજબૂત કરવાની કેન્દ્રની પહેલ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 જૂને કાશ્મીરના બધા રાજનીતિક દળો સાથે બેઠકની અધ્યક્ષતા કરી શકે છે. આ બેઠક કેન્દ્ર દ્વારા ઓગસ્ટ 2019માં જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને નિરસ્ત કરવા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજન કરવાની જાહેરાત પછી આ પ્રકારની પ્રથમ પહેલ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય કેન્દ્રીય નેતાઓ પણ ભાગ લે તેવી સંભાવના છે.

    આ પણ વાંચો - કોરોના સામે ગેમચેન્જર બન્યું ડ્રગ કોકટેલ, હૈદરાબાદના ડૉક્ટરોનો મોટો દાવો, સમજો

    અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રીય નેતૃત્વએ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલા, પીડીપી અધ્યક્ષ મહેબૂબા મૂફ્તિ, જમ્મુ કાશ્મીર અપની પાર્ટી (જેકેએપી)ના અલ્તાફ બુખારી અને પીપુલ્સ કોન્ફરન્સના પ્રમુખ સજ્જાદ લોન સહિત 14 નેતાઓને ચર્ચા માટે આમંત્રિત કરવાની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે.

    પીડીપી અધ્યક્ષ મહેબૂબા મૂફ્તિએ શુક્રવારે પીટીઆઈ ભાષાને કહ્યું હતું કે તેમને કેન્દ્રથી 24 જૂને બેઠક માટે ફોન આવ્યો હતો. મેં હજુ નિર્ણય કર્યો નથી. હું પોતાની પાર્ટીના સભ્યો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય કરીશ.
    Published by:Ashish Goyal
    First published: