ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરના યુવાનોને કહ્યુ, હું મિત્રતા કરવા આવ્યો છું, જણાવી કેન્દ્રની યોજના

જમ્મુ કાશ્મીરમાં અમિત શાહ

Amit Shah Jammu Kashmir Visit: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 (jammu kashmir 370) પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કેન્દ્ર શાસિત પ્રદેશની (Amit Shah Jammu Kashmir Visit) આ પ્રથમ મુલાકાત છે.

 • Share this:
  શ્રીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) શનિવારે કાશ્મીરના (jammu kashmir) યુવાનોને ખાતરી આપી હતી કે તેમની સુધારણા માટે પગલાં લેવામાં આવશે. સાથે જ તેમણે કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશનું (Union Territory) ટૂંક સમયમાં જ સીમાંકન થઈ જશે જેથી અહીંના યુવાનોને તક મળે. કેન્દ્રીય મંત્રીએ યુવા ક્લબના (youth club) સભ્યો સાથેની વાતચીતમાં સીમાંકનને રોકવા અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, "તેને શા માટે અટકાવવું છે કારણકે આપણા રાજનીતિનુ નુકસાન થાય છે. પરંતુ હવે કાશ્મીરમાં આવું કંઈક થવાનું નથી."

  ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, રાજ્યમાં આતંકવાદની ઘટનાઓ ઘટી છે. પથ્થરમારાની ઘટના ગાયબ થઈ ગઈ છે. તેમણે કટ્ટરપંથીઓને ચેતવણી આપી હતી કે, જે લોકો રાજ્યની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે.

  કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીર ધાટીની પ્રથમ મુલાકાતે શ્રીનગર પહોંચેલા અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, "કાશ્મીરના યુવાનોને તક મળવી જોઈએ, તેથી યોગ્ય સીમાંકન થશે. સીમાંકન બાદ ચૂંટણી પણ યોજાશે અને જમ્મુ-કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. મેં દેશના સંસદમાં આ જ રોડમેપ મૂક્યો છે. હું કાશ્મીરના યુવાનો સાથે મિત્રતા કરવા આવ્યો છું."

  '5 ઓગસ્ટ, 2019નો દિવસ સુવર્ણ અક્ષરોથી લખવામાં આવશે'
  તેમણે કહ્યું હતું કે, "5 ઓગસ્ટ, 2019 જમ્મુ-કાશ્મીરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. આ દિવસે જ જમ્મુ-કાશ્મીરમાં નવી શરૂઆત થઈ હતી. અહીં દેહશત, આતંકવાદ, ભય, ભ્રષ્ટાચાર, પરિવારવાદનો અંત આવ્યો અને શાંતિ, વિકાસ, સમૃદ્ધિનો નવો યુગ શરૂ થયો.

  " કેન્દ્રીય ગૃહમંત્રીએ કાશ્મીરના યુવાનોને ખાતરી આપી હતી કે, જે પણ જમ્મુ-કાશ્મીરની શાંતિને ખલેલ પહોંચાડવા માંગે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અહીં શરૂ થયેલી વિકાસની યાત્રામાં કોઈ અવરોધ પેદા કરી શકશે નહીં.

  આ પણ વાંચોઃ-બોલિવૂડથી લઇ રાજકોટ સુધી નશાનો કાળો કારોબાર, પીડિત માતાએ વર્ણવી પુત્રની દર્દભરી કહાની

  અમિત શાહની ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા
  અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતના પ્રથમ દિવસે શનિવારે શ્રીનગરમાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.આ બેઠકમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા, નાગરિકો, સૈન્ય, અર્ધલશ્કરી દળો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને કેન્દ્ર સરકારની ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સુરક્ષા દળો દ્વારા આતંકવાદ વિરોધી અને ઘુસણખોરી વિરોધી પગલાં અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-દિવાળી ટાણે દીવથી દારૂની હેરાફેરી! જેતપુર ડેપોના ડ્રાઈવર કંડક્ટર દારૂ સાથે ઝડપાયા, આઈડિયા ગજબનો

  જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી લેવામાં આવ્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન તે ઘાટીમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાહનું સ્વાગત શ્રીનગર એરપોર્ટ પર ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ કર્યું હતું જ્યાં જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા.

  આ પણ વાંચોઃ-અજાણી મહિલાને મોબાઈલ નંબર આપવો અમદાવાદના વેપારીને ભારે પડ્યો, વાંચો honey trapનો ફિલ્મી કિસ્સો

  5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 રદ કર્યા બાદ અને જમ્મુ-કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ શાહની આ પહેલી કાશ્મીર મુલાકાત છે. શાહની મુલાકાત પહેલા સમગ્ર કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
  Published by:ankit patel
  First published: