Home /News /national-international /

વિરોધ બાદ વિપક્ષ ઉપર અમિત શાહનો પલટવારઃ આ વખતનું ચોમાસું સત્ર વિકાસના નવા પરિણામ આપશે

વિરોધ બાદ વિપક્ષ ઉપર અમિત શાહનો પલટવારઃ આ વખતનું ચોમાસું સત્ર વિકાસના નવા પરિણામ આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફાઈલ તસવીર

Amit shah monsoon session: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે અનેક મુદ્દોને લઈને વિપક્ષ ઉપર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે અવરોધ પૈદા કરનાર લોકો પોતાના ષડયંત્રોથી ભારતના વિકાસ પથને પાટાથી નહીં ઉતારી શકે. આ વખતનું ચોમાસું સત્ર પ્રગતિના નવા પરિણામ આપશે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ આજે 19 જુલાઈએ સંસદમાં ચોમાસું સત્ર (Monsoon session in Parliament) શરુ થયું હતું. આ સત્રની શરુઆત હંગામાની સાથે શરુ થયો હતો. લોકસભામાં (loksabha) સોમવારે ચોમાસું સત્રના પહેલા દિવસે જ વિરોધ જોવા મળ્યો હતો. પહેલા દિવસે વિપક્ષે ભારે હંગામો કર્યો હતો. જોકે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) અનેક મુદ્દોને લઈને વિપક્ષ ઉપર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે અવરોધ પૈદા કરનાર લોકો પોતાના ષડયંત્રોથી ભારતના વિકાસ પથને પાટાથી નહીં ઉતારી શકે. આ વખતનું ચોમાસું સત્ર પ્રગતિના નવા પરિણામ આપશે. સત્ર ન ચાલવા દેવાની મંશાને સત્તા પક્ષ સમજી ગયો છે. તેમણે કહ્યું કે આ ઘટનાઓના તથ્ય અને ક્રમ આખા દેશને જોવા માટે સામે છે. આજે સંસદમાં ચોમાસું સત્ર શરું થયું છે. આ દરમિયાન અમિત શાહે પેગાસસ મામલે પણ વિપક્ષ ઉપર હુમલો કર્યો હતો.

  તેમણે કહ્યું કે કાલે મોડી સાંજે અમે એક રિપોર્ટ જોયો, જેમા માત્ર એક ઉદેશ્યથી પ્રેરિત થઈને કેટલાક વિશેષ વર્ગના લોકો દ્વારા ફેલાવવામાં આવ્યો છે. આ પ્રકારનું કાર્ય વિશ્વ સ્તર ઉપર ભારતને અપમાનિત કરવા, આપણા રાષ્ટ્ર વિશે એ જ જૂની અવધારણાઓને આગળ વધારવા અને ભારતના વિકાસ પથને પાટા ઉપરથી ઉતારવા માટે કરવામાં આવ્યો હતો.  અમિત શાહે ચોમાસું સત્રને લઈને કહ્યું કે આ વખતના ચોમાસું સત્રને લઈને દેશવિદેશને ખુબ જ આશા છે. ખેડૂતો, યુવાઓ, મહિલાઓ અને સમાજના પછાત વર્ગોના કલ્યાણ માટે મહત્વપૂર્ણ કાયદા ઉપર સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે.

  આ પણ વાંચોઃ-Parliament Monsoon Session: ચોમાસું સત્ર પહેલા વડાપ્રધાન મોદીએ કહ્યુ- મહામારી પર સંસદમાં સાર્થક ચર્ચા થવી જોઈએ

  મંત્રી મંડળના વિસ્તારને લઈને અમિત શાહે કહ્યું કે થોડા દિવસ પહેલા જ મંત્રિ પરિષદનો વિસ્તાર કર્યો છે જેમાં મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના સભ્યો ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યો છે. પરંતુ દેશમાં કેટલીક એવી તાકતો છે જે આ વાતને પચાવી શકતી નથી. તેઓ રાષ્ટ્રીય પ્રગતિને અડચણ કરવા માંગે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે આ લોકો કોના ઈશારે ચાલી રહ્યા છે. જેમની મંશા ભારતને ખરાબ અવસ્થામાં લઈ જવાની છે. છેવટે આમા તેમને કઈ ખુશી મળે છે. જે વારંવાર ભારતને ખરાબ છબીમાં દેખાડે છે.

  આ પણ વાંચોઃ-Video: 'જબ તક હૈ જાન મેં નાચુંગી' ગીત પર રાત્રે શ્વાનના ટોળા વચ્ચે યુવતીનો જોરદાર ડાંસ

  આ પણ વાંચોઃ-બદલો લેવા માટે પતિના હત્યારા સાથે પત્નીએ કર્યા લગ્ન, ત્રણ વર્ષની કોશિશ બાદ પતિને ઊંઘમાં જ ધરબી દીધી ગોળીઓ

  કોંગ્રેસ ઉપર વાર કરતા અમિત શાહે કહ્યું કે પતવાર વગરની કોંગ્રેસને જોવા માટે, આ મામલામાં કૂદવું કોઈ નવી વાત નથી. તેમને લોકતંત્રને કચડવાનો સારો અનુભવ છે. તેમનું પોતાનું ઘર ઠીક ન થવાના કારણે હવે સંસદમાં આવનારી કોઈપણ પ્રગતિશીલ વસ્તુઓને પાટા ઉપરથી ઉતારવાની કોશિશ કરી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: તમામ રાશિના જાતકો માટે સપ્તાહ કેવું રહેશે? જાણો રાશિફળ

  આ પણ વાંચોઃ-પોર્ન સ્ટાર dahlia skyની લાશ કારમાંથી મળી, શરીર ઉપર ગોળીઓના નિશાન, 600 એડલ્ટ ફિલ્મોમાં કરી ચુકી છે કામ

  તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભામાં પોતાના મંત્રિપરિષદનો પરિચન કરાવવા માટે ઊભા થયા જે એક સારી રીતે પહેલાથી ચાલી આવતી પરંપરાનો ભાગ છે, આવી સ્થિતિમાં વિપક્ષ બંને સદનોમાં અવરોધ કર્યો. શું આ સંસદીય માનદંડો માટે તેમને સમ્માન છે? આવો વ્યવહાર ત્યારે પણ ચાલું રહ્યો જ્યારે આઈટી મંત્રી આ મુદ્દે બોલી રહ્યા હતા.

  અમિત શાહે પોતાની વાતમાં કહ્યું કે હું ભારતના લોકોને વિશ્વાસ અપાવવા માંગુ છું કે મોદી સરકારની પ્રાથમિકતા સાફ છે. અમારી સરકારનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય કલ્યાણ છે અને અમે તેને મેળવવા માટે કામ કરી રહ્યા છીએ ભલે કંઈપણ થાય.
  Published by:ankit patel
  First published:

  Tags: Monsoon Session 2021, અમિત શાહ

  આગામી સમાચાર