કાશ્મીરની સમસ્યા માટે નેહરુ જવાબદારઃ અમિત શાહ, સંસદમાં હોબાળો

અમિત શાહે કહ્યું કે જેના મનમાં જમ્મુ-કાશ્મીરમાં આગ લાગવાની મંશા છે, કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રયાસ કરવાનો મંશા છે.

અમિત શાહે કહ્યું કે જેના મનમાં જમ્મુ-કાશ્મીરમાં આગ લાગવાની મંશા છે, કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રયાસ કરવાનો મંશા છે.

 • Share this:
  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે લોકસભામાં જમ્મુ-કાશ્મીર અનામત બિલ રજૂ કર્યું, તેઓએ સૌથી પહેલા સંસદમાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનની તારીખ વધારવાનો પ્રસ્તાવ રાખ્યો, તેઓએ કહ્યું કે ડિસેમ્બર 2018માં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું જે બે જુલાઇ 2019એ પૂર્ણ થશે, ગૃહમંત્રીએ સંસદને અનુરોધ કર્યો કે આ અવધિને છ મહિના માટે વધારવી જોઇએ.

  અમિત શાહે કહ્યું કે જેના મનમાં જમ્મુ-કાશ્મીરમાં આગ લાગવાની મંશા છે, કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રયાસ કરવાનો મંશા છે. અલગાવવાદ ઉભો કરવાની મંશા છે તેના માટે હું કહેવા માગુ છું કે હા તેમના મનમાં હવે ભય છે, રહેશે અને હવે વધશે.

  અમે માણસાય, જમ્હુરિયત અને કાશ્મીરીયતની નીતિ પર ચાલી રહ્યાં છીએ, 70 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરની માતાઓને ટોયલેટ, ગેસ ક્નેક્શન અને ઘર મળ્યું. ત્યાંના લોકોને સુરક્ષા આપી છે. આ માણસાય છે.

  જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાના પ્રસ્તાવ પર કોંગ્રેસે વિરોધ કર્યો છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે, અમને અનામત પર કોઈ વાંધો નથી, પરંતુ આ જે પ્રકારે આપવામાં આવી રહી છે , તેની પર વાંધો છે. હું પણ સરહદ વિસ્તારમાંથી જ આવું છું, જેથી તેને સારી રીતે સમજી શકું છું. આજે જમ્મુ-કાશ્મીરમાં દર 6 મહિને રાષ્ટ્રપતિ શાસન વધારવાની પરિસ્થિતી છે તો તેનું કારણ ભાજપ-PDPમાં ગઠબંધનમાં હતા. અનામત ફક્ત ચૂંટણી ફાયદા માટે જ આપવામાં આવી રહ્યું છે.
  Published by:Sanjay Vaghela
  First published: