Exclusive: અમિત શાહે રાજનીતિક હત્યાઓ પર કરી મોટી વાત, બંગાળમાં બહુમતથી સરકાર બનાવવાનો દાવો

Exclusive: અમિત શાહે રાજનીતિક હત્યાઓ પર કરી મોટી વાત, બંગાળમાં બહુમતથી સરકાર બનાવવાનો દાવો
અમે બંગાળની જનતાને સારું શાસનનો વાયદો કરીએ છીએ. બંગાળને તેની જ માટીનો મુખ્યમંત્રી આપવામાં આવશે- અમિત શાહ

અમે બંગાળની જનતાને સારું શાસનનો વાયદો કરીએ છીએ. બંગાળને તેની જ માટીનો મુખ્યમંત્રી આપવામાં આવશે- અમિત શાહ

  • Share this:
    નવી દિલ્હી : ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) બે દિવસ માટે પશ્ચિમ બંગાળના પ્રવાસે પહોંચ્યા છે. કાર્યક્રમના બીજા દિવસે અમિત શાહે રાજ્યમાં થઈ રહેલી રાજનીતિક હત્યાઓને લઈને મોટું નિવેદન કર્યું છે. તેમણે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં કહ્યું કે સરકાર બન્યા પછી આ મામલાની બધી તપાસ કરવામાં આવશે. આ સિવાય તેમણે રાજ્યમાં બહુમતથી સરકાર બનાવવાનો દાવો કર્યો છે.

    ગૃહમંત્રી અમિત શાહે ન્યૂઝ 18 સાથે ખાસ વાતચીતમાં રાજનીતિક હત્યાઓને લઈને કહ્યું કે અમારી સરકાર બન્યા પછી અમે સુનિશ્ચિત કરીશું કે રાજ્યમાં સુરક્ષિત માહોલ હોય અને આવા કેસની પૂરી તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં અમે પૂર્ણ બહુમતની સરકાર બનાવીશું.



    રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં મતદાતાઓને વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને તક આપવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વને મળેલો વોટ પ્રગતિ માટે વોટ હશે. બીરભૂમિ જિલ્લાના બોલપુર રોડ શો ને સંબોધિત કરતા કહ્યું કે અહીં રહેલી ભીડ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે નારાજગીની સાબિતી હતી. મેં બાલપુરમાં ઘણા રોડ શો જોયા. મેં ઘણા આયોજીત પણ કરાવ્યા છે પણ આજે જે જોયું છે તેવો પહેલા ક્યારેય જોયો નથી. બંગાળના લોકો પરિવર્તન ઇચ્છે છે.

    આ પણ વાંચો - બંગાળમાં અમિત શાહે કહ્યું - BJP અધ્યક્ષ પર હુમલો લોકતાંત્રિક વ્યવસ્થા પર ચોટ

    અમિત શાહે કહ્યું કે લોકતંત્રમાં બધાને પોતાની વાત કહેવાનો હક છે. અમે શાસનમાં હોત તો એ પ્રયત્ન રહેત કે બધા રાજનીતિક દળ પોતાની વાત કહી શકે. ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પર હુમલો લોકતાંત્રિક વ્યવસ્થા પર હુમલો છે.

    અમિત શાહે કહ્યું કે સીએએના નિયમ બનવાના બાકી છે. જ્યારે કોરાનાની વેક્સીન લગાવવાની શરૂઆત થશે તે પછી જ્યારે સીએએ, એનઆરસીને લઈને કોઈ વાત થશે તો જાણકારી આપવામાં આવશે. અમિત શાહે કહ્યું હતું કે કોઈને બહારી બતાવવો મુદ્દાને ભટકાવવાનો પ્રયત્ન છે. અમે બંગાળની જનતાને સારું શાસનનો વાયદો કરીએ છીએ. બંગાળને તેની જ માટીનો મુખ્યમંત્રી આપવામાં આવશે.
    Published by:Ashish Goyal
    First published:December 20, 2020, 18:50 pm

    ટૉપ ન્યૂઝ