Big News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને Corona પોઝિટિવ, હોસ્પિટલમાં કરાયા દાખલ

Big News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને Corona પોઝિટિવ, હોસ્પિટલમાં કરાયા દાખલ
અમિત શાહ (ફાઈલ ફોટો)

અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો જણાતા મે કોરોના ટેસ્ટ કરાવ્યો છે, અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે

  • Share this:
    કોરોના મહામારીથી પુરી દુનિયા પરેશાન છે. ભારતમાં પણ કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. કોરોના વાયરસના રોજે-રોજ હજારોની સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે.

    અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે, કોરોનાના શરૂઆતના લક્ષણો જણાતા મે કોરોના ટેસ્ટ કરાવ્યો છે, અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબીયત સારી છે, પરંતુ ડોક્ટરની સલાહ મુજબ હું હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યો છું.





    તેમણે ટ્વીટમાં લોકોને અપીલ કરી છે કે, થોડા દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા હોય તે લોકો તકેદારી માટે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે.

    ઉલ્લેખનીય છે કે, આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે, અમિત શાહ રામ મંદૂર ભૂમિ પૂજન કાર્યક્રમમાં સામેલ નહીં થઈ શકે. હાલમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણના ભૂમિ પૂજન કાર્યક્રમ પર બધાની નજર ટકેલી છે. ચંપત રાય અનુસાર, ભૂમિ પૂજન કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ સામેલ નહીં થાય, તે પછી અયોધ્યા આવશે.

    તેમણે કહ્યું કે, રામ મંદિર ભૂમિ પૂજનની તમામ વ્યવસ્થા થઈ ચુકી છે. અહીં સાધુ સંતોની રહેવાની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. રાયે જણાવ્યું કે, આમંત્રણ મળવા પર અતિથિઓને સિક્યોરિટી કોડ મળશે, જે એક વખત બહાર નીકળી જશે તેમને ફરી પ્રવેશ નહીં મળે.
    Published by:kiran mehta
    First published:August 02, 2020, 17:07 pm

    ટૉપ ન્યૂઝ