કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તબીયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ થતાં AIIMSમાં દાખલ

News18 Gujarati
Updated: September 13, 2020, 7:57 AM IST
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની તબીયત બગડી, શ્વાસ લેવામાં તકલીફ થતાં AIIMSમાં દાખલ
ગૃહ મંત્રી અમિત શાહને શનિવાર રાત્રે 11 વાગ્યે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે

ગૃહ મંત્રી અમિત શાહને શનિવાર રાત્રે 11 વાગ્યે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે

  • Share this:
પ્રિયંકા કાંડપાલ, નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)ને શનિવાર રાત્રે 11 વાગ્યે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે અમિત શાહના તપાસ રિપોર્ટ ગત 2 ઓગસ્ટે કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યો હતો. ત્યારબાદ તેમને ગુરુગ્રામની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મેદાંતા હૉસ્પિટલમાં સારવાર બાદ તેમનો તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તેમને 14 ઓગસ્ટે હૉસ્પિટલથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. જોકે 18 ઓગસ્ટે તેમને થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદ પર દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓ 31 ઓગસ્ટે સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા હતા. હવે સમાચાર આવી રહ્યા છે કે તેમને શ્વાસ લેવામાં તકલીય થયા બાદ ફરી એકવાર શનિવાર રાત્રે 11 વાગ્યે એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો, Corona: ભારતમાં મોતનો દર સૌથી ઓછો, શું છે આંકડા પાછળની અસલી કહાણી?

આ પણ વાંચો, કોરોના વેક્સીનનું પરીક્ષણ ફરી શરૂ કરવા માંગે છે સીરમ ઇન્ટીmiટ્યૂટ, કંપનીના CEOએ કહ્યું- ગૂડ ન્યૂઝ

અત્યાર સુધીની મળતી જાણકારી મુજબ, ડૉક્ટરોએ જણાવ્યું છે કે ગૃહ મંત્રી અમિત શાહને શ્વાસ લેવામાં થોડી મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે તેમને રુટિન તપાસની સલાહ આપવામાં આવી હતી. ડૉક્ટરોની સલાહના આધારે અમિત શાહને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
Published by: Mrunal Bhojak
First published: September 13, 2020, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading