Home /News /national-international /પ્રોટોકોલ માનો કે ભારત જોડો યાત્રા બંધ કરો, સરકારે રાહુલ ગાંધીને લખ્યો પત્ર

પ્રોટોકોલ માનો કે ભારત જોડો યાત્રા બંધ કરો, સરકારે રાહુલ ગાંધીને લખ્યો પત્ર

કોંગ્રેસની ભારત જોડો યાત્રા

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઈએ.

ચીનમાં ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે યુરોપના ઘણા દેશોમાં કોરોનાએ પગપસેરો કર્યો છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આજે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બેઠક બાદ કોરોના સંબંધિત કેટલીક નવી માર્ગદર્શિકા આવી શકે છે. આ દરમિયાન માંડવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પત્ર લખ્યો હતો.

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ ફરજિયાત બનાવવો જોઈએ. જે લોકોને રસી આપવામાં આવી છે તેઓને યાત્રામાં સામેલ કરવામાં આવે. પત્રમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ એવો પણ અનુરોધ કર્યો છે કે જો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો જાહેર આરોગ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને ભારત જોડો યાત્રાને રાષ્ટ્રીય હિતમાં સ્થગિત કરવામાં આવે.

આ પણ વાંચોઃ ત્રણ દીકરીની માતાએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છામાં એક સાથે ત્રણ દીકરાને જન્મ આપ્યો




ભારત જોડો યાત્રા આજે હરિયાણામાં છે


હવે આ મામલે રાજકારણ પણ શરૂ થયું છે. કોંગ્રેસના નેતા પવન ખેડાએ કહ્યું કે શા માટે માત્ર અમને જ સલાહ આપવામાં આવે છે? જ્યારે યાત્રામાં સામેલ તમામ યાત્રીઓનું વેક્સિનેશન થઈ ગયું છે. તેમણે સરકારને અપીલ કરી છે કે આખા દેશ માટે સમાન એડવાઈઝરી જારી કરવામાં આવે. કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે હરિયાણામાં છે. કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે ચાલી રહ્યા છે. તમિલનાડુથી શરૂ થયેલી આ યાત્રા આજે હરિયાણા પહોંચી છે અને ત્યારબાદ પંજાબ જશે.


સરકાર માર્ગદર્શિકા બહાર પાડી શકે છે


સૂત્રોનું માનીએ તો સ્વાસ્થ્ય મંત્રીની બેઠકમાં કોવિડ-19ના નવા પ્રકાર અંગે નિષ્ણાતોના અભિપ્રાય પર ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત, સૌથી મોટી સમસ્યા વિદેશથી ભારત આવતા લોકો માટે નિયમો બનાવવાની છે. દેશમાં કોવિડ-19ના હાલના પ્રકારો અને તેમની સ્થિતિ વિશે પણ આજે ચર્ચા કરવામાં આવશે. લોકો શિયાળાની રજાઓમાં અને નાતાલના ત્રણ દિવસ અને નવા વર્ષની ઉજવણીના એક અઠવાડિયા પછી ઘણી મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં, સરકાર નવા વર્ષના આગમનના સંદર્ભમાં આયોજિત કાર્યક્રમોમાં તકેદારી સંબંધિત નિયમો પર ચર્ચા કરી શકે છે.
First published:

Tags: Ashok Gehlot, Ccoronavirus, Health minister mansukh mandaviya, રાહુલ ગાંધી