કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેણે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મહત્વના ત્રણ મંત્ર આપતા જણાવ્યું છે કે, સાંસદ પોતાના ક્ષેત્રના લોકોને જાગૃક કરે, તથા બૂસ્ટર ડોઝ લેવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની પણ અપીલ કરી
નવી દિલ્હી: ભારતમાં ફરી એકવાર કોરોનાનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેને જોતા કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. બુધવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયાએ વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક યોજી હતી. જેમાં તેણે કહ્યું કે કોરોના હજુ ખતમ થયો નથી. તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ મહત્વના ત્રણ મંત્ર આપતા જણાવ્યું છે કે, સાંસદ પોતાના ક્ષેત્રના લોકોને જાગૃક કરે, તથા બૂસ્ટર ડોઝ લેવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની પણ અપીલ કરી છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે દેશમાં કોરોનાની સ્થિતિ પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'છેલ્લા 3 વર્ષમાં વાયરસના બદલાયેલા સ્વરુપે આરોગ્ય માટે જોખમ ઊભું કર્યું છે. તેની અસર દરેક દેશ પર થઈ છે. એક વર્ષમાં ભારતમાં કોવિડના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં દરરોજ 153 કેસ આવી રહ્યા છે. સમગ્ર વિશ્વમાં દરરોજ 5.87 લાખ કેસ નોંધાઈ રહ્યા છે. જાપાન, દક્ષિણ કોરિયા, યુએસએ, ફ્રાન્સ જેવા દેશોમાં કોવિડથી મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. માંડવીયાએ જણાવ્યું હતુ કે ચીન, જાપાનમાં કોરોનાને કારણે મૃત્યુમાં વધારો થયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે કોરોનાની અનેક દેશોમાં અસર થઈ છે અને આપણે સતર્ક છીએ.
દરમિયાન, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનનું કહેવું છે કે દેશમાં લોકડાઉનની સ્થિતિ રહેશે નહીં, કારણ કે અહીંના 95% લોકોને રસી આપવામાં આવી છે. ડો.અનિલ ગોયલે કહ્યું કે ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ ચીનના લોકો કરતા વધુ મજબૂત છે. ભારતમાં T-3 એટલે કે ટેસ્ટીંગ, ટ્રીટીંગ અને ટ્રેસીંગની કાળજી લેવાની જરૂર છે.
આરોગ્ય મંત્રીએ લોકસભામાં કહ્યું- ભારત કોરોના સામે લડવા તૈયાર છે લોકસભામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, અમારી પાસે કોરોના સામે લડવા માટે સંપૂર્ણ તૈયારી છે. તેમણે કહ્યું કે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવા જોઈએ. વિદેશથી આવતા હવાઈ મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યા છે.
માંડવિયાએ અધિકારીઓને સતર્ક રહેવા અને મોનિટરિંગ સિસ્ટમને મજબૂત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. તેમણે એક ટ્વિટમાં કહ્યું હતું કે, “કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આજે નિષ્ણાતો અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી. કોવિડ હજી પૂરો થયો નથી. મેં તમામ સંબંધિતોને સતર્ક રહેવા અને તકેદારી વધારવા કહ્યું છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છીએ."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર