નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Union Health Minister Harsh Vardhan)ને કહ્યું કે આઈસીએમઆરના બીજા સીરો સર્વેમાં જોવા જાણવા મળ્યું છે કે ભારતની જનસંખ્યા હજી પણ કોવિડ-19 સામે હર્ડ ઈમ્યુનિટી ડેવલોપ કરવાથી ખૂબ જ દૂર છે. આપણે બધાને કોવિડ સાથે સંકળાયેલી ગાઈડલાઈનનું પાલન કરતા રહેવું જોઈએ.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું હતું કે કોવિડ-19થી સંક્રમિત થનારા લોકો ઉપર આઈસીએમઆર ઝડપથી તપાસ અને રિસર્ચ કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી સામે આવેલા પુનઃસંક્રમણના મામલા ખૂબ જ ઓછા છે. પરંતુ સરકાર મામલા અંગે પુરું મહત્વ આપી રહી છે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રેમડેસિવીર અને પ્લાઝ્મા થેરાપીને પ્રોત્સાહન આપવું ન જોઈએ. સરકારે તેને તર્કસંગત ઉપયોગ સંબંધમાં નિયમિત સલાહ જાહેર કરી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ તપાસ સારવાર અંગેના નિયમિત ઉપયોગ વિરુદ્ધ સલાહ આપી છે.
દેશમાં કોવિડ-19થી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં 50 લાખ નજીક પહોંચી દેશમાં ગત 24 કલાકમાં કોવિડ-19થી 92,043 દર્દીઓ સાજા થવાની સાથે જ ભારતમાં આ મહામારીને માત આપનાર સંખ્યા 50 લાખની નજીક પહોંચી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, આ સાથે સરાવાર લઈ રહેલા દર્દીઓની તુલનાએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 39,85,225 વધું છે.
" isDesktop="true" id="1029599" >
ગત કેટલાક દિવસોથી રોજ સાજા થનારા દર્દીઓની સંખ્યા 90 હજારથી વધારે છે.આ તથ્યને રેખાંકિત કરતા મંત્રાલયે કહ્યું કે રોજના દર્દીઓ ઠીક થવાના દરથી ભારતના વૈશ્વિક સ્તર ઉપર સૌથી વધારે મદર્દીઓ ઠીક થવાનું સ્તર બનાવી ગયું છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર