Home /News /national-international /

ગીરમાં કેટલા સિંહોના મોત? સરકારે સંસદમાં સ્વીકાર્યુ: 37 સિંહોનાં મોત થયા

ગીરમાં કેટલા સિંહોના મોત? સરકારે સંસદમાં સ્વીકાર્યુ: 37 સિંહોનાં મોત થયા

સિંહ (ફાઇલ તસવીર)

ટપોટપ સિંહોનાં મોત થતા, ઉત્તર પ્રદેશનાં ઇટાવા સફારી પાર્ક અને ઇન્ડિયન વેટરિનરી રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ)નાં તજજ્ઞોએ પણ મુલાકાત લીધી હતી. વન વિભાગે કહ્યુ કે, સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV)થી થયા હતા.

  નાસિર હુસૈન દ્વારા

  નવી દિલ્હી:  નરેન્દ્ર મોદી સરકારે સંસદમાં પુછાયેલા એક પ્રશ્નનાં જવાબમાં સ્વીકાર્યુ કે, સપ્ટેમ્બર થી ડિસેમ્બર સુંધીના ગાળામાં ગીર જંગલમાં 37 સિંહોનાં મોત થયા હતા.  સંસદમાં પુછાયેલા એ પ્રશ્નનાં જવાબમાં વન અને પર્યાવરણ વિભાગે આ આંકડાઓ સસંદમાં રજૂ કર્યા હતા.

  આ અગાઉ, ગુજરાત વન વિભાગે કહ્યું હતું કે, ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોનાં મોત થયા હતા. મૃત્યુ પામેલા મોટા ભાગનાં સિંહો ગીર અભ્યારણ્યમાં આવેલા ગીર પૂર્વ (ધારી) વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જનાં કરમદડી રાઉન્ડનાં રોણીયા વિસ્તારમાં નોંધાયા હતા.

  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કૂતરાઓ અને બિલાડી કૂળનાં પ્રાણીઓમાંથી ફેલાય છે. આ અહેવાલ પછી, વન વિભાગે ગીર જંગલમાં રહેલા અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ હાથ ધરી હતી.
  એક સાથે મોટા પ્રમાણમાં સિંહોનાં મોત થતા વન્યપ્રાણી પ્રેમીઓ ચિંતામાં મૂકાઇ ગયા હતા.

  ગીરમાં સિંહદર્શન માટે પહેલીવાર મહિલાઓ બની ટુરિસ્ટ ગાઇડ

  ટપોટપ સિંહોનાં મોત થતા, ઉત્તર પ્રદેશનાં ઇટાવા સફારી પાર્ક અને ઇન્ડિયન વેટરિનરી રિસર્સ ઇન્સ્ટિટ્યૂટ)નાં તજજ્ઞોએ પણ મુલાકાત લીધી હતી.
  સેફઇ લાયન સફારી (ઇટાવા)થી ગીર જગંલની મુલાકાત લેનારા એક અધિકારી આર.બી ઉત્તમે ન્યૂઝ18ને જણાવ્યું કે, તપાસમાં એવું જાણવા મળ્યુ કે, આ સિંહોનાં મોત કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી થયા હતા. સેફઇમાં લાયન સફારી પાર્કમાં રહેલા સિંહો પણ આ જ વાયરસથી મૃત્યુ પામ્યા હતા. વાયરસથી બચાવવા માટે રસી છે પણ તે જંગલમાં વિચરતા સિંહોને આ રસીથી જીવાડી શકાતા નથી.”

  અત્રે એ ઉલ્લેખનીય છે કે, કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસથી સિંહો મૃત્યુ પામ્યા છે એ જાણ્યા પછી ધારી વિસ્તારમાં, જંગલની આસપાસનાં વિસ્તારોમાં વન વિભાગ અને રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુઓ અને કૂતરાઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતું.

  સિંહોના મૃત્યુ બાદ સરકારને બ્રહ્મજ્ઞાન લાધ્યું: IFS નાલા, પ્રદિપસિંઘને પાછા ગીરમાં મૂક્યાં

  જે સ્થળે 23 સિંહો મૃત્યુ પામ્યા હતા તેનાથી નજીક આવેલા સેમરડી વિસ્તારમાંથી 31 સિંહોને પહેલા જામવાળા રેસ્કયુ સેન્ટર ખાતે ખસેડાયા હતા અને ત્યાંથી સિંહોને દેવળિયા સફારી પાર્કમાં ખસેડવામાં આવ્યા છે. હાલ, આ સિંહો દેવળિયા સફારી પાર્કમાં રાખવામાં આવ્યા છે. વન વિભાગે કહ્યુ કે, આ સિંહોની તબિયત સારી છે. પણ સાવચેતીના ભાગરૂપે રાખવામાં આવ્યા છે.

  ગીરમાં દેવળીયા સફારી પાર્કમાં સિંહે હુમલો કરતા એક કર્મચારીનું મોત
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Gir Forest, Gir Lion, Gujarat Forests, Wildlife

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन