Home /News /national-international /Budget 2023: જેલમાં બંધ કેદીઓ માટે બજેટમાં મળી મોટી રાહત, દંડ પણ સરકાર ભરશે

Budget 2023: જેલમાં બંધ કેદીઓ માટે બજેટમાં મળી મોટી રાહત, દંડ પણ સરકાર ભરશે

union budget 2023

સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું છે કે, જેલોમાં બંધ એવા ગરીબ કેદીઓને આર્થિક સહાયતા આપવામાં આવશે, જે દંડ અથવા જામીનની રકમ પણ ભરી શકતા નથી.

Budget 2023: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે મોદી સરકારનું અંતિમ પૂર્ણ કદનું બજેટ રજૂ કરી દીધું છે. સીતારમણે કેદીઓને મદદ કરવાની વાત કરી છે. સીતારમણે બજેટ ભાષણમાં જણાવ્યું છે કે, જેલોમાં બંધ એવા ગરીબ કેદીઓને આર્થિક સહાયતા આપવામાં આવશે, જે દંડ અથવા જામીનની રકમ પણ ભરી શકતા નથી.

આ પણ વાંચો: Health Budget 2023: હેલ્થ સેક્ટરમાં થઈ મોટી જાહેરાત, 2047 સુધીમાં આ બિમારીને ખતમ કરશે સરકાર

તેમણે કહ્યું કે, એવા કેદી જે ગરીબ છે અને દંડ અથવા જામીન પણ ભરી શકતા નથી. તેમને આર્થિક મદદ કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ ગત વર્ષે એક કાર્યક્રમમાં કહ્યું કે, વિચારાધીન કેદીઓે સાથે જોડાયેલ મામલાને પ્રાથમિકતા આપવામાં આવશે.

ટેક્સ સ્લૈબમાં ફેરફાર


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) લાંબા સમય બાદ આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારો કર્યા છે. વર્ષ 2014 પછી પ્રથમ વખત ટેક્સ એગ્ઝેમ્પશન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. હવે તેને 2.50 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે. તેમજ આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય ટેક્સ સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે. જોકે, આ રાહત નવી ટેક્સ સિસ્ટમ હેઠળ જ આપવામાં આવી છે. જૂની કર પ્રણાલીમાં કોઈ ફેરફાર નથી, પરંતુ મૂળભૂત મુક્તિ મર્યાદા રૂ. 2.5 લાખથી વધીને રૂ. 3 લાખ થઈ છે.
First published:

Tags: Budget 2023

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો