Home /News /national-international /Union Budget 2022: બજેટ પર પીએમ મોદીએ કહ્યું- દરેક ક્ષેત્રએ કર્યું બજેટનું સ્વાગત, જનતા જનાર્દનની સેવાનો ઉત્સાહ વધ્યો

Union Budget 2022: બજેટ પર પીએમ મોદીએ કહ્યું- દરેક ક્ષેત્રએ કર્યું બજેટનું સ્વાગત, જનતા જનાર્દનની સેવાનો ઉત્સાહ વધ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

Union Budget 2022 LIVE - દેશમાં પ્રથમ વખત એવું થઇ રહ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરની સાથે નોર્થ ઇસ્ટ રાજ્યો માટે પર્વતમાલા સ્કીમની શરૂઆત થઇ રહી છે - પીએમ મોદી

  નવી દિલ્હી : બજેટ (Budget 2022-23) પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)કહ્યું કે દેશમાં પ્રથમ વખત એવું થઇ રહ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરની સાથે નોર્થ ઇસ્ટ રાજ્યો માટે પર્વતમાલા સ્કીમની શરૂઆત થઇ રહી છે. તેનાથી આ રાજ્યોમાં મોર્ડન ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, કનેક્ટિવિટીનું આધારભૂત સ્ટ્રક્ચર બનશે અને સીમાવર્તી ગામ સુદ્રઢ બનશે.

  પીએમ મોદીએ કહ્યું કે ગંગા કિનારે નેચુરલ ફોર્મિંગને વધારવામાં આવશે. એમએસપી ખરીદના માધ્યમથી ખેડૂતોના ખાતામાં સવા બે લાખ રૂપિયાથી વધારે ટ્રાન્સફરની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે.

  પીએમ મોદીએ કહ્યું કે બુધવારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યક્રમમાં બજેટ પર પોતાની વાત રાખીશ અને તેમાં બજેટ સંબંધિત બીજી વાતો પર પોતાની વાત રાખીશ. તેમણે કહ્યું કે આ બજેટનું દરેક ક્ષેત્રએ સ્વાગત કર્યું છે, આ બજેટમાં ગામ-ગામ સુધી ઇન્ટરનેટ પહોંચાડવામાં મદદ મળશે.

  ગૃહ મંત્રી અમિત શાહે બજેટને દૂરદર્શી ગણાવ્યું હતું અને દાવો કર્યો કે આ ભારતની અર્થવ્યવસ્થાનું સ્કેલ બદલનાર સાબિત થશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિત્ત મંત્રી નિર્મલા સીતારમણની પ્રશંસા કરતા કહ્યું કે આ બજેટ ભારતને આત્મનિર્ભર બનાવવાની સાથે સ્વતંત્રતાના 100માં વર્ષના નવા ભારતના પાયો નાખશે.

  બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારનું ઝીરો સમ બજેટ ગણાવ્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે, મોદી સરકારનું ઝીરો સમ બજેટ છે. સેલરી ક્લાસ, ગરીબ અને વંચિત, યુવા, ખેડૂત અને MSMEને કશું મળ્યું નહીં.

  આ પણ વાંચો - Budget 2022: FM સીતારમણે કરી મોટી જાહેરાત, હવે E-Passport ઈશ્યૂ કરાશે

  Income Tax Slabs: Budget 2022માં ઇન્કમ ટેક્સ દરોમાં ફેરફાર નહીં

  નાણી મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. બજેટમાં નાણામંત્રીએ મહત્ત્વની જાહેરાતો કરી હતી. ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax slab) અંગે જાહેરાત કરતા નાણા મંત્રીએ કહ્યુ કે, હવે દંડ ભરીને કરદાતા પાછલા બે વર્ષનું રિટર્ન ફાઈલ (Income Tax Return) કરી શકશે. એટલે કે આઈટી રિટર્ન (Update ITR) અપડેટ કરવા માટે કરદાતાને મોકો આપવામાં આવશે. આ ઉપરાંત ઇન્કમ ટેક્સના નિયમોમો સુધારો કરવાની જાહેરાત પણ નાણા મંત્રી તરફથી કરવામાં આવી છે. દિવ્યાંગો માટે પણ ટેક્સમાં રાહતનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ સાથે જ નાણા મંત્રીએ ઇન્મક ટેક્સ સ્લેબ (No changes in Income tax slabs)માં કોઈ ફેરફાર કર્યો નથી. નવી કર વ્યવસ્થા પ્રમાણે જે કોઈ કરદારા પોતાની આવક જોડવાનું ભૂલી જાય છે તો તેને પોતાનું રિટર્ન અપડેટ કરવા માટે બે વર્ષનો સમય મળશે.

  નાણા મંત્રીની મહત્ત્વની જાહેરાતો

  1) નાણા મંત્રીના બજેટ ભાષણ પ્રમાણે 60 લાખ યુવાઓને નોકરી આપવામાં આવશે.

  2) આગામી ત્રણ વર્ષમાં 400 નવી પેઢીની 'વંદે ભારત ટ્રેન' દોડાવવામાં આવશે.

  3) ત્રણ વર્ષ દરમિયાન 100 PM ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસિત કરવામાં આવશે.

  4) 1.5 પોસ્ટ ઓફિસને કોર બેન્કિંગના દાયરામાં લાવવામાં આવશે. એટલે કે હવે પોસ્ટ ઓફિસમાં પણ ઑનલાઇન ટ્રાન્સફર શક્ય બનશે.

  આ પણ વાંચો - Agriculture Budget 2022 : ખેતીનો સામાન થશે સસ્તો, જાણો ખેડૂતો માટેની મોટી જાહેરાતો

  5) વર્ષ 2022-23ના વર્ષમાં 80 લાખ નવા અફોર્ડેબલ ઘરોનું નિર્માણ કરવામાં આવશે. 48,000 કરોડ રૂપિયાની ફાળવણી.

  6) દેશમાં એક ડિજિટલ યુનિવર્સિટી બનાવવામાં આવશે.

  7) 25 હજાર કિલોમીટરનો નેશનલ હાઈવે 20,000 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવશે.

  8) દેશની પાંચ મોટી નદીઓને જોડવા માટે જળ સંસાધન વિકાસ મંત્રાલયની મદદથી કામ કરવામાં આવશે.

  9) દેશના 75 જિલ્લામાં ડિજિટલ બેન્કિંગ સેવાની શરૂઆત કરવામાં આવશે.

  10) 2022-23ના વર્ષમાં ઈ-પાસપોર્ટ આવશે. આ પાસપોર્ટમાં સુરક્ષાને લઈને આધુનિક ફીચર હશે. E-Passport પાસપોર્ટમાં રેગ્યુલપાસપોર્ટનું ડિજિટલ ચીપવાળું સ્વરૂપ હશે. આ પાસપોર્ટમાં એક ચીપ લાગેલી હશે જેના કારણે ડેટા સિક્યોરિટીમાં મદદ મળશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Budget 2022, પીએમ નરેન્દ્ર મોદી, બજેટ

  विज्ञापन
  विज्ञापन