Home /News /national-international /

Budget 2021ની જાહેરાત પહેલા જાણી લો કેવા હતા મોદી સરકારના પાછલા 8 બજેટ

Budget 2021ની જાહેરાત પહેલા જાણી લો કેવા હતા મોદી સરકારના પાછલા 8 બજેટ

બજેટ દિવસની ફાઈલ તસવીર

સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલય, નોટબંધી, જીએસટી આ ઉપરાંત કોર્પોરેટ ટેક્સ રેટ્સમાં ઘટાડો પણ બજેટ ભાષણની બહાર થયા છે. દર વર્ષે બજેટમાં એવો કોઈ જ નિર્ણય લીધો નથી.

    નવી દિલ્હીઃ આવતી કાલ એટલે કે પહેલી ફેબ્રુઆરી 2021ના દિવસ મોદી સરકારના સામાન્ય બજેટ 2021 (Union Budget 2021) જાહેર થવા જઈ રહ્યું છે. સામાન્ય લોકોથી લઈને વેપારી વર્ગ સહિતના તમામ લોકો આ બજેટ ઉપર મીટ માંડીને બેઠા છે. નાણાંકિય વર્ષ 2014 (FY14)થી લઈને અત્યાર સુધી મોદી સરકારે (Modi Government) આઠ બજેટ રજૂ કર્યા છે.

    આ બજેટમાં ત્રણ નાણાંમંત્રી અરુણ જેટલી, પીયુષ ગોયલ અને નિર્મલા સીતારમણ (FM nirmala sitharaman) દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી રજૂ કરવામાં આવેલા 8 બજેટોમાં કોઈ પણ વાર્ષીક બજાટે ગ્રેડ ઈકોનોમિક પોલિસી સ્ટેટમેન્ટના (grand economic policy statements) રૂપમાં સામે આવ્યા નથી. સરકારની મોટી યોજનાઓને બજેટ ભાષણની બહાર જ લાગુ કરવામાં આવી હતી.

    બજેટની બહાર આ યોજનાઓની થઈ જાહેરાત
    ઉલ્લેખીય છે કે જનધન યોજના, આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી આવાસ જેવી યોજનાઓને પણ બજેટમાં નિર્ધારિત કરવામાં આવી નથી. આ ઉપરાંત સાર્વજનિક ક્ષેત્રની બેંકોના વિલય, નોટબંધી, જીએસટી આ ઉપરાંત કોર્પોરેટ ટેક્સ રેટ્સમાં ઘટાડો પણ બજેટ ભાષણની બહાર થયા છે. દર વર્ષે બજેટમાં એવો કોઈ જ નિર્ણય લીધો નથી. બજેટ સ્પીચમાં ફાઈનાન્સિયલ ઇમ્પ્લીકેશન્સને પણ સામે કરવામાં આવ્યું નથી.

    આ પણ વાંચોઃ-

    કેવું હશે આ વખતનું બજેટ?
    ઉલ્લેખનીય છે કે છેલ્લા વર્ષે સીઆઈઆઈ (CII) કાર્યક્રમમાં, સીતારમણે કહ્યું હતું કે, આ વખતે એવું બજેટ રજૂ કરશે જે પહેલા ક્યારે નહી રજૂ થયું નહીં હોય. આ બજેટમાં બધાની આશાઓ ઉપર વિચાર કરવામાં આવશે. વડાપ્રધાન મોદી બજેટ ભાષણોના માધ્યમથી પોતાની આર્થિક નીતિઓને સ્થાપિત નહીં કરતા પરંતુ બજેટમાં ફિસ્કલ અર્થમેટિક ફાઈન ટ્યૂનિંગ કરી નિયમોની જાણકારી આપવાનો પર્યત્ન કરે છે.

    2020માં રજૂ કર્યા 4-5 મિની બજેટ
    નાણાં મંત્રીએ 2020માં પોતાના છેલ્લા બજે બાદ ઓછામાં ઓછી ચાર નીતિગત જાહેરા પ્રસ્તુત કરી છે. કોરોના કાળમાં આપવામાં આવેલા રાહત પેકેજમાં પીએમ મોદીએ ખુદ મિની બજેટ કહ્યું હતું. આ ક્રમને આગળ વધારતા આ સીરિઝનું પાંચમું બજેટ હશે. આ પોતાનામાં એક રેકોર્ડ છે. કોરોના કાળમાં નાણાંમંત્રીએ કૃષિ, શ્રમ, એમએસએમઆઈમાં સુધારા માટે અનેક મોટી જાહેરાત કરી હતી. આ મીની બજેટો બાદ નિયામક ક્ષેત્રોમાં ફેરફાર જોવા મળ્યા છે.



    2020 નાણાંમંત્રી માટે કંઈક અલગ પ્રકારના પ્રયાસોથી ભરેલું રહ્યું છે. આ વર્ષે અનેક રાહત પેકેજથી લઈને ફાઈનાન્સિયલ પ્લાનિક કરવામાં આવી છે. જેનાથી બધા લોકો કોરોના કાળમાં પોતાનો ખર્ચો ચલાવી શકે.
    Published by:ankit patel
    First published:

    Tags: Union budget, Union Budget 2021

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन