Home /News /national-international /Union Budget 2021: અખિલેશ યાદવનો બજેટ 2021 ઉપર કટાક્ષ, ખેડૂતો અને યુવાનો માટે શું વ્યવસ્થા?

Union Budget 2021: અખિલેશ યાદવનો બજેટ 2021 ઉપર કટાક્ષ, ખેડૂતો અને યુવાનો માટે શું વ્યવસ્થા?

ફાઈલ તસવીર

બીજેપી હંમેશા કહેતી હતી કે આવક બમણી કરશે, શું આ બજેટમાં ખેડૂતોની આવક બે ગણી થઈ રહી છે? આપણા યુવકો જે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે કામ, રોજગાર માટે આ બજેટમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે. શું તેમને રોજગાર મળશે?

લખનૌઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Modi) આગેવાનીવાળી એનડીએ સરકારનો નાણાંકિય 2021-22ના બજેટ 2021 (Budget 2021) રજૂ કર્યું છે. બજેટ બાદ સત્તા પક્ષ અને વિપક્ષની પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ વચ્ચે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે (Akhilesh Yadav) બજેટ 2021 ઉપર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ બજેટે એ બધા પ્રદર્શનકારી ખેડૂતોને શું આપ્યું? બીજેપી હંમેશા કહેતી હતી કે આવક બમણી કરશે, શું આ બજેટમાં ખેડૂતોની આવક બે ગણી થઈ રહી છે? આપણા યુવકો જે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે કામ, રોજગાર માટે આ બજેટમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે. શું તેમને રોજગાર મળશે?

ઉલ્લેખનીય છે કે નાણાંમંત્રી નિર્મલા સિતારમને 2021-22 માટે કૃષિ બજેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. નવા નાણાંકિય વર્ષમાં આ સેક્ટરમાં બજેટને 1.5 લાખ કરોડ રૂપિયા વધારવામાં આવ્યું છે. ત્યારબાદ હવે 16.5 લાખ કરોડે પહોંચ્યું છે. ચાલુ નાણાંકિય વર્ષમાં 15 લાખ કરોડ રૂપિયા હતું.

આ પણ વાંચોઃ-

આ ઉપરાંત સામાન્ય લોકો માટે સસ્તા ઘર ઉપર વ્યાજ સીમા છૂટને એક વર્ષ માટે વધારવામાં આવી છે. એફોર્ડેબલ હાઉસિંગ અને રેન્ટલ હાઉસિંગને જુલાઈ 2019માં 1.5 લાખની વ્યાજ છૂટમાં રાહત આપી છે. આવી સ્થિતિમાં જો તમે ઘર ખરીદી રહ્યા છો તો માર્ચ 2022 સુધી લોન લો છો તો આ છૂટનો લાભ મળી શકે છે.

આ પણ વાંચોઃ-

અખિલેશે કરી હતી ભલામણ
આ પહેલા સપા પ્રમુખ અખિલેશ યાદવે બજેટ પહેલા ટ્વીટ કરતા લખ્યું હતું કે, 'ભાજપા સરકારને એટલી જ ભલામણ છે કે આ વખતે બજેટમાં દેશની એક્તા, સામાજિક સૌહાર્દ, ખેડૂત-મજૂરના સમ્માન, મહિલા યુવાનો અને અભિવ્યક્તિની આઝાદીની પુનસ્થાપના માટે કેટલીક જોગવાઈ કરે કારણ કે ભાજપાની વિઘટનકારી નીતિઓથી આ સૌથી વધારે ખંડિત થઈ છે. દેશહિતમાં જારી!'

PMએ કહી આ વાત બજેટ પૂરું થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM modi speech after budget) બજેટ 2021ને આવકાર્યું હતું. અને કહ્યું હતું કે, આજનું બજેટ ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્ષ 2021નું બજેટ અસાધારણ પરિસ્થિતિઓ વચ્ચે રજૂ કરવામાં આવ્યું છે. અને આમા યથાર્થનો અહેસાસ છે. અને ભારત વિકાસનો વિશ્વાસ પણ છે.
" isDesktop="true" id="1068636" >



મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિકાસના નવા અવસરોને વધારવા, આપણા યુવાનો મોટા નવા ઉદ્ધઘાટન, માનવ સંસાધનો માટે એક નવા ઉચ્ચ સ્તર, પાયાના માળખા માટે નવા ક્ષેત્રોને વિકસિત કરવા અને ટેક્નોલોજી તરફ ચાલવા અને આ બજેટમાં નવો સુધારો લાવવાનો દ્રષ્ટી કોણ મળ્યો છે.
First published:

Tags: Budget 2021, Budget News, FM Nirmala sitharaman, Modi Government Budget, Railway budget 2021, Union budet 2021, કેન્દ્રીય બજેટ 2021, નીર્મલા સીતારમણ, પીએમ મોદી, બજેટ 2021, બજેટ ન્યૂઝ, રેલવે બજેટ 2021

विज्ञापन