Home /News /national-international /

Budget 2021 ઉપર બોલ્યા રાહુલઃ સરકાર લોકોના હાથમાં રૂપિયા આપવા અંગે ભૂલી ગઈ

Budget 2021 ઉપર બોલ્યા રાહુલઃ સરકાર લોકોના હાથમાં રૂપિયા આપવા અંગે ભૂલી ગઈ

રાહુલ ગાંધીની ફાઈલ તસવીર

તેમણે ટ્વીટ કર્યું હતું કે, 'સરકાર લોકોના હાથમાં પૈસા આપવા અંગે ભૂલી ગઈ છે. મોદી સરકારની યોજના ભારતની સંપત્તિઓને પોતાના પૂંજીપતિ મિત્રોને સોંપવાની છે.'

    નવી દિલ્હીઃ સોમવારે નાણાંમંત્રી નિર્મલા સિતારમણ ( FM nirmala sitharaman ) દ્વારા બજેટ 2021 (budget 2021) રજૂ કરાયા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ (Rahul gandhi) આરોપ લગાવ્યો હતો કે સરકારની યોજનાઓ ભારતની સંપત્તિઓને પોતાના પૂંજીપતિ મિત્રોને સોંપવાની છે. તેમણે ટ્વીટ (tweet) કર્યું હતું કે, 'સરકાર લોકોના હાથમાં પૈસા આપવા અંગે ભૂલી ગઈ છે. મોદી સરકારની યોજના ભારતની સંપત્તિઓને પોતાના પૂંજીપતિ મિત્રોને સોંપવાની છે.'

    કોંગ્રેસ નેતાએ બજેટ રજૂ થયા પહેલા કહ્યું હતું કે બજેટમાં નાના અને મધ્યમ વેપારીઓની મદદ કરવાની સાથે સ્વાસ્થ્ય અને રક્ષા ખર્ચને વધારો કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, બજેટ 2021માં એમએસેએમઈ, ખેડૂતો અને કામદારોની મદદ કરવી જોઈએ જેથી કરીને રોજગારનું સર્જન થઈ શકે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે લોકોના જીવન બચાવવા માટે સ્વાસ્થ્ય ક્ષેત્ર ઉપર ખર્ચ વધારવામાં આવે. સીમાઓની સુરક્ષા માટે રક્ષા ખર્ચમાં વધારો થાય.

    નાણામંત્રી નિર્મલા સિતારમણે સોમવારે બજેટ રજૂ કર્યું હતું. જેમાં સરકારે દેશના માળખાકીય અવસંરચનાના સર્જન માટે આર્થિક વૃદ્ધિને ગતી આપવા માટે નાણાંકિય વર્ષ 2021-22માં પૂંજીગત વ્યયને 34.5 ટકા વધારીને 5.5 લાખ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.

    આ પણ વાંચોઃ-

    સાર્વજનિક ક્ષેત્રમાં ઉપક્રમો તથા નાણાંકિય સંસ્થાઓમાં ભાગીદારી વેચાણથી નાણાંકિય 2021-22માં 1.75 લાખ કરોડ રૂપિયા એકઠાં કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયા માટે 35,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.

    આ પણ વાંચોઃ-

    સીતારમણે ટેબલેટથી વાંચ્યું બજેટ
    નાણામંત્રી નિર્મલા સીતારમણે લીક છોડતા આ વખતે સામાન્ય બજેટ કાગળોના બદલે ટેબલેટમાંથી બજેટ વાંચ્યું હતું. સીતારમણ 2021-22નું બજેટ રજૂ કરતા સમયે સત્તા પક્ષની બીજી કતારમાં રહ્યા હતા. આ વખતે બજેટ કાગળ ઉપર પ્રિન્ટ થયું નથી. બજેટ દસ્તાવેજ દરેક સાંસદો સહતિ સામાન્ય જતનાને ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.



    બજેટ રજૂ કરતા સમયે ત્રણ સાંસદોએ નોંધાવ્યો વિરોધ
    નાણામંત્રી બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ, આમ આદમી પાર્ટીના ભગવંત માન અને રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના હનુમાન બેનીવાલે ત્રણ કૃષિ કાયાદને લઈને વિરોધ નોંધાવ્યો હતો. તેમના હાથમાં તખ્તી હતી જેમાં લખ્યું હતું કે કેન્દ્ર સરકાર ત્રણ કાયદાઓ પાછા લે.
    Published by:ankit patel
    First published:

    Tags: Budget 2021, Budget News, FM Nirmala sitharaman, Modi Government Budget, Railway budget 2021, Union budet 2021, કેન્દ્રીય બજેટ 2021, નીર્મલા સીતારમણ, બજેટ 2021, બજેટ ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन