Home /News /national-international /Budget 2021 : PM મોદીએ કહ્યું 'આજનું બજેટ ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે'

Budget 2021 : PM મોદીએ કહ્યું 'આજનું બજેટ ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે'

મોદીની ફાઈલ તસવીર

વર્ષ 2021નું બજેટ અસાધારણ પરિસ્થિતિઓ વચ્ચે રજૂ કરવામાં આવ્યું છે. અને આમા યથાર્થનો અહેસાસ છે. અને ભારત વિકાસનો વિશ્વાસ પણ છે.

નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આજે કોરોના કાળ (Corona Pandemic) બાદનું પહેલું  બજેટ 2021 (Union Budget 2021) રજૂ કરી દીધું છે. કોરોના કાળમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં તેઓએ દેશને આર્થક ગતિ (Indian Economy) આપવા માટે અનેક પ્રકારની જોગવાઈઓ રાખી છે. બજેટ પૂરું થયા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM modi speech after budget) બજેટ 2021ને આવકાર્યું હતું. અને કહ્યું હતું કે, આજનું બજેટ ભારતના આત્મવિશ્વાસને ઉજાગર કરનારું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે વર્ષ 2021નું બજેટ અસાધારણ પરિસ્થિતિઓ વચ્ચે રજૂ કરવામાં આવ્યું છે. અને આમા યથાર્થનો અહેસાસ છે. અને ભારત વિકાસનો વિશ્વાસ પણ છે.

મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિકાસના નવા અવસરોને વધારવા, આપણા યુવાનો મોટા નવા ઉદ્ધઘાટન, માનવ સંસાધનો માટે એક નવા ઉચ્ચ સ્તર, પાયાના માળખા માટે નવા ક્ષેત્રોને વિકસિત કરવા અને ટેક્નોલોજી તરફ ચાલવા અને આ બજેટમાં નવો સુધારો લાવવાનો દ્રષ્ટી કોણ મળ્યો છે.

આ પણ વાંચોઃ-

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ બજેટ વ્યક્તિઓ, રોકાણકારો, ઉદ્યોગ અને માળખાકીય ઢાંચા ક્ષેત્ર માટે અનેક સકારાત્મક બદલાવ લાવશે. હું નાણાંમંત્રી નિર્મલા જી અને તેમની ટીમને આ બજેટ માટે શુભેચ્છા પાઠવું છું.

આ પણ વાંચોઃ-

પીએમ મોદીએ કહ્યું કે રાજકોષીય સ્થિરતાની સાથે તાલમેલ બેસાડતા આ બજેટનો આકાર વધારવા ઉપર ભાર મૂક્યો છે. નાકરિકો ઉપર દબાણ નહીં નાંખ્યું. અમારી સરકારે હંમેશા બજેટને પારદર્શી રાખવાની કોશિશ કરી છે.
" isDesktop="true" id="1068624" >



પીએમ મોદીએ કહ્યું કે નિયમો અને પ્રક્રિયાઓને સરળ બનાવીને સામાન્ય લોકોના જીવનમાં ઈઝ ઓફ લિવિંગને વધારવા ઉપર આ બજેટમાં ભાર આપ્યો છે. બજેટ Individuals, Industry, રોકાણકારો અને સાથે જ ઈફ્રાસ્ટ્રક્ટર સેક્ટરમાં વધારે સકારાત્મક બદલાવ લાવશે.
First published:

Tags: Budget 2021, Budget News, FM Nirmala sitharaman, Modi Government Budget, Railway budget 2021, Union budet 2021, કેન્દ્રીય બજેટ 2021, નીર્મલા સીતારમણ, પીએમ મોદી, બજેટ 2021, બજેટ ન્યૂઝ, રેલવે બજેટ 2021

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો