EXCLUSIVE: PNB કૌભાંડમાં અનેક બેંકો સામેલ, ગેરંટી વગર નીરવ મોદીને મળી હતી લોન

News18 Gujarati
Updated: February 15, 2018, 4:12 PM IST
EXCLUSIVE: PNB કૌભાંડમાં અનેક બેંકો સામેલ, ગેરંટી વગર નીરવ મોદીને મળી હતી લોન
હાલમાં ઇડીની ટીમ નીરવ મોદીના ઘર અને શોરૂમ અને ઓફિસમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે.

હાલમાં ઇડીની ટીમ નીરવ મોદીના ઘર અને શોરૂમ અને ઓફિસમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે.

  • Share this:
પીએનબી કૌભાંડ મામલે અનેક જાણકારી સામે આવી રહી છે. ઈડીના સૂત્રોએ CNBC-TV18ને જણાવ્યું હતું કે, અનધિકૃત ટ્રાન્ઝેક્શનના આ કેસમાં પંજાબ નેશનલ બેંક સિવાય અન્ય બેંકો પણ સામેલ છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે આ કૌભાંડમાં યૂનિયન બેંક, એક્સિસ બેંક, અલાહાબાદ બેંક અને અનેક ઓવરસીસ બેંકો સામેલ છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે આ કૌભાંડ ફક્ત 11 હજાર કરોડ સુધી સિમિત નથી પરંતુ આ કૌભાંડની રકમનો આંકડો ખૂબ મોટો છે. નાણા મંત્રીએ આ અંગે ઈડી પાસેથી રિપોર્ટ માંગ્યો છે.

ઈડીના સૂત્રોએ CNBC-TV18ને જણાવ્યું હતું કે, યૂનિયન બેંકે 2300 કરોડ અને અલાહાબાદ બેંકે 2000 કરોડની લોન આપી છે. નીરવ મોદી અને તેના સહાયકોને આ લોન આપવામાં આવી છે. એવું પણ સામે આવ્યું છે કે નીરવ મોદીએ અનેક શેલ કંપનીઓ દ્વારા આ લોની લીધી છે.

સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, પીએનબીએ કોઈ પણ ગેરંટી વગર નીરવ મોદીને લોન આપી હતી. બેંકના અનેક અધિકારીઓ નીરવ મોદીના સહાયકોના સંપર્કમાં હતા.

નીરવ મોદીના ઘર અને ઓફિસ પર દરોડા

હાલમાં ઇડીની ટીમ નીરવ મોદીના ઘર અને શોરૂમ અને ઓફિસમાં સર્ચ અભિયાન ચલાવી રહી છે. ઈડી વિવિધ દસ્તાવેજોની તપાસ કરી રહી છે.

નીરવ મોદીના 12 ઠેકાણે દરોડાપંજાબ નેશનલ બેંક (PNB)માં આશરે 1.77 અબજ ડોલર એટલે કે 11,330 કરોડ રૂપિયાના ગોટાળામાં આરોપી રહેલા નીરવ મોદીના 12 ઠેકાણા પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા કર્યા છે.

મુંબઈ સ્થિત તેમના ઘરે પણ ઈડીની ટીમ પહોંચી ગઈ છે. નીરવ મોદીના ઘર અને ઓફિસમાં તપાસ ચાલી રહી છે. ઇડીએ નીરવ મોદી વિરુદ્ધ મની લોન્ડ્રિંગ અને 280 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

હાલમાં ઇડીની ટીમ નીરવ મોદીના ઘર, શોરૂમ્સ અને ઓફિસમાં તપાસ કરી રહી છે. ટીમ વિવિધ ડોક્યુમેન્ટ્સની તપાસ કરી રહી છે. ઈડીએ આ કેસ મહિનાની શરૂઆતમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટના આધારે દાખલ કર્યો છે.

કોણ છે નીરવ મોદી?

આ કૌભાંડના આરોપી 48 વર્ષીય મોદી પ્રસુદ્ધ હીરા વેપારી છે. અમેરિકાની વિખ્યાત વાર્ટન સ્કૂલના ડ્રોપઆઉટ મોદીની જ્વેલરી બ્રાન્ડ એટલી પ્રસિદ્ધ છે કે તેના બળે ફોર્બ્સના ભારતીય ધનપતિઓની 2017ની યાદીમાં તેઓ 84માં નંબર પર પહોંચી ગયા હતા. તેઓ 1.73 અબજ ડોલર એટલે કે 110 અબજ રૂપિયાના માલિક છે. તેની કંપનીની આવક 2.3 અબજ ડોલર એટલે કે લગભગ 149 અબજ રૂપિયા છે.

આ પણ વાંચોઃ
First published: February 15, 2018
વધુ વાંચો
अगली ख़बर