CAAની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોચ્યું સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ, ભારતે વાંધો ઉઠાવ્યો

News18 Gujarati
Updated: March 3, 2020, 1:38 PM IST
CAAની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોચ્યું સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ, ભારતે વાંધો ઉઠાવ્યો
UNHRCના આ પગલા પર ભારતના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ભારતનો આંતરિક મુદ્દો છે

UNHRCના આ પગલા પર ભારતના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ભારતનો આંતરિક મુદ્દો છે

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન અધિનિયમ ની વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર આયોગ (UNHRC)એ ભારતની સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ જાણકારી UNHRC હાઇ કમિશ્નરે ભારતને આપી છે. નોંધનીય છે કે UNHRCના હાઇ કમિશ્નરે સીએએની વિરુદ્ધ ભારતની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે અને ભારતને તેની જાણકારી આપી. UNHRCના આ પગલા પર વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ભારતનો આંતરિક મુદ્દો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, કોઈ પણ વિદેશી શક્તિની પાસે ભારતની સંપ્રભુતા સાથે સંબંધિત મુદ્દાઓ પર કોઈ નિયંત્રણ નથી.

આ સંબંધમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમાર (Raveesh Kumar)એ કહ્યું કે, જીનેવામાં અમારા સ્થાયી મિશનને કાલ સાંજે UNHRCના હાઇ કમિશ્નરે જણાવ્યું કે તેમના કાર્યાલયે 2019 નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના સંબંધમાં ભારતની સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે.

'આપણે સૌને આપણા સ્વતંત્ર ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ'

રવીશ કુમારે જણાવ્યું કે, નાગરકિતા સંશોધન અધિનિયમ ભારતનો આંતરિક મામલો છે અને કાયદો બનાવવા માટે ભારતીય સંસદનો સંપ્રભુ અધિકાર છે. અમે દૃઢતાથી માનીએ છીએ કે કોઈ પણ વિદેશી શક્તિની પાસે ભારતની સંપ્રભુતા સાથે સંબંધિત મુદ્દાઓ પર કોઈ નિયંત્રણ નથી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમે એ વાત પર અડગ છીએ કે સીએએ બંધારણીય રીતે માન્ય છે અને અમારા બંધારણીય મૂલ્યોની તમામ આવશ્યતાઓનું અનુપાલન કરે છે. આ ભારતના વિભાજનની ત્રાસદી બાદ ઊભા થયેલા માનવાધિકારોના મુદ્દાઓના સંબંધમાં અમારી લાંબા સમયથી ચાલી આવી રહેલી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું પરિણામ છે. તેઓએ કહ્યું કે ભારત એક લોકતાંત્રિક દેશ છે જ્યાં કાયદાનું શાસન છે. અમે સૌને પોતાના સ્વતંત્ર ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે.

આ પણ વાંચો, ભડકાઉ ભાષણના આરોપી કપિલ મિશ્રાને Y શ્રેણી સુરક્ષા, 24 કલાક તૈનાત રહેશે સુરક્ષાકર્મી
First published: March 3, 2020, 1:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading