અનહેપી મીલ : પૌત્ર માટે McDonaldમાંથી ફૂડ ખરીદતા યૂકેના વ્યક્તિને 2 લાખનો દંડ

પ્રતિકાત્મક તસવીર

ઇંગ્લેન્ડના લ્યુટનમાં રહેતા જ્હોન બેબેજ તેમના પૌત્ર ટાયલરને સ્થાનિક આઉટલેટમાં લઈ ગયા અને તેમણે મેકડોનાલ્ડ્સ તરફથી 2.79 ડોલરનું હેપી મીલ ખરીદ્યું હતું

 • Share this:
  McDonald મીલએ સામાન્ય રીતે હેપી મીલ હોય છે અને લોકો તે ખાવા માટે દૂર સુધી પણ જઈ શકે છે. પરંતુ યૂકેમાં એક દાદા માટે આઉટલેટમાંથી 'હેપી મીલ' અપેક્ષા કરતાં મોંઘું પડ્યું છે.

  ઇંગ્લેન્ડના લ્યુટનમાં રહેતા જ્હોન બેબેજ તેમના પૌત્ર ટાયલરને સ્થાનિક આઉટલેટમાં લઈ ગયા અને તેમણે મેકડોનાલ્ડ્સ તરફથી 2.79 ડોલરનું હેપી મીલ ખરીદ્યું હતું. પરંતુ બેબેજનો પૌત્ર પ્રત્યેનો પ્રેમ તેમને 2,800 ડોલરમાં (2 લાખ રૂપિયા)ના પાર્કિંગ દંડ પેટે ચૂકવવો પડ્યો. ઉલ્લેખનીય છે કે, તેઓ પોતાના પૌત્રની રાહ જોઈ રહ્યા હતા, જે નજીકમાં રમી રહ્યો હતો. 75 વર્ષના બેબેજ તેની કારમાં રાહ જોઇ રહ્યા હતા. જ્યારે તેનો પૌત્ર તેના મિત્રો સાથે રમી રહ્યો હતો.

  દંડ હાઇવ્યુ પાર્કીંગ દ્વારા જારી કરવામાં આવ્યો હતો, જે કાર પાર્ક ચલાવે છે. બેબેજે મીરરને કહ્યું કે તેમને કોઈ ખ્યાલ નથી કે તેમને દંડ કરવામાં આવ્યો છે કારણ કે તેણે એવો આરોપ લગાવ્યો હતો કે તેમને જારી કરાયેલા 4 પાઉન્ડનો દંડ અસ્તિત્વમાં નથી તે સરનામે મોકલવામાં આવ્યો હતો. જ્યારે કલેક્શન કંપની ડીસીબીએલના અધિકારીઓએ 400 પાઉન્ડ દંડને 1,651 પાઉન્ડ ચૂકવવા કહ્યું, ત્યારે બેબેજ અને તેની પત્ની લિબ્બીને આંચકો લાગ્યો હતો.

  આ પણ વાંચો - સોનું કે ફિક્સ ડિપોઝીટ : જાણો આ વર્ષે ક્યાં રોકાણ કરવાથી મળશે વધારે રિટર્ન

  અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ડીબીસીએલ અધિકારીઓ બેબેજનાં ઘરે ગયા તેના થોડા દિવસો પહેલા કંપની હાઈવ્યુ પાર્કીંગને કાઉન્ટિ કોર્ટનો ચુકાદો મળ્યો છે. આ કેસની સુનાવણી આવતા મહિને કોર્ટમાં થશે.

  McDonaldનું ભોજન અગાઉ પણ કોરોનાવાયરસ પ્રતિબંધને કારણે તેના પ્રેમીઓને મુશ્કેલીમાં મૂકી ચૂક્યું છે. ગત મહિને એક સ્ત્રી કે જેણે તેની બહેન સાથે ટુ-વ્હીલર પર 100 માઇલ ગઈ હતી, તેને ઉત્તર યોર્કશાયર પોલીસે 200 પાઉન્ડનો દંડ કર્યો હતો. પોલીસે જણાવ્યું છે કે માત્ર બર્ગર માટે લિંકનશાયરથી સ્કારબોરો સુધીની ત્રણ કાઉન્ટીઓમાંથી પ્રવાસ કરવો એ જરૂરી મુસાફરી તરીકે વર્ગીકૃત નથી.

  આવી જ પ્રકૃતિની બીજી ઘટનામાં યૂકેના એક વ્યક્તિએ જાન્યુઆરીના મધ્યમાં લોકડાઉનના નિયમો અંતર્ગત લ્યુટનથી ડેવીયસ સુધી 160 કિમીનું અંતર કાપ્યું છે, કારણ કે તેમના વિસ્તારમાં મેકડોનાલ્ડનું આઉટલેટ નથી. વિલ્ટશાયર પોલીસે તેમના ટ્વિટર હેન્ડલ પર આ ઘટના અંગેની પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે આ વ્યક્તિની ક્રિયાઓ લોકડાઉન નિયમનો 'ઉલ્લંઘન' છે અને તે વ્યક્તિને 200 ડોલરનો દંડ ફટકાર્યો છે.
  Published by:Ashish Goyal
  First published: