Home /News /national-international /

આંબેડકરના બીજા લગ્નને કેમ બ્રાહ્મણોનું કાવતરું માની રહ્યા હતા તેમના સમુદાયના લોકો?

આંબેડકરના બીજા લગ્નને કેમ બ્રાહ્મણોનું કાવતરું માની રહ્યા હતા તેમના સમુદાયના લોકો?

બાબાસાહેબના પહેલા લગ્ન 1906માં થયા હતા, ત્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા અને તેમના પહેલા લગ્ન રમાબાઈ સાથે થયા હતા

બાબાસાહેબના પહેલા લગ્ન 1906માં થયા હતા, ત્યારે તેઓ માત્ર 15 વર્ષના હતા અને તેમના પહેલા લગ્ન રમાબાઈ સાથે થયા હતા

  અનેકવાર સવાલ ઉઠાવવામાં આવે છે કે ડો. ભીમરાવ આંબેડકરે જ્યારે બીજા લગ્ન કર્યા તો એક બ્રાહ્મણ મહિલા સાથે કેમ કર્યા. તેની પર તેમના સમર્થકો ખૂબ જ નારાજ થઈ ગયા હતા. વિવાદ પણ થયો હતો. તેમના દીકરા અને પરિવારના નજીકના સભ્યોએ પણ આ લગ્નથી ખુશ નહોતા.

  વર્ષ 1947ની આસપાસ બાબાસાહેબ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરથી ખૂબ પરેશાન હતા. પગમાં તકલીફ વધવા લાગી હતી. સમસ્યા એ હદે વધી ગઈ કે તેમને ગંભીરતાથી સારવાર કરાવવાની સલાહ આપવામાં આવી. મુંબઈની ડોક્ટર સવિતાએ સારવાર શરૂ કરી. તેઓ પુણેના મરાઠી બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા. આવા બ્રાહ્મણ પરિવારથી, જેમને ચિતપાવન બ્રાહ્મણ કહેવામાં આવતા હતા, એટલે સૌથી ઊચ્ચ બ્રાહ્મણ. સવિતા અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતા. પુણેથી શરૂઆતનો અભ્યાસ કર્યા બાદ તેઓએ મુંબઈથી એમબીબીએસ કર્યું. સારવાર દરમિયાન તેઓ આંબેડકરની નજીક આવી ગયા. જોકે, બંનેની ઉંમરમાં અંતર હતું. જ્યારે લગ્ન થયા તો બ્રાહ્મણ ઉપરાંત દલિતોના મોટા વર્ગમાં ગુસ્સો હતો. આંબેડકરના દીકરા અને નજીકના સંબંધીઓ પણ આ લગ્નથી ખુશ નહોતા. સંબંધોમાં ખટાશ આજીવન રહ્યો.

  પહેલા લગ્ન નાની ઉંમરમાં

  બાબાસાહેબના પહેલા લગ્ન 1906માં થયા હતા. બાબાસાહેબ ત્યારે 15 વર્ષના હતા અને તેમના પહેલા લગ્ન રમાબાઈ સાથે થયા હતા. લગ્ન બાદ આંબેડકરનો અભ્યાસ ચાલુ રહ્યો. બેરિસ્ટરનો અભ્યા કરવા માટે તેઓ ઇંગ્લેન્ડ ગયા. પરત ફરી દલિતોના ઉત્થાનમાં જોડાઈ ગયા. પહેલી પત્નીથી પાંચ બાળકો થયા. માત્ર મોટા દીકરા યશવંતરાવ લાંબો સમય જીવીત રહ્યા. બાળકો વધુ ભણી પણ નહોતા શક્યા. યશવંતરાય પણ માત્ર મેટ્રિક સુધી જ ભણી શક્યા હતા. જોકે, બાદમાં યશવંતે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા બનાવી. ધારાસભ્ય પણ બન્યા. બાબાસાહેબ ઘણા વ્યસ્ત રહેતા હતા. પારિવારિક જવાબદારી અંગે વધુ ધ્યાન નહોતા આપી શકતા. લાંબી બીમારી બાદ રમાબાઈનું 1935માં નિધન થયું હતું. આગામી 13 વર્ષ સુધી બાબાસાહેબે વિવાહ વિશે વિચાર્યું પણ નહોતું.


  સારવાર દરમિયાન ડો. સવિતા સાથે નિકટતા અને લગ્ન

  1940ના દાયકાના અંતમાં તેઓ જ્યારે ભારતીય બંધારણ રચવામાં વ્યસ્ત હતા ત્યારે સ્વાસ્થ્યની જટિલતાઓની શરૂઆથ થઈ. ઊંઘ નહોતી આવતી. પગમાં ન્યૂરોપેથિક દુખાવો રહેવા લાગ્યો. ઇંસુલિન અને હોમિયોપેથિક દવાઓ કોઈ હદ સુધી રાહત આપતી હતી. સારવાર માટે તેઓ મુંબઈ ગયા. ડોક્ટરોએ સલાહ આપી કે તેમને હવે આવા જ સાથની જરૂર છે, જે પાક કલા ઉપરાંત મેડિકલ જ્ઞાનમાં પણ પારંગત હોય, જેથી તેમની કેર કરી શકે.

  જોકે, ડોક્ટર સવિતા ખૂબ જ સમર્પિત રીતે સારવાર કરી રહ્યા હતા જેથી તેઓ તેમના નિકટ પણ આવી ગયા હતા. નિકટતા એ હદે વધી કે તેઓએ સવિતાની સામે લગ્નનનો પ્રસ્તાવ મૂક્યો. તેઓ જ્યારે માની ગયા તો 1948માં દિલ્હી સ્થિત આંબેડકરના ઘરે બંનેના લગ્ન થયા.


  ત્યારબાદ અનેક પ્રકારની વાતો અને વિવાદ શરૂ થયા. અનેક વાતો કહેવામાં આવી. બ્રાહ્મણોએ આંબેડકરની દલિત રાજનીતિ અને વિચારધાર પર સવાલ ઊભા કર્યા. નારાજ દલિતોના એક વર્ગનું કહેવું હતું કે આનાથી ખરાબ તો કંઈ હોઈ જ ન શકે. શું બાબાસાહેબને લગ્ન કરવા માટે એક બ્રાહ્મણ સ્ત્રી જ મળી હતી. કેટલાકે કહ્યું કે આ બ્રાહ્મણોનું કાવતરું છે. કેટલાકે મજાક ઉડાવી. તેમના અનેક અનુયાયીઓનું માનવું હતું કે બાબાસાહેબ જે પણ કરે છે, સમજી વિચારીને કરે છે. બાબાસાહેબ વધુ વિચારનારા અને સમજદાર છે, જેથી તેમને યોગ્ય જ કર્યું હશે.

  પત્ની વિશે બાબાસાહેબના વિચાર

  વિવાદોને બાજુમાં મૂકીએ તો કોઈ આશંકા નથી કે ડોક્ટર સવિતા માઈએ (બાદમાં તેમને માઈ જ કહીને જ ઓળખવામાં આવતા હતા) પૂરી નિષ્ઠાથી અંતિમ સમય સુધી આંબેડકરનું ધ્યાન રાખ્યું. તેઓ તેમની સેવામાં લાગ્યા રહ્યા. ત્યાં સુધી કે આંબેડકર પોતે તેમના સમર્પણ અને સેવાના વખાણ કરતા હતા. જ્યારે તેઓએ પોતાના પુસ્તક ધ બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા લખ્યું તો પહેલીવાર કોઈ ભૂમિકા વગર પ્રકાશિત થયું. 15 માર્ચ 1956ના રોજ બાબાસાહેબે તેની ભૂમિકા ફરી લખી.

  આ પણ વાંચો, આવો રહ્યો આંબેડકરની જિંદગીનો છેલ્લો દિવસ, પહેલા જ થઈ ચૂક્યો હતો મોતનો અણસાર

  નવી ભૂમિકાની સાથે પુસ્તક ફરી પ્રકાશિત કરવાનું હતું. ભાવુક અંદાજમાં તેમાં લખ્યું કે કેવા પ્રકારની મદદ તેમને પત્નીથી મળી. આંબેડકરના નિધન બાદ નારાજ નજીકના સંબંધીઓ અને અનુયાયીઓએ પ્રકાશક પર દબાણ કર્યું કે આ ભૂમિકા હટાવવામાં આવે. આ રીતે તે ફીલિંગ્સ લોકોની સામે ન આવી શકી, જે તેઓએ પત્ની વિશે લખી હતી. આ વાત 1980માં સામે આવી. જ્યારે પંજાબી બૌદ્ધિસ્ટ લેખક ભગવાન દાસે તેમની આ ભૂમિકાને દુર્લભ ભૂમિકાના રૂપમાં પ્રકાશિત કરી.

  જોકે, નિધન બાદ આંબેડકરના દીકરા તથા નજીકના સંબંધીઓએ સવિતા માઈ પર તેમનું ધ્યાન ન રાખવાનો આરોપ પણ લગાવ્યો. તેમને આંબેડકર આંદોલનથી અલગ કરી દેવામાં આવ્યા. તેઓ હવે મોટાભાગે દિલ્હીમાં પોતાના મહરૌલીમાં આવેલા ફાર્મહાઉસમાં જ રહેતા હતા. બાદમાં યુવા રિપબ્લિકન નેતા રામદાસ આઠવલે અને ગંગાધર ગાડે ફરી આંબેડકર આંદોલનને મુખ્યધારામાં પરત લાવ્યા. જોકે, ઉંમર વધતાં તેઓ ફરી અલગ થઈ ગયા. તેઓએ આંબેડકર પર સંસ્મરણ 'બાબાસાહેબન્ચયા સહવાસત' લખ્યું. બાબાસાહેબ પર બનેલી ફિલ્મમાં યોગદાન આપ્યું. સવિતા માઈનું 2003માં 94 વર્ષની ઉંમરે મુંબઈની જેજે હોસ્પિટલમાં નિધન થયું.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Ambedkar Birth Anniversary, B. R. ambedkar, Baba sahib, Babasaheb Bhimrao Ambedkar, Bhimrao Ambedkar

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन