રેપ અને જાતિય હિંસાનું સંવેદનશીલ રિપોર્ટિંગ જરૂરી, કોમન માર્ગદર્શિકા જરૂરી: UNESCO અભ્યાસનું તારણ

પ્રતીકાત્મક તસવીર.

UNESCO Study: ન્યૂઝપેપર મોટાભાગે સહેરમાં થયેલા બળાત્કારનું કવરેજ (49%) કરે છે. જ્યારે ગ્રામ ક્ષેત્રમાં બનતા આવા બનાવોની નોંધ નથી લેવામાં આવતી. ગ્રામ્ય વિસ્તારોના ફક્ત 22 ટકા કેસની જ નોંધ લેવામાં આવે છે.

 • Share this:
  નવી દિલ્હી: યુનેક્સો (UNESCO) તરફથી તાજેતરમાં કરવામાં આવેલા અભ્યાસમાં એવી ભલામણ કરવામાં આવી છે કે, દેશમાં ન્યૂઝ ઇન્ડસ્ટ્રીઝના આગેવાનોએ બળાત્કાર કે જાતિય હિંસાઓ અંગે મીડિયા રિપોર્ટિંગ કે કવરેજ માટે એક ચાર્ટર બનાવવાની જરૂરિયાત છે. જેનાથી બળાત્કાર અને જાતિય હિંસાના કેસમાં જવાબદારી નક્કી કરી શકાય તેમજ આ નિયમોનું પાલન થાય છે કે નહીં તેનું ધ્યાન રાખી શકાય.

  યુનેસ્કો તરફથી આ અભ્યાસ બોર્નમાઉથ યુનિવર્સિટીના એસોશિએટ પ્રોફેસર ઑફ જર્નાલિઝમ ચીંદુ શ્રીધરન અને બોર્નમાઉથ યુનિવર્સિટીના મીડિયા એન્ડ કોમ્યુનિકેશન વિભાગના એક્ઝિક્યુટિવ ડીન અને ફેકલ્ટી Einar Thorsen તરફથી કરવામાં આવ્યો હતો. આ અભ્યાસના તારણો છ ભાષામાં પ્રકાશિત થતા 10 ન્યૂઝપેપર અને 14 ભાષાના મીડિયાના વિવિધ 257 પત્રકારોના ઇન્ટરવ્યૂના આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આ અભ્યાસમાં પત્રકારો નિયમિત પણે કરતા રિપોર્ટિંગમાં કઈ વાતો અનુસરે છે તેમજ તેમને આ માટે કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે વાત પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: સરહદ વિવાદ: મિઝોરમ પોલીસે આસામના સીએમ સામે ફરિયાદ નોંધી

  અભ્યાસમાં એક તારણ એવું પણ નીકળ્યું છે કે આખા દેશમાં મીડિયા રિપોર્ટિંગ કે કવરેજ માટે કોઈ સર્વ સામાન્ય ગાઈડલાઇન્સ ઉપલબ્ધ નથી. અભ્યાસમાં ભાગ લેનાર 13 ટકા લોકો પાસે લેખિતમાં કોઈ ગાઇડલાઇન હતી, જ્યારે 14 ટકા કેસમાં તો કોઈ ગાઇડલાઇન્સ જ ન હતી. અભ્યાસના તારણના ભાગરૂપે રાષ્ટ્રીય સ્તર પર એક ચાર્ટર બનાવવાની ભલામણ કરવામાં આવી છે.

  20 ટકા લોકો (પુરુષોની સંખ્યામાં મહિલાઓ વધારે)એ એવી પ્રતિક્રિયા આપી હતી કે તેણો માનસિક પીડા અનુભવી રહ્યા છે. જ્યારે 55 ટકા મહિલા પત્રકારોએ એવું કહ્યું હતું કે તેઓ કામના સ્થળોએ જાતિય સત્તામણીનો ભોગ બન્યા છે અથવા તેના સાક્ષી રહ્યા છે. અભ્યાસમાં એ વાત પણ સામે આવી છે કે, સમાચારો પ્રસિદ્ધ કરનારા જાતિય હિંસા અંગેના સમાચાર એવી રીતે પ્રગટ કરે છે જેનાથી દેશમાં આવી હિંસા અંગે એક આભાસી ચિત્ર ઉપસી આવે છે. અભ્યાસમાં જાતિય હિંસા અંગેનું રિપોર્ટિંગ કરતી વખતે માહિતી મેળવવાનું કામ ખૂબ મુશ્કેલ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  આ પણ વાંચો: નાણાની જરૂર પડે તો પર્સનલ લોન, ઓવરડ્રાફ્ટ અને ક્રેડિટ લાઇનમાંથી કઈ સુવિધાનો ઉપયોગ કરવો? 

  અભ્યાસના કેટલાક તારણો:

  >> ગુનાની ગંભીરતા જોઈને પત્રકારો પોલીસ કે તંત્ર તરફની પ્રતિક્રિયાને અગત્યતા ન આપતા કવરેજ માટે રેપ કે જાતિય હિંસાનું રિપોર્ટિંગ કરે છે.

  >> ન્યૂઝપેપર મોટાભાગે સહેરમાં થયેલા બળાત્કારનું કવરેજ (49%) કરે છે. જ્યારે ગ્રામ ક્ષેત્રમાં બનતા આવા બનાવોની નોંધ નથી લેવામાં આવતી. ગ્રામ્ય વિસ્તારોના ફક્ત 22 ટકા કેસની જ નોંધ લેવામાં આવે છે.

  >> અભ્યાસમાં ભાગ લેનાર 19.5 ટકા પત્રકારોએ જણાવ્યું હતું કે તેમણે પોતાના રિપોર્ટિંગમાં 'Rape' શબ્દનો ઉપયોગ કર્યો હતો. જ્યારે 51 ટકા લોકોએ કોઈ પર્યાયવાચી શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

  >>78 ટકા પત્રકારોએ સ્વીકાર્યું હતું કે તેઓ જાતિય હિંસા અંગે અસરકારક પરિવર્તન માટે જવાબદાર છે, જ્યારે સાત ટકાથી પણ ઓછા સમાચારોમાં સમાધાન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: