Home /News /national-international /યૂનેસ્કોનો ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ - 20 ટકા દેશોમાં જ સેક્સ એજ્યુકેશનનો કાયદો!

યૂનેસ્કોનો ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ - 20 ટકા દેશોમાં જ સેક્સ એજ્યુકેશનનો કાયદો!

ફાઇલ તસવીર

Unesco Report: યુનેસ્કોના વૈશ્વિક શિક્ષા મોનિટરિંગ રિપોર્ટ પ્રમાણે, માત્ર 20 ટકા દેશમાં જ સેક્સ એજ્યુકેશનને લઈને કાયદો છે, જ્યારે 39 ટકા દેશોમાં રાષ્ટ્રીય નીતિ છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 68 ટકા દેશોમાં પ્રાથમિક સ્કૂલોમાં સેક્સ એજ્યુકેશન જરૂરી છે. જ્યારે 76 ટકા દેશોમાં માધ્યમિક વિદ્યાલયોમાં આવી વ્યવસ્થા છે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ યૂનેસ્કોના ગ્લોબલ એજ્યુકેશન મોનિટરિંગ રિપોર્ટ પ્રમાણે, માત્ર 20 ટકા દેશોમાં સેક્સ એજ્યુકેશનને લઈને કાયદો છે, જ્યારે 39 ટકા દેશોમાં રાષ્ટ્રીય નીતિ છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 68 ટકા દેશોમાં પ્રાથમિક શાળાઓમાં સેક્સ એજ્યુકેશન ફરજિયાત છે. જ્યારે 76 ટકા દેશોમાં માધ્યમિક શાળાઓમાં આ પ્રકારની વ્યવસ્થા છે. રિપોર્ટ પ્રમાણે, દસમાંથી છથી વધુ દેશોમાં લૈંગિક ભૂમિકા, સેક્સ અને ઘરેલૂ દુર્વ્યવહાર જેવા વિષયો ભણાવવામાં આવે છે. બેમાંથી એક દેશ સહમતિની અવધારણાને માન્યતા આપે છે. બે તૃતીયાંશ દેશોમાં ગર્ભનિરોધક મુદ્દાઓ સ્કૂલના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવ્યા છે.

લૈંગિકતા માનવજીવનનો અભિન્ન હિસ્સો


રિપોર્ટ પ્રમાણે, વ્યાપક સેક્સ એજ્યુકેશન લૈંગિકતાના સંજ્ઞાનાત્મક, ભાવનાત્મક, શારીરિક અને સામાજિક મુદ્દાઓ વિશે ભણાવવાનું અને સમજવવાનું એક પાઠ્યક્રમ આધારિત પ્રકિયા છે. આ રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘લૈંગિકતા માનવજીવનનો એક અભિન્ન હિસ્સો છે. પરંતુ જો યુવાનોને સાચું વૈજ્ઞાનિક જ્ઞાન નથી આપવામાં આવતું તો ભ્રામક જાણકારીને કારણે તેમને બાળપણમાંથી વયસ્કતામાં પ્રવેશતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.’


રિપોર્ટમાં 50 દેશની સ્થિતિ દર્શાવાઈ


રિપોર્ટ પ્રમાણે, ‘યુવા લોકોને વિશ્વસનીય જાણકારીની જરૂરિયાત હોય છે. તેનાથી તેઓ એક સુરક્ષિત, ખુશ અને પૂર્ણ જીવન જીવવા માટે તૈયાર થાય છે. યુવાનોને પ્રભાવી શિક્ષા આપવા અને તેમની તમામ જરૂરિયાત પૂરી કરવા માટે એક સંતુલિત તથા વ્યાપક દૃષ્ટિકોણની આવશ્યકતા હોય છે.’ રિપોર્ટમાં જણાવવામાં આવેલા 50 દેશની સ્થિતિ જોઈને જાણવા મળે છે કે, કેટલાક દેશ તેમની શિક્ષણ યોજનામાં કે દૃષ્ટિકોણમાં સેક્સ એજ્યુકેશનના મહત્ત્વને સમજી શકે છે, પરંતુ તેમના પરંપરાગત માળખાને કારણે તેમના વચ્ચે અંતર વધી જાય છે!
First published:

Tags: Sex education, Sex Survey