Home /News /national-international /

ક્યાં 'ગાયબ' થઈ ગયા 4 કરોડ 30 લાખ બેરોજગાર?

ક્યાં 'ગાયબ' થઈ ગયા 4 કરોડ 30 લાખ બેરોજગાર?

  અંકિત ફ્રાન્સિસ

  શું નોકરીની શોધ કરી રહેલ 4 કરોડથી વધારે લોકો અચાનક 'ગાયબ' થઈ શકે છે? અને આ થયું છે એક વર્ષના અંદર જાહેર થયેલ બે રિપોર્ટમાં. 2016થી 2017 દરમિયાન આવેલ બે રિપોર્ટ જણાવે છે કે, દેશમાં બેરોજગારી ઓછી થઈ ગઈ છે.

  સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી એટલે CMIEની રિપોર્ટ જણાવે છે કે, માર્ચ 2016માં દેશમાં કુલ 7 કરોડ 80 લાખ બેરોજગાર હતા. આજ સંસ્થાની એપ્રિલની એક રિપોર્ટમાં 2017માં આ આંકડો ઘટીને 3 કરોડ 70 લાખ થઈ ગયો. પ્રશ્ન તે છે કે, બાકી 4 કરોડ 30 લાખ લોકો ક્યાં ગયા? પ્રશ્ન તે પણ છે કે, આ બધા લોકોને આજ સંસ્થાની બીજી રિપોર્ટ ગાયબ બેરોજગાર જણાવે છે. પરંતુ આ સંખ્યા દેશની કુલ વર્કફોર્સનો એક મોટો હિસ્સો છે. તો શું સરકાર તેમને પોતાના લેબર ફોર્સ પૂલમાં સામેલ કરશે?

  નોટબંધી બાદ 4.3 કરોડ બેરોજગાર થયા ગાયબ

  માર્ચ 2016માં જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં 3 કરોડ 80 લાખ બેરોજગાર છે અને 4 કરોડ તેવા લોકો છે, જેમની પાસે નોકરી તો નથી પરંતુ કંઈ પણ ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. આને એવી રીતે સમજો કે, ચાર કરોડ લોકો નોકરી તો ઈચ્છતા હતા પરંતુ તેઓ ગમે તે રીતે અનિયમિત કામ કરીને જીવનને વેસ્ટ કરી રહ્યાં છે. ત્યારે દેશમાં બેરોજગારીનું દર વધીને 9 ટકા સુધી પહોંચી ગયું છે.  આ વચ્ચે 8 નવેમ્બર 2016માં નોટબંધી થઈ ગઈ. CMIEની વધુ એક રિપોર્ટમાં બેરોજગારોના આંકડાઓમાં ધરખમ ઘટાડો આવ્યો. એપ્રિલ 2017માં બેરોજગાર લોકોની સંખ્યા અચાનક 4.4 કરોડથી ઘટીને 1.6 કરોડ પર આવી ગઈ. નોકરી મેળવવા માટે પૂરતા પ્રયત્ન કર્યા નહોવા છતાં બેરોજગાર લોકોની સંખ્યા 4.5 કરોડથી ઘટીને 70 લાખ રહી ગઈ છે. આને એવી રીતે સમજો કે, માર્ચ 2016થી ફેબ્રુઆરી 2018 વચ્ચે બંને રીતના બેરોજગારોનો આંકડો 7.8 કરોડથી 8 કરોડ થઈ ગયો હતો. પરંતુ આમાં બેરોજગારીની સંખ્યા ઘટીને 2.6 કરોડ અને નોકરી નહી શોધતા બેરોજગારોની સંખ્યા માત્ર 1.1 કરોડ રહી ગઈ. વધેલા 4.3 કરોડ લોકો એવા છે, જેમના સ્ટેટ્સ વિશે રિપોર્ટમાં કંઈ ખાસ માહિતી આપવામાં આવી નથી. ન તો તેઓ નોકરી માંગી રહ્યાં છે અને તેઓ કામ કરે છે કે નહી તેની પણ પૂરતી માહિતી સરકાર પાસે નથી. આ રિપોર્ટમાં તેમને 'ગાયબ બેરોજગાર' જણાવવામાં આવ્યા છે.

  નિષ્ણાતો કહે છે કે, આમાં લેબર ક્લાસમાં તે મોટો હિસ્સો સામેલ છે જે નોટબંધી દરમિયાન બેરોજગાર થઈ ગયો હતો. તેમનું માનવું છે કે, આમને ફરીથી દેશના લેબર ફોર્સમાં સામેલ કરવા સરકાર સામે વર્તમાનમાં સૌથી મોટો પડકાર છે.

  નોકરી અને ધંધાઓમાં મંદી

  રોજગાર માંગી રહેલ હજારો વિદ્યાર્થીઓએ પાછલા દિવસોમાં મુંબઈ માટુંગા અને દાદર સ્ટેશનના પાટાઓ વચ્ચે ધરણા કર્યા હતા, આનાથી આર્થિક રાજધાનીની લાઈફલાઈન લોકલ ટ્રેન સેવાઓ કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી. આવી જ પરિસ્થિતિ બીજા રાજ્યોમાં પણ વધુ કે ઓછા અંતે જોવા મળી રહી છે. બેરોજગારીનો આલમ એવો છે કે, હાલમાં જ રેલવેની એક લાખ નોકરીઓ માટે લગભગ બે કરોડથી વધારે લોકોએ એપ્લાય કર્યું છે. પાછલા દિવસોમાં યૂપી સરકારમાં 368 જગ્યાઓ પર પટાવાળાની ભરતી માટે 23 લાખ લોકોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 255 લોકો પાસે PhDની ડિગ્રી હતી. તે ઉપરાંત 2 લાખથી વધારે લોકો પાસે BTech, BSc, Mcom અને MScની ડિગ્રીઓ હતી. આ મામલો માત્ર રોજગારી મળે તે પૂરતો જ સીમિત નથી. એક રિપોર્ટ અનુસાર દેશમાં હાલમાં દર 13 મીનિટે એક વ્યક્તિ પોતાની નોકરી ગુમાવી રહ્યો છે.

  પાછલા દિવસોમાં લોકસભામાં એક પ્રશ્ન પર કેન્દ્રિય શ્રમમંત્રી સંતોષ ગંગવારે સ્પષ્ટ કહ્યું હતું કે, સરકારે 'જોબ ક્રિયેશન' માટે કોઈ ટાર્ગેટ નક્કી કર્યો નથી, પરંતુ તેની સાથે તે જોડ્યું કે, સરકાર રોજગાર અપાવવા માટે પહેલાની જેમ જ પ્રતિબદ્ધ છે.  શ્રમ મંત્રી સંતોષ ગંગવારે કહ્યું કે, કે, રોજગાર સત્ર કાર્યક્રમ (PMEGP), મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના અને દીન દયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના (DDU- GKY)ને ઝડપી લાગૂં કરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે. બીજેપીએ 2014માં ઈલેક્શનના જાહેરનામામાં દરેક વર્ષે 1 કરોડ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું. માર્ચ 2018માં ભારતમાં બેરોજગારી દર વધીને લગભગ 6.2 % થઈ ગઈ છે.

  આશ્ચર્યની વાત તો તે છે કે, સરકારને 2016 પછી ખબર જ નથી કે દેશમાં બેરોજગારીની સ્થિતિ શું છે કેમ કે, શ્રમ મંત્રાલયે 2016 પછી આવો કોઈ સર્વે જ કરાવ્યો નથી. આ સર્વે લેબર બ્યૂરો દ્વારા કરવામાં આવતો હતો. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે આ વિશે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, આને બેરોજગારી સાથે જોડાયેલ મુદ્દાઓને નિકાલ કરવા માટે બનાવેલી એક ટાસ્ક ફોર્સની સલાહ બાદ બંધ કરવામાં આવ્યો છે. જેથી હાલમાં રોજગારના આંકડાઓ માટે સરકાર EPFOથી મળનાર ડેટા પર નિર્ભર છે.

  શું સાચે જ આટલી ખરાબ પરિસ્થિતિ છે?

  6 મહિના પહેલા આવેલી ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)ની એક રિપોર્ટ અનુસાર 2017માં ભારતમાં 1 કરોડ 83 લાખ લોકો બેરોજગાર હતા, જે વર્ષ 2018માં વધીને 1 કરોડ 86 લાખ થઈ ગયા છે. આ સંખ્યા વર્ષ 2019માં વધીને 1 કરોડ 89 લાખથી પણ વધારે થઈ જશે. જોકે વધેલી જનસંખ્યાના રેશિયા અનુસાર બેરોજગારી સતત વાર્ષિક 3.5 ટકા દરે વધે તેવો અનુમાન છે. જણાવી દઈએ કે, ભારતમાં 1.3 અબજની કુલ આબાદીમાંથી 11 કરોડ 70 લાખ લોકોને આજે પણ નોકરી મળી નથી.  અર્થશાસ્ત્રી મોહન ગુરૂસ્વામી અનુસાર ભારત સરકારના પોતાના આંકડાઓ અનુસાર વર્ષ 2016માં ભારતમાં કુલ 11 કરોડ 70 લાખ બેરોજગાર હતા, જેમાં 1 કરોડ 30 લાખ બધી જ રીતે, 5 કરોડ 20 લાખ બેરોજગારીના હોશિયમાં અને 5 કરોડ 20 લાખ એવી મહિલાઓ એવી હતી, જે કામ કરતી નહતી. મોહન ગુરૂસ્વામી જે રિપોર્ટના હવાલાથી આ કહી રહ્યાં છે, તે અનુસાર ભારતની 11 ટકા આબાદી બેરોજગાર છે એટલે લગભગ 12 કરોડ લોકો. આનો જ એક ભાગ તે છે કે, વર્ષ 2015માં માત્ર 1 લાખ 35 હજાર લોકોને નોકરી મળી અને પ્રતિદિવસ 550 નોકરીઓ ખત્મ થઈ રહી છે. વર્ષ 2017ના શરૂઆતના 4 મહિનાઓને લઈને CMIEએ જે સર્વે કર્યો હતો તેમાં ખબર પડી હતી કે, જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે લગભગ 15 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી.

  શું કહે છે NCE પોર્ટલ

  એનસીએસ (નેશનલ કરિયર સર્વિસ) પોર્ટલ નોકરી માંગનારાઓ અને આપનારાઓને એક પ્લેટફોર્મ આપે છે. રજિસ્ટર્ડ એમ્પ્લોયરો આ પોર્ટલ પર નોકરી માંગનારઓની પ્રોફાઈલ તપાસે છે. જો બેરોજગાર જરૂરી શરતો પૂરી કરે છે તો તેને નોકરી મળી જાય છે. જણાવી દઈએ કે, પોર્ટલ દ્વારા અત્યાર સુધી 4 કરોડ યુવાનોઓએ નોકરી માંગી છે, પરંતુ 8 લાખ યુવાઓને જ નોકરી મળી શકી છે. આ કુલ નોકરી માંગનારાઓના બે ટકા છે. જોકે, એનસીએસ પોર્ટલ પર 14.86 લાખ એમ્પલોયર રજિસ્ટર્ડ છે. CMIE રિપોર્ટ તે પણ જણાવે છે કે, ભારતમાં બેરોજગારીની સંખ્યા પાછલા એક વર્ષમાં 7.1%નો ઉછાળો જોવા મળ્યો છે.  સરકારી નોકરીઓમાં ઘટાડો

  શ્રમ મંત્રાલયે 2016ના અંતિમ સર્વેમાં જણાવ્યું હતું કે, 2013માં કેન્દ્રની સીધી ભર્તીઓમાં 1,54,841 લોકોને નોકરીઓ મળી હતી, જ્યારે 2014માં આ સંખ્યા ઘટીને 1,26,261 રહી ગઈ. 2015માં આ સંખ્યામાં વધુ ઘટાડો નોંધાયો અને માત્ર 15,877 લોકો જ કેન્દ્રની સીધી ભરતીઓમાં નોકરી મેળવી શક્યા. 2013ની સરખામણીએ 2015 સુધી અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત જાતિઓને આપવામાં આવતી નોકરીઓમાં 90% ઘટાડો જોવા મળ્યો છે. આ સર્વેનાં આંકડાઓ જણાવે છે કે, 2013માં આ વર્ગના 92,928 લોકોને કેન્દ્ર સરકારે સીધી ભરતીઓમાં નોકરી આપી, જ્યારે 2014માં આ ઘટીને 72,077 રહી ગઈ અને 2015માં માત્ર 8,436. રેલવેની વાત કરીએ તો પાછલા વર્ષે 90 હજાર નોકરીઓ માટે ઈન્ડિયન રેલવેને 1.5 કરોડ અરજીઓ મળી. આ 90 હજાર જગ્યામાં 63 હજાર ગ્રૂપ Dની હતી.

  પ્રાઈવેટ સેક્ટરની હાલત પણ ખરાબ

  રોજગાર બાબતે દેશની પ્રાઈવેટ કંપનીઓની પરિસ્થિતિ પણ સારી નથી. L&T જેવી મોટી કંપનીઓએ એપ્રિલ 2016થી જાન્યુઆરી 2017 સુધી પોતાના 16000 નિયમિત અને 5000 અનિયમિત લોકોને તે કહીને કાઢી મૂક્યા કે પાછલા બે વર્ષોથી ધંધો એકદમ મંદો છે. TATAએ પણ હાલમાં જ પોતાના 6000 કાયમી અને 50000 અનિયમિત લોકોને છૂટા કરવાનો આદેશ આપ્યો છે. ગુરૂસ્વામી અનુસાર IT સેક્ટરમાં પાછલા 3 વર્ષોમાં લાખો લોકોએ પોતાની નોકરીઓ ગુમાવી છે, જેના કારણે લાખો કુશળ લોકો બેરોજગાર થઈ ગયા છે.

  કયા રાજ્યમાં કેવી સ્થિતિ

  શ્રમ મંત્રાલયે 2016નાં આંકડા અને CMIE રિપોર્ટ અનુસાર હિમાચલ પ્રદેશમાં બેરોજગારી દર અપ્રત્યક્ષ રૂપમાં વધી છે અને પાછલા ત્રણ વર્ષોમાં 1.8%થી વધીને 10.2% પર પહોંચી ગઈ છે. બીજા નંબર પર 10.6% બેરોજગારી દર સાથે કેરલ અને 10% સાથે ત્રિપુરા ત્રીજા નંબર પર છે. ઉત્તરાખંડ અને દિલ્હી ઓછા બેરોજગારી દરની બાબતમાં સૌથી સારી સ્થિતિમાં છે. અહી આ દર 1.2 અને 1.5 ટકા છે. માત્ર 2 રાજ્ય એવા છે, જ્યાં પાછલા ત્રણ મહિનાથી રોજગારી દરમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં 0.8% અને કર્ણાટકમાં 1.4%નો ઘટાડો નોંધાયો છે. જોકે, ગુજરાતમાં બેરોજગારી દર 9.5% અને કર્ણાટકમાં 5.1% છે. દેશની બેરોજગારી દર ફેબ્રુઆરી 2018 સુધી વધીને 6.1% થઈ ગઈ છે, જે પાછલા 15 મહિનામાં સૌથી વધારે છે.

  ઈકોનોમિક સર્વેમાં પણ વ્યક્ત કરવામાં આવી ચિંતા

  વર્ષ 2016-17ના ઈકોનોમિક સર્વેમાં પણ ઈકોનોમિક એડવાઈઝર અરવિંદ સુબ્રમણ્યમે પણ ઘટી રહેલ રોજગારના અવસરોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અરવિંદ અનુસાર- રોજગારનું સર્જન કરવું વર્તમાન સમયમાં ભારત સામે સૌથી મોટો પડકાર છે. ઈનફોર્મલ સેક્ટર, અનઓર્ગેનાઈઝ્ડ સેક્ટર અને સીઝનલ મજૂર ભારતીય રોજગાર ઈન્ડસ્ટ્રીમાં વર્ક ફોર્સ એક મોટો હિસ્સો છે. જોકે, હાલમાં આ ત્રણેને જ અંડર એમ્પલોયમેન્ટ, સ્કિલ શોર્ટેઝ, જુના થઈ ગયેલા મજૂર કાયદાઓ અને અમાનવીય લેબર કેન્ટ્રાક્ટ્સ દ્વારા કામ કરાવવું પડે છે. વર્તમાન સરકારને પહેલા તે પડકારોને સમજવા પડશે ત્યારે જ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી દીનદયાલ અંત્યોદય યોજના નેશનલ અર્બન લાઈવલીહુડ મીશન (DAYNULM) અને મુદ્રા લોન જેવી યોજનાઓ કારગર સાબિત થશે.

  પાછલા દિવસોમાં News18ના કાર્યક્રમ રાઈઝિંગ ઈન્ડિયામાં ભાગ લેવા આવેલ નોબલ પુરસ્કાર વિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી પોલ ક્રુગમેને પણ બેરોજગારી પર ઈશારો કર્યો હતો કે, જો મેન્યૂફેક્ચરિંગ સેક્ટરના વિસ્તાર પર ધ્યાન આપવામાં આવશે નહી તો ભારત માટે બેરોજગારી એક સૌથી મોટી સમસ્યા બનીને સામે આવશે.  જણાવી દઈએ કે, 2019માં ફરીથી ઈલેક્શન છે અને આમાં 1.3 કરોડ એવા યુવા વોટ નાંખશે, જે પ્રથમ વખત વોટ નાંખવા માટે જઈ રહ્યાં છે. આ એટલી મોટી સંખ્યા છે કે, જે દેશની રાજકીય દિશા નક્કી કરવાની ક્ષમતા ધરાવે છે.

  માત્ર ભારતમાં જ હાલત ખરાબ નથી

  જણાવી દઈએ કે, બેરોજગારી માત્ર ભારતની જ સમસ્યા નથી. ચીનમાં પણ વર્ષ 2017માં બેરોજગારોની સંખ્યા વધીને 3 કરોડ 76 લાખ પહોંચી ગઈ છે. એશિયા પેસિફિક રીજન પર નજર નાંખીએ તો વર્ષ 2017માં બેરોજગારોની સંખ્યા જ્યાં 8 કરોડ 29 લાખ હતી, જે 2018માં વધીને 8 કરોડ 46 લાખ રૂપિયા થઈ ગઈ છે. દુનિયામાં પણ પરિસ્થિતિ કંઈક આવી જ છે. 2017માં દુનિયાભરમાં 19.23 કરોડ બેરોજગાર હતા જે વર્ષ 2018ના શરૂઆતના ત્રણ મહિનાઓ સુધી વધીને 19.27 કરોડ થઈ ગયા છે.
  Published by:Mujahid Tunvar
  First published:

  Tags: Increase in unemployment rate, India rising jobs challenge, Unemployment, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन