સીએમઆઈઈના આંકડાઓમાં સૌથી મોટો ખુલાસો, આ રાજ્યોમાં બેરોજગારી દર સૌથી વધુ

સીએમઆઈઈના આંકડાઓમાં સૌથી મોટો ખુલાસો, આ રાજ્યોમાં બેરોજગારી દર સૌથી વધુ

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના કેસ અને ઘણા રાજ્યોમાં લોકડાઉન હવે રોજગારને અસર કરી રહ્યું છે. ભારતની સાથે, ઘણા રાજ્યોમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે. તાજેતરમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમીએ આ આંકડા જાહેર કર્યા છે. જેમાં એવું કહેવામાં આવે છે કે, મે મહિનામાં ભારતનો બેરોજગારીનો દર 11.6 ટકા છે.

  સીએમઆઈઇએ આંકડા દર્શાવે છે કે, ગ્રામીણ ભારત કરતા શહેરી વિસ્તારોમાં વધુ બેરોજગારી થઈ રહી છે. મે મહિનામાં, જ્યાં શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 13.9 ટકા છે. તે જ સમયે તે ગ્રામીણ વિસ્તારોમાં 10.6 ટકા છે. જ્યાં સુધી રાજ્યોની વાત છે, ત્યાં એક સમયે ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતું હરિયાણા આજે બેકારીમાં પ્રથમ નંબરે આવ્યું છે.  સીએમઆઈઇના અહેવાલ મુજબ, હરિયાણા તમામ રાજ્યોમાં બેકારીમાં મોખરે છે. આજે અહીંના 35.1 ટકા લોકો બેકારીનો સામનો કરી રહ્યા છે. ખાસ વાત એ છે, કે માત્ર એક મહિનામાં આ આંકડો ચાર ગણો વધ્યો છે. જ્યારે એપ્રિલ મહિનામાં બેકારીની ટકાવારી માત્ર આઠ ટકા હતી.

  આ પણ વાંચો: કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોનું હવે કેન્દ્ર સરકાર રાખશે ધ્યાન, PM મોદીએ કરી જાહેરાત

  મહત્વનું છે કે, બેરોજગારીના દરમાં રાજસ્થાન બીજા સ્થાને છે. મે મહિનામાં અહીંના 28 ટકા લોકો બેકાર બની ગયા હતા. દિલ્હી દેશની રાજધાની ત્રીજા સ્થાને છે. સીએમઆઈઇ અનુસાર, દિલ્હીમાં બેરોજગારીનો દર 27.3 ટકા પર પહોંચી ગયો છે. ગોવા પર્યટન માટે પ્રખ્યાત છે અને ચોથા નંબર પર 25.7 ટકાના બેરોજગારી દર છે. તેમના પછી, ત્રિપુરા, ઝારખંડ અને બિહારમાં બેરોજગારીનો દર 10 ટકાથી ઉપર છે. ઉત્તરપ્રદેશની વાત કરીએ તો તેમાં બેરોજગારીનો દર 6.3 ટકા જોવા મળ્યો છે. આ આંકડા પર નિષ્ણાતો કહે છે કે, કોરોનાને કારણે ઘણી વસ્તુઓ પર અસર થઈ છે. આ સાથે, ઘણા રાજ્યોમાં લોકડાઉન થવાને કારણે સ્થિતિ સામાન્ય થઈ નથી, પરંતુ આ બધાની વચ્ચે હરિયાણામાં બેરોજગારીના મામલે ટોચ પર આવે છે તે આઘાતજનક છે.
  Published by:kuldipsinh barot
  First published:May 29, 2021, 20:01 IST

  ટૉપ ન્યૂઝ