Home /News /national-international /બે બાળકોના કાયદા વાળા ભાગવતના નિવેદન પર વરસ્યા ઓવૈસી, પૂછ્યું- પહેલા એ કહો, કેટલા લોકોને નોકરી આપી?

બે બાળકોના કાયદા વાળા ભાગવતના નિવેદન પર વરસ્યા ઓવૈસી, પૂછ્યું- પહેલા એ કહો, કેટલા લોકોને નોકરી આપી?

AIMIMના વડાએ આરએસએસના પ્રમુખના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, 'મારા બેથી વધારે બાળકો છે, અનેક બીજેપી નેતાઓના બેથી વધારે બાળકો છે. પરંતુ આરએસએસ તરફથી હંમેશા એવું કહેવામાં આવ્યું કે મુસ્લિમોની વસ્તી નિયંત્રણમાં લાવવાની જરૂર છે. દેશની વાસ્તવિક સમસ્યા બેરોજગારી છે, વસ્તી વધારો નહીં.'

વધુ જુઓ ...
  નવી દિલ્હી : ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) એ 'ટૂ ચાઇલ્ડ પૉલિસી' અંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત પર તીખા પ્રહારો કર્યા છે. ઓવૈસીએ કહ્યુ કે દેશની વાસ્તવિક સમસ્યા બેરોજગારી છે, વસ્તી વધારો નહીં. તેમણે મોહન ભાગવત પર નિશાન સાધતા કહ્યુ કે, તેઓ બેરોજગારી અને બાળકોનાં આપઘાત જેવા મુદ્દે વાત નહીં કરે. ઓવૈસીએ સવાલ કર્યો કે તમે કેટલા લોકોને નોકરી આપી, એ જણાવો?

  AIMIMના વડાએ આરએસએસના પ્રમુખના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, 'મારા બેથી વધારે બાળકો છે, અનેક બીજેપી નેતાઓના બેથી વધારે બાળકો છે. પરંતુ આરએસએસ તરફથી હંમેશા એવું કહેવામાં આવ્યું કે મુસ્લિમોની વસ્તી નિયંત્રણમાં લાવવાની જરૂર છે. દેશની વાસ્તવિક સમસ્યા બેરોજગારી છે, વસ્તી વધારો નહીં.'

  તેલંગાણાના નિઝામાબાદમાં એક જનસભાને સંબોધિત કરતા ઓવૈસીએ ભાગવતના નિવેદનને દેશના મુખ્ય મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવા અંગેનું ગણાવ્યું હતું. આ દરમિયાન તેમણે એનસીઆરબીના એક રિપોર્ટનો હવાલો આપીને કહ્યુ કે વર્ષ 2018માં દરરોજ 36 યુવાઓએ બેરોજગારીને કારણે આપઘાત કર્યો હતો. તેમણે કેન્દ્ર સરકાર અને આરએસએસ પર આરોપ લગાવતા કહ્યુ કે, આ લોકો પાંચ વર્ષમાં આ બાળકોને નોકરી ન આપી શક્યા, આ માટે જ બે બાળકોની પૉલિસીની વાત કરી રહ્યા છે. ઓવૈસીએ કહ્યુ કે, 'મોહન ભાગવતે નિવેદન આપ્યું કે બે બાળકોની પૉલિસી બનાવીશું, જરા એ તો કહો કે તમે નોકરી કેટલા લોકોને આપી? તેઓ જવાબ નહીં આપે.' ઓવૈસીએ આગળ સવાલ કર્યો કે, 'વર્ષ 2018માં દરરોજ 36 બાળકોએ આપઘાત કર્યો, આના પર તમે શું કહેશો?'

  નોંધનીય છે કે મોહન ભાગવતે ગત દિવસોમાં ઉત્તર પ્રદેશમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, વસ્તી નિયંત્રણ કાયદો સંઘના એજન્ડામાં છે પરંતુ આ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन