Home /News /national-international /

UNની સ્ટડીમાં ખુલાસો- Corona મહામારીથી એક અબજ લોકો ભયંકર ગરીબીમાં જઈ શકે છે

UNની સ્ટડીમાં ખુલાસો- Corona મહામારીથી એક અબજ લોકો ભયંકર ગરીબીમાં જઈ શકે છે

UNની સ્ટડીમાં ખુલાસો- Corona મહામારીથી એક અબજ લોકો ભયંકર ગરીબીમાં જઈ શકે છે

આ અધ્યયન યૂએનડીપી અને ડેનવર વિશ્વવિદ્યાલયમાં પારડી સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ફ્યૂચર્સ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ભાગીદારીનો ભાગ છે

    સંયુક્ત રાષ્ટ્ર : સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના (UNDP)એક નવા અધ્યયનમાં સામે આવ્યું છે કે કોવિડ-19 (Covid-19)મહામારીના ગંભીર દીર્ધકાલિન પરિણામોના કારણે 2030 સુધી 20 કરોડ 70 લાખ લોકો ભયંકર ગરીબી તરફ જઈ શકે છે. જો આમ થયું તો દુનિયાભરમાં ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર પહોંચી જશે. અધ્યયનમાં કોવિડ-19થી બહાર આવતા વિભિન્ન પરિદ્રશ્યોના કારણે સતત વિકાસ લક્ષ્યો પર પડનારી અસર અને મહામારીના કારણે આગામી દશક સુધી પડનાર બહુઆયામી પ્રભાવોનું આકલન કરવામાં આવ્યું છે.

    આ અધ્યયન યૂએનડીપી અને ડેનવર વિશ્વવિદ્યાલયમાં પારડી સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ફ્યૂચર્સ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ભાગીદારીનો ભાગ છે. અધ્યયન પ્રમાણે કોવિડ-19 મહામારીના ગંભીર દીર્ધકાલિન પરિણામોના કારણે વર્ષ 2030 સુધી 20 કરોડ 70 લાખ લોકો ભયંકર ગરીબી તરફ જઈ શકે છે. જો આમ થયું તો દુનિયાભરમાં ગરીબ લોકોની સંખ્યા એક અબજને પાર થઈ જશે.

    આ પણ વાંચો - કોરોનાના નવા 1455 કેસ, રાજ્યમાં કુલ બે લાખથી વધારે દર્દીઓએ કોરાનાને હરાવ્યો

    વર્તમાન મૃત્યુદર અને આઈએમએફના હાલના વૃદ્ધિ દરના અંદાજના આધારે બેસલાઇન કોવિડ પરિદ્રશ્ય એ હશે કે મહામારી પહેલા દુનિયા જે વિકાસ પથ પર હતી તેની સરખામણીમાં ચાર કરોડ 40 લાખ લોકો 2030 સુધી ગરીબીની ચપેટમાં આવી જશે.

    યૂએનડીપીના પ્રશાસક અચિમ સ્ટીનરે કહ્યું કે શોધ એ બતાવી રહ્યું છે કે આ સમયે નેતા જે વિકલ્પ પસંદ કરશે તે દુનિયાને અલગ-અલગ દિશામાં લઈ જઈ શકે છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Coronavirus Pandemic, COVID-19, Poverty

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन