જામીન મળ્યા બાદ સેનેગલમાંથી ફરાર થયો અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી!

જામીન મળ્યા બાદ સેનેગલમાંથી ફરાર થયો અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી!
ફાઇલ તસવીર (ફાઇલ તસવીર)

આ વર્ષે 21મી જાન્યુઆરીના રોજ સેનેગલમાં ભારતીય એજન્સીના ઇનપુટ બાદ રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી હતી.

 • Share this:
  સેનેગલ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી ફરાર થઈ ગયો છે. રવિ પુજારીને પકડવા માટે સેનેગલ પોલીસે એલર્ટ જાહેર કરી દીધું છે. એવા રિપોર્ટ છે કે રવિ પુજારી જામીન મળ્યા બાદ દેશ છોડીને ફરાર થઈ ગયો છે.

  ઉલ્લેખનીય છે કે આ વર્ષે 21મી જાન્યુઆરીના રોજ સેનેગલમાં ભારતીય એજન્સીના ઇનપુટ બાદ રવિ પુજારીની ધરપકડ કરવામાં આવી હતી. સેનેગલ કોર્ટે ધરપકડ બાદ રવિ પુજારીને શરતી જામીન આપ્યા હતા અને તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો.  રવિ પુજારી છેલ્લા થોડા વર્ષોથી આફ્રિકન દેશ સેનેગલમાં રહેતો હતો અને ભારતીય એજન્સીઓ સતત તેના પર નજર રાખી રહી હતી. રવિ પુજારીને ભારત લાવવાના પ્રયાસો તેજ થયા હતા. રવિ પુજારી સામે ભારતમાં અનેક ગુના નોંધાયેલા છે.

  પ્રાપ્ત વિગત પ્રમાણે મુંબઈમાં રવિ પુજારી વિરુદ્ધ કુલ 78 કેસ નોંધાયેલા છે. જેમાંથી 49 કેસમાં તે સીધી રીતે જોડાયેલો છે. પોલીસે પુજારીના 21 કેસનું અંગ્રેજીમાં અનુવાદ કરીને તેને દિલ્હી મોકલ્યા હતા. જ્યાંથી તેનું ફ્રેંચ ભાષામાં અનુવાદ કરીને તેને સેનેગલ મોકલવામાં આવ્યા હતા. આ 21 કેસમાંથી મોટાભાગના કેસની તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાંચની હપ્તા નિરોધક શાખાએ કરી હતી.

  રવિ પુજારી સામે નોંધાયેલા કેસમાં એક કેસ ચાર-પાંચ વર્ષ પહેલા મુંબઈના વિલે પાર્લે ખાતે ગજાલી હોટલ પર ફાયરિંગનો સમાવેશ થાય છે. ફિલ્મ ફાઇનાન્સર અલી મોરાનીના બંગલા પર થયેલા ગોળીબારનો કેસ પણ સેનેગલ મોકલવામાં આવ્યો હતો. આ કેસમાં રવિ પુજારીના સાથી આબેદ રેડિયોવાલાને ગત મહિનેઅમેરિકામાંથી ભારત લાવવામાં આવ્યો હતો.
  First published:June 10, 2019, 15:59 pm