Home /News /national-international /અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે બીજા લગ્ન કર્યા, પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા; પાકિસ્તાનમાં બદલી નાંખ્યું ઠેકાણું
અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે બીજા લગ્ન કર્યા, પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા; પાકિસ્તાનમાં બદલી નાંખ્યું ઠેકાણું
અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે બીજા લગ્ન કર્યા. (twitter.com/priyapandey1999)
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં ફરી લગ્ન કર્યા છે અને પોતાની પહેલી પત્ની મહજબીનને છૂટાછેડા આપી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહજબીન હજુ પણ દાઉદ ઈબ્રાહિમ સાથે રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની પાકિસ્તાની અને પઠાણ છે.
કરાચી: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં ફરી લગ્ન કર્યા છે અને પોતાની પહેલી પત્ની મહજબીનને છૂટાછેડા આપી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહજબીન હજુ પણ દાઉદ ઈબ્રાહિમ સાથે રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે દાઉદ ઈબ્રાહિમની બીજી પત્ની પાકિસ્તાની અને પઠાણ છે.
એવા પણ અહેવાલ છે કે દાઉદ ઈબ્રાહિમે પાકિસ્તાનમાં પોતાનું રહેઠાણ બદલી નાખ્યું છે. પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી ISIએ દાઉદનું ઠેકાણું બદલી નાખ્યું છે. સુરક્ષાની દૃષ્ટિએ દાઉદ ઈબ્રાહિમને કરાચી શહેરમાં જ અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યો છે.
દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના પુત્ર અલી શાહે આ વાતનો ખુલાસો કર્યો છેઅંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમપાકિસ્તાની મહિલા સાથે લગ્ન કર્યા છે. દાઉદની બહેન હસીના પારકરના પુત્ર અલી શાહે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી-એનઆઈએને આપેલા નિવેદનમાં આ ખુલાસો કર્યો છે. દાઉદની બહેન હસીના પારકરના પુત્ર અલી શાહે સપ્ટેમ્બર 2022માં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની સામે આ નિવેદન આપ્યું હતું.
દાઉદની બહેન હસીના પારકરના પુત્ર શાહના કહેવા પ્રમાણે, દાઉદના બીજા લગ્ન પણ તપાસ એજન્સીઓનું ધ્યાન મહેજબીન પરથી હટાવવાનો પ્રયાસ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દાઉદ ઈબ્રાહિમના આતંકવાદી નેટવર્કના સંબંધમાં ઘણી જગ્યાએ દરોડા પાડીને સેંકડો લોકોની ધરપકડ કરી હતી. એજન્સીએ આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી.
દાઉદની બહેન હસીના પારકરના પુત્ર અલી શાહે NIAને જણાવ્યું કે તે જુલાઇ 2022માં દાઉદ ઈબ્રાહિમની પહેલી પત્નીને દુબઈમાં મળ્યો હતો, જ્યાં તેણે દાઉદના અન્ય મહિલા સાથેના લગ્ન વિશે જણાવ્યું હતું. અલી શાહે કહ્યું કે મહેજબીન શેખ ભારતમાં દાઉદના સંબંધીઓ સાથે વોટ્સએપ કોલ દ્વારા સંપર્ક જાળવી રાખે છે. હસીના પારકરના પુત્ર અલી શાહે પણ NIAને દાઉદ ઈબ્રાહિમના ઠેકાણા વિશે જણાવ્યું અને દાવો કર્યો કે અંડરવર્લ્ડ ડોન હજુ પણ કરાચીમાં રહે છે, પરંતુ તેનું ઠેકાણું બદલાઈ ગયું છે.