છોટા શકીલના ભાઈની દુબઈમાં ધરપકડ, કસ્ટડી લેવાનો પ્રયત્ન કરશે ભારત

દાઉદ ઈબ્રાહિમ (ફાઈલ ફોટો)

આ બાજુ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને વધુ એક ઝટકો મળ્યો છે. દાઉદના ભત્રીજા સોહેલ શેખને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે.

 • Share this:
  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના વિશ્વાસુ છોટા શકીલના ભાઈની દુબઈમાં ધરપકડ કરવામાં આવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, છોટા શકીલના ભાઈ અનવર બાબૂ શેખને અબૂ ધાબી એરપોર્ટ પર કસ્ટમ એન્ડ અબુ ધાબીએ ધરપકડ કરી લીધી છે. તપાસમાં તેની પાસેથી પાકિસ્તાનનો પાસપોર્ટ મળ્યો છે. તમને જણાવી દઈએ કે, અનવર બાબૂ શેખ વિરુદ્ધ પહેલાથી જ રેડ કોર્નર નોટિસ જાહેર છે.

  છોટા શકીલના ભાઈ અનવરની ધરપકડ બાદ ભારતીય દૂતાવાસ હવે તેને કસ્ટડીમાં લેવા માટે કોશિસ કરી રહ્યું છે. આ મુદ્દે પોલીસ સાથે વાતચીત ચાલી રહી છે.

  આ પણ વાંચો

  દેવાળીયું ઘોષિત થઈ શકે છે પાકિસ્તાન! દેશ ચલાવવા ફક્ત 1.5 મહિનો ચાલે તેટલા જ રુપિયા બચ્યા

  17 ડિસેમ્બરે કોંગ્રેસ ડે! MP-રાજસ્થાન અને છત્તીસગઢના CM એક જ દિવસે લેશે શપથ: સૂત્ર

  જ્યારે, પાકિસ્તાનનો દાવો છે કે, અનવર પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ છે. જેથી તેને પાકિસ્તાનને સોંપવો જોઈએ. હાલમાં પોલીસ અનવરની પૂછતાછ કરી રહી છે.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનવર બાબૂ શેખ વિશે જણાવવામાં આવી રહ્યું છે કે, તેનું કનેક્શન પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ સાથે છે. પાકિસ્તાનમાં રહીને તે ભારત વિરોધી આતંકવાદી ગતીવિધીઓમાં જોડાયેલો છે.

  ભારત લાવવામાં આવશે દાઉદના ભત્રીજાને
  આ બાજુ, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને વધુ એક ઝટકો મળ્યો છે. દાઉદના ભત્રીજા સોહેલ શેખને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. ભારત આ કોશિસમાં ઘણા સમયથી લાગ્યું હતું.

  તમને જણાવી દઈએ કે, સોહેલ દાઉદના ભાઈ નૂરાનો દીકરો છે. વર્ષ 2016માં હથિયારોની તસકરીના આરોપમાં તેની અમેરિકામાં ધરપકડ થઈ હતી.
  Published by:kiran mehta
  First published: