ભારતીય મહિલાઓમાં વધી રહી છે બ્રેસ્ટની સાઈઝ, એક વર્ષમાં 15,000 મહિલાઓએ કરાવી સર્જરી
breast reduction operations
આપને જણાવી દઈએ કે, બ્રેસ્ટ રિડક્શન સર્જરી એક એવી પ્રક્રિયા છે, જે બ્રેસ્ટમાંથી વધારે ફૈટ, ટિશ્યૂ અને ત્વચાને હટાવે છે. મહિલાઓ બ્રેસ્ટ રિડક્શન સર્જરી સ્તનોના આકારને નાના કરાવે છે.
નવી દિલ્હી: મહિલાઓમાં બ્રેસ્ટ સંબંધિત સમસ્યાઓ વધારે જોવા મળી રહી છે. સ્તનની સાઈઝ વધવાથી મહિલાઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પોતાના ભારે સ્તનને ઘટાડવા માટે મહિલાઓ બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરવા માટે મજબૂર થાય છે. આ દરમિયાન તેને ગંભીર શારીરિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓથી પસાર થવું પડે છે. ભારતમાં 2021માં 15 હજાર મહિલાઓએ બ્રેસ્ટ રિડક્શન ઓપરેશન થયા છે.
હકીકતમાં જોઈએ તો, મહિલા બ્રેસ્ટ રિડક્શન સર્જરી બ્રેસ્ટના આકારને નાના કરવા માટે કરે છે. એક રિપોર્ટ અનુસાર, 2021માં ભારતમાં લગભગ 15,000 મહિલાઓએ બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવી. તો વળી બ્રેસ્ટ ઈમપ્લાન્ટ કરાવતી મહિલાઓની સંખ્યા ડબલ હતી. 2021માં ભારતમાં 31,608 મહિલાઓને બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું. બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ દ્વારા નાના બ્રેસ્ટની સાઈઝને વધારવામાં આવે છે. તો વળી બ્રેસ્ટ લિફ્ટ કરાવતી મહિલાઓની સંખ્યા 11,520 હતી. બ્રેસ્ટ લિફ્ટમાં વધારાની ચામડી અને બ્રેસ્ટ ટિશ્યૂને હટાવી દેવામાં આવે છે.
બ્રેસ્ટ રિડક્શન સર્જરી શું છે
આપને જણાવી દઈએ કે, બ્રેસ્ટ રિડક્શન સર્જરી એક એવી પ્રક્રિયા છે, જે બ્રેસ્ટમાંથી વધારે ફૈટ, ટિશ્યૂ અને ત્વચાને હટાવે છે. મહિલાઓ બ્રેસ્ટ રિડક્શન સર્જરી સ્તનોના આકારને નાના કરાવે છે. આ સર્જરી એવી મહિલાઓ કરાવે છે, જે પોતાના બ્રેસ્ટની સાઈઝ, વેટથી ખુશ નથી. હકીકતમાં મહિલાઓના બ્રેસ્ટમાં સમયની સાથે સાથે અમુક ફેરફાર થાય છે. તેની પાછળના કારણે વધતી ઉંમર, હોર્મોનનું સ્તર અને અમુક પ્રકારની દવાઓ છે.
બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવવામાં કેટલો ખર્ચ
આપને જણાવી દઈએ કે, નાની હોસ્પિટલોમાં બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવાની કિંમત 1.5 લાખ રૂપિયા અને સપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોમાં 4 લાખ રૂપિયાની વચ્ચે છે. આ સર્જરીને કોસ્મેટિક તરીકે જોવા મળે છે. તેમાં સ્વાસ્થ્ય વીમા કવર નથી હોતું. બ્રેસ્ટ રિડક્શન સર્જરી કરાવનારી મહિલાઓનું કહેવું છે કે, સર્જરી પહેલા તે ખુદને ખૂબ જ તણાવ અનુભવે છે. તે માનસિક અને શારીરિક બંને સમસ્યાઓ સામે ઝઝૂમે છે. પણ સર્જરી બાદ તેને પોતાની ઈમેજમાં ખૂબ જ બદલાવ દેખાય છે. ખુદને કોનફિડેંટ અનુભવ કરે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર