CAA: નવા કાયદાનું કામ અંતિમ ચરણમાં, નાગરિકતા મેળવવા માટે આપવો પડશે પોતાના ધર્મનો પુરાવો

News18 Gujarati
Updated: January 28, 2020, 12:07 PM IST
CAA: નવા કાયદાનું કામ અંતિમ ચરણમાં, નાગરિકતા મેળવવા માટે આપવો પડશે પોતાના ધર્મનો પુરાવો
દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શનો થઈ રહ્યા છે. (ફાઇલ તસવીર)

પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા લોકોને નાગરિકતા મેળવવા માટે ધાર્મિક વિશ્વાસના પુરાવા આપવા પડશે

  • Share this:
નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદા (Citizen Amendment Act-CAA)ની વિરુદ્ધ એક તરફ જ્યાં દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યું છે અને બીજી તરફ સરકારના સૂત્રોએ જાણકારી આપી કે આ નવા કાયદા માટે નિયમો ઘડવાનું કામ અંતિમ ચરણમાં છે. સૂત્રોએ CAAની જોગવાઈઓ વિશે News18ને જાણકારી આપી કે નવા કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા અને ધાર્મિક દમનનો ભોગ બનેલા લોકોને નાગરિકતા મેળવવા માટે પોતાના ધાર્મિક વિશ્વાસના પુરાવા આપવા જરૂરી હશે.

સૂત્રોએ જણાવ્યું કે સરકાર CAA હેઠળ નાગરિકતા અરજી માટે અલગ વિન્ડોની આસામ સરકારની માંગને પણ સ્વીકારી શકે છે. રાજ્યએ ગૃહ મંત્રાલયને અનુરોધ કર્યો હતો કે તેઓ આ વિન્ડો થોડાક સમય માટે જ ખોલે. આ સમયમર્યાદા ઓછામાં ઓછી ત્રણ મહિનાની હોઈ શકે છે જેથી ગેરકાયદેસર અપ્રવાસી નાગરિકતા માટે અરજી કરી શકે.

ઉલ્લેખનીય છે કે, ભારત અને વિદેશોમાં રહેનારા નાગરિકો અને રાજ્ય સરકારોએ સંશોધિત કાયદાને ભેદભાવપૂર્ણ ગણાવતાં વિરોધ કર્યો છે. સોમવારે પશ્ચિમ બંગાળ સરકારે વિધાનસભામાં CAAની વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો, જે આવું કરનારું ચોથું રાજ્ય બની ગયું. આ પહેલા કેરળ, રાજસ્થાન અને પંજાબે પ્રસ્તાવ પાસ કર્યો હતો.

EUની સંસદમાં થશે ચર્ચા

બીજી તરફ, ઈયૂ સંસદ CAAની વિરુદ્ધ કેટલાક સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન કરશે. સંસદમાં આ સપ્તાહની શરૂઆતમાં યૂરોપિયન યૂનાઇટેડ લેફ્ટ/નોર્ડિક ગ્રીન લેફ્ટ (જીયૂઈ/એનજીએલ) સમૂહે પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેની પર બુધવારે ચર્ચા થશે અને તેના એક દિવસ બાદ મતદાન થશે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે CAA ભારતમાં નાગરિકતા નક્કી કરવાની પદ્ધતિમાં ખતરનાક ફેરફાર કરશે. તેનાથી નાગરિકતા વિહીન લોકોના સંબંધમાં મોટું સંકટ વિશ્વમાં ઊભું થઈ શકે છે અને તે મોટી માનવ પીડાનું કારણ બની શકે છે.

નોંધનીય છે કે, CAA ભારતમાં ગત વર્ષે લાગુ કરવામાં આવ્યો હતો જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ભારત સરકારનું નવા કાયદો કોઈની નાગરિકતા નહીં છીનવે પરંતુ તેનાથી પડોશી દેશોમાં ધાર્મિક દમનનો શિકાર બનેલા લઘુમતીઓને રક્ષા કરવા અને તેમને નાગરિકતા આપવા માટે લાવવામાં આવ્યો છે. 
(અરૂણિમાના ઇનપુટની સાથે)

આ પણ વાંચો, અમિત શાહે પૂછ્યું- વિપક્ષની વોટ બેંક ક્યાં છે? ભીડે જવાબ આપ્યો 'શાહીનબાગ'
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर