મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત દરેક બાળકને PCV રસી અપાશે, હવે ન્યુમોનિયાના કારણે મૃત્યુ નહીં થાય

મિશન ઇન્દ્રધનુષ અંતર્ગત હવે દરેક બાળકને PCV રસી મળશે. (Image-pexels.com)

PCVની રસી (PCV Vaccine) બાળકને ન્યુમોનિયા (Pneumonia)ના જોખમથી બચાવે છે અને બાળકની હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા ઘટાડી નાખે છે. પહેલા આ રસી ફક્ત પાંચ રાજ્યોમાં લગાવવામાં આવતી હતી. આઝાદીના અમૃત મહોત્સવ (Amrit Mahotsav) પ્રસંગે આજથી આખા દેશમાં આ વેક્સીન લગાડવામાં આવશે.

 • Share this:
  નવી દિલ્હી. દેશને પોલિયો મુક્ત (Polio Free) કર્યા બાદ હવે સરકાર (Government)નો પ્રયત્ન છે કે દરેક બાળકને ન્યુમોનિયા (Pneumoniaથી બચાવવા માટે PCV રસી (PCV Vaccine) અનિવાર્યપણે લગાવવામાં આવે. PCVની રસી બાળકને ન્યુમોનિયા (Pneumonia)ના જોખમથી બચાવે છે અને બાળકની હોસ્પિટલમાં દાખલ થવાની આશંકા ઘટાડી નાખે છે. પહેલા આ રસી ફક્ત પાંચ રાજ્યોમાં લગાવવામાં આવતી હતી. આઝાદીના અમૃત મહોત્સવ (Amrit Mahotsav) પ્રસંગે આજથી આખા દેશમાં આ વેક્સીન લગાડવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) આજે આ રસીકરણની શરૂઆત કરી. આ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને ગરીબ પરિવારના બાળકો પણ હવે આ રસી લઈ શકશે.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘દરેકને વેક્સીન, મફત વેક્સીન’ નામનું અભિયાન ચાલુ કર્યું છે. આ અભિયાન હેઠળ મિશન ઇન્દ્રધનુષના માધ્યમથી દરેક બાળકને ફ્રીમાં રસી લગાવવામાં આવે છે. જણાવી દઈએ કે જન્મ બાદ 60 ટકા બાળકોનું મૃત્યુ ન્યુમોનિયાથી થાય છે. આ વેક્સીનથી બાળકોને ન્યુમોનિયા જેવી ગંભીર બીમારીથી બચાવી શકાશે. સરકારનો પ્રયત્ન છે કે એક પણ બાળકનું મૃત્યુ બીમારીથી ન થાય અને એ બાબત સુનિશ્ચિત કરવામાં આવે.

  આ પણ વાંચો: ભૂખમરાની આરે છે ઉત્તર કોરિયા, કિમ જોંગ બોલ્યા- જીવતા રહેવું હોય તો 2025 સુધી ઓછું ખાઓ!

  કેન્દ્ર સરકાર તરફથી આ વેક્સીન અભિયાનની શરૂઆત કરીને કહેવામાં આવ્યું કે PCV એક સુરક્ષિત વેક્સીન છે. બીજી રસીની જેમ આ રસીમાં પણ બાળકને સામાન્ય તાવ અને રસી લીધાની જગ્યાએ સોજો, દુખાવો અને લાલાશ જોવા મળી શકે છે. PCVના ત્રણ ડોઝ હોય છે જેનો પહેલો ડોઝ દોઢ મહિને, બીજો ડોઝ સાડા ત્રણ મહિને અને ત્રીજો ડોઝ નવ મહિને લાગે છે.

  જણાવી દઈએ કે ન્યુમોનિયા ફેફસાંની બીમારી છે જેને કારણે શરીરમાં લોહીને જરૂરી ઓક્સિજન નથી મળી શકતું. તેનું કારણ બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ હોઈ શકે છે. ન્યુમોનિયાને લીધે એલ્વીઓલાઈમાં દ્રવ્ય ભરાઈ જાય છે અને પછી તેના ઓક્સિજન માટે જગ્યા નથી બચતી. એટલે લોહીને ઓક્સિજન પહોંચાડવાનું જે મુખ્ય કામ એલ્વીઓલાઈનું છે તે અટકી જાય છે.
  Published by:Nirali Dave
  First published: