નોઇડામાં 6 માળની બે ઇમારત ધરાશાયી, ત્રણ લોકોનાં મોત, બચાવ કામગીરી ચાલુ

News18 Gujarati
Updated: July 18, 2018, 8:00 AM IST
નોઇડામાં 6 માળની બે ઇમારત ધરાશાયી, ત્રણ લોકોનાં મોત, બચાવ કામગીરી ચાલુ
નોયડામાં ઇમારત દુર્ઘટનાગ્રસ્ત

નોયડાના શાહબેરી ગામમાં મંગળવારે મોડી રાત્રે બે ઇમારત ધડાકાભેર ધરાશાયી થઇ હતી.

  • Share this:
નોઇડાના શાહબેરી ગામમાં મંગળવારે મોડી રાત્રે 6 માળની બે ઇમારત ધડાકાભેર ધરાશાયી થઇ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે શાહબેરીમાં નિર્માણાધીન બિલ્ડિંગની બાજુમાં પહેલાથી જ એક બિલ્ડિંગ બની રહી હતી. જૂની ઇમારત નિર્માણાધીન ઇમારત ઉપર જ પડી હતી. આમ બંને ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. જૂની ઇમારતમાં કેટલાક પરિવાર રહેતા હતા. જ્યારે નવી ઇમારતમાં મજૂરો ઊંઘી રહ્યા હતા. આ દુર્ઘટનાથી બંને ઇમારતમાં રહેતા લોકો ફસાયા છે.

દુર્ધટનામાં ત્રણ લોકોનાં મોત થયા

સૂત્રોના જણાવ્યા પ્રમાણે નોઇડામાં થયેલી ઇમારત દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. કેન્દ્રિય મંત્રી મહેશ શર્મા ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે. તેમણએ કહ્યું કે, લોકોને બચાવવા અમારી પ્રાથમિકતા છે. સ્થળ ઉપર એનડીઆરએફની 4 ટીમ બચાવ કાર્યમાં લાગી છે. ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરાઇ રહ્યું છે. સાથે સાથે સ્થળ ઉપર ડોગ સ્ક્વોર્ડની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી છે.

12 એમ્બ્યુલન્સ થકી ઘાયલોને હોસ્પિટલ લઇ જવાયા

બે ઇમારતો ધરાશાયી થતાં અનેક પરિવાર આ બિલ્ડિંગના કાટમાળમાં ફાસાયા છે. સ્થાનિક લોકો, સ્થાનિક તંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે. ઇમારતોના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા ઇજાગ્રસ્ત લોકોને 12 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

નિર્માણાધિન બ્લિંડિંગના બિલ્ડરને પોલીસ પકડ્યો

બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટનામાં ડીજીપી ઓપી સિંહે માહિતી આપતા જણાવ્યું હતું કે, બિલ્ડર ગૌરીશંકર દુબે સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. દુબે જ નિર્માણાધીન બિલ્ડિંગનો માલિક હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે, એનડીઆરએફની ચાર ટીમ રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગેલી છે. હજી ત્રણ પરિવાર કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા છે. રેસ્ક્યૂ ઓપરેશન તેજીથી ચાલી રહ્યું છે. જગ્યાના અભાવના કારણે બચાવ કામગીરીમાં અડચણ આવી રહી છે. અત્યાર સુધી ત્રણ લાશોને નીકાળવામાં આવી છે. મરનાર બધા પુરુષો છે. જે ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે.

ગેરકાયદે બની રહી હતી બિલ્ડિંગ

માનવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગ ગેરકાયદેસર રીતે કોઇ જ નકશો પાસ કરાવ્યા વગર બનાવવામાં આવી રહી હતી. સ્થળ ઉપર કેન્દ્રિય મંત્રી ડો. મહેશ શર્મા પણ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમણે પણ ગુનેગારોને નહીં છોડવા માટે આશ્વાસન આપ્યું હતું. જ્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ પણ આ મામલાને ધ્યાનમાં લઇને તંત્રને રાહત અને બચાવ કામગીરીના આદેશ આપ્યા છે.
First published: July 18, 2018, 7:34 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading