ગોઝારો અકસ્માતઃ બેકાબૂ જીપે બાઈકને મારી જોરદાર ટક્કર, દિયર-ભાભી અને બે બાળકોના કમકમાટી ભર્યા મોત

News18 Gujarati
Updated: October 26, 2020, 11:51 PM IST
ગોઝારો અકસ્માતઃ બેકાબૂ જીપે બાઈકને મારી જોરદાર ટક્કર, દિયર-ભાભી અને બે બાળકોના કમકમાટી ભર્યા મોત
પ્રતિકાત્મક તસવીર

એક બાઈક ઉપર સવાર થઈને દિયર અને ભાભી સાથે બે બાળકો સાહપુર પોતાના પીયર જઈ રહ્યા હતા.

  • Share this:
બક્સરઃ બિહારના (bihar) બક્સરમાં (Buxar) સોમવારે એક મોટી દુર્ઘટના (Bike accident) ઘટી હતી. એક મહિલા બે બાળકો અને દિયર સાથે બાઈક ઉપર પીયર જતી હતી. આ દરમિયાન બેકાબુ સ્કોર્પિયો કારે (jeep hit bike) તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. જેના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં ચારે જ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે સ્કોર્પિયો છોડીને કાર ચાલક ત્યાંથી પલાયન થયો હતો.

બાઈક ઉપર દિયર-ભાભી અને બે બાળકો સાહપુર જઈ રહ્યા હતા
મળતી માહિતી પ્રમાણે એક બાઈક ઉપર સવાર થઈને દિયર અને ભાભી (Diyar-bhabhi) સાથે બે બાળકો સાહપુર પોતાના પીયર જઈ રહ્યા હતા. આ સમયે તે બ્રમ્હપુર ચોકડી પછી નેશનલ હાઈવે ઉપર ઝડપથી આવી રહેલી સ્કોર્પિઓએ ટક્કર મારી હતી. જેમાં ચારે લોકો જમીન ઉપર પટકાયા હતા અને તેમના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

દર્દનાક ઘટના બાદ લોકોની ભીડ એકઠી થઈ
બ્રમ્હપુર ચોકડી પાસે સ્કોર્પિયોએ બાઈકને ટક્કર મારવાની ઘટાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠાં થયા હતા અને લોકોએ પોલીસને જાણ કરતા પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ પણ વાંચોઃ-માત્ર પાંચ જ દિવસમાં બદલાઈ જશે ગેસ સિલિન્ડર આપવાની સિસ્ટમ, જાણી લો નહીં તો Home delivery નહીં મળેઆ પણ વાંચોઃ-માવતર લજવાયુંઃ પૈસા માટે માતાએ સગિર પુત્રીના કરાવ્યા ત્રીજીવાર લગ્ન, રૂ.80,000માં કર્યો સોદો

આ પણ વાંચોઃ-કોડિનારઃ શિવા સોલંકીના પુત્રએ ખાનગી રિવોલ્વરથી લમણે ગોળી મારી, આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું, મોતનું કારણ અકબંધ

ભયાનક અકસ્માતમાં દિયર-ભાભી અને બે બાળકોના મોત
સ્કોર્પીયોએ બાઈકને ટક્કર મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ચાર લોકોની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ઘટનાની પુષ્ટી કરતા બ્રહ્મપુર થાનાધ્યક્ષ નિર્મલ કુમારે જણાવ્યું કે ઘટનામાં ચક્કી પોલીસ સ્ટેશન અંતર્ગત જયપાલ ડેરા ચક્કી નિવાસી છઠુ કુમાર પાસવાન, દુલારી દેવી, અમિત કુમાર અને પ્રિન્સનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. સ્કોર્પીયો ડ્રાઈવર કારને છોડીને ફરાર થયો હતો.

સ્કોર્પિયો અને બાઈકની સામ સામે થઈ હતી ટક્કર
ઘટનાને નજરે જોનાર સ્થાનિકે જણાવ્યું હતું કે, સ્કોર્પિયો અને બાઈકની ટક્કર આમને-સામનેથી થઈ હતી. સ્કોર્પિયોની સ્પીડ એટલી વધારે હતી કે ચારે લોકો હવામાં ફંગોળાઈને દૂર જઈને પડ્યા હતા. લોકો કંઈ સમજે એ પહેલા જ ચાલક સ્કોર્પિયોછોડીને ફરાર થઈ ગયો હતો.
Published by: ankit patel
First published: October 26, 2020, 11:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading