દર્દનાક ઘટના! કુરકુરેની લાલચ આપી ભાણીને ખેતરમાં લઈ જઈ મામાએ દુષ્કર્મ બાદ કરી હત્યા, સ્થળ ઉપરથી કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું

દર્દનાક ઘટના! કુરકુરેની લાલચ આપી ભાણીને ખેતરમાં લઈ જઈ મામાએ દુષ્કર્મ બાદ કરી હત્યા, સ્થળ ઉપરથી કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું
પ્રતિકાત્મક તસવીર

સાંજે 7 વાગ્યાની આસપાસ બાળકી અન્ય બાળકો સાથે ઘરની પાસે રમી રહી હતી. ત્યારે તેનો મામોલ આવ્યો હતો અને તેને કુરુકુરેની લાલચ આપીને લઈ ગયો હતો.

 • Share this:
  બિહારઃ ઉત્તર પ્રદેશનો હાથરસ કેસ (Hathras case), રાજસ્થાનનો દુષ્કર્મ કેસની (Rajasthan rape case) આગ હજી શાંત થઈ નથી. ત્યાં બિહારમાં (Bihar) વધુ એક દુર્દનાક ઘટના સામે આવી છે. બિહારમાં એક નરાધમ મામીએ સંબંધોને શરમસાર કરનારી દુષક્રૃત્ય આચર્યું હતું. બિહારમાં કળિયુગી મામાએ પોતાની ભાણી દુષ્કર્મ આચર્યા (uncle rape on child) બાદ હત્યા કરી હતી. ભાણીને કુરકુરેની લાલચ આપીને ખેતર તરફ લઈ ગયો હતો. ત્યારબાદ તેની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. પરિજન રાત ભર બાળકીને શોધી રહ્યા હતા ત્યારે સવારે ગ્રામીણોને ખેતરમાંથી બાળકીની લાશ મળી હતી.

  કુરકુરેની લાલચ આપી મામો ભાણીને ખેતર તરફ લઈ ગયો


  મળતી માહિતી પ્રમાણે આ ઘટના મુઝફ્ફરપુરની સૈયા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આવેલા ગામની છે. અહીં 11 વર્ષની બાળકી અન્ય બાળકો સાથે રમી રહી હતી. ત્યારે તેના મામા તેને કુરકુરેની લાલચ આવીને ખેતર તરફ લઈ ગયા હતા. જ્યાં તેના ઉપર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી દીધી હતી. મોડી સાંજે પરિવારજનો બાળકીની શોધમાં નીકળ્યા હતા. પરંતુ બાળકી મળી ન હતી.

  સવારે બાળકીની લાશ ખેતરમાંથી મળી
  જોકે, સવારે ગામના લોકોએ જાણ કરી કે બાળકીની લાશ ખેતરમાં પડી હતી. ત્યારબાદ પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળ ઉપર પહોંચેલી પોલીસે બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બીજી તરફ બાળકીના મામાને પોલીસ ધરપકડ કરી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, જાણો Gold-Silverની નવી કિંમતો, હજી ભાવ વધવાનું અનુમાન

  પડોશીએ ભાણીને લઈ જતા મામાને જોયો હતો
  બાળકીને લઈ જતા મામાને જોનારા પડોશીએ જણાવ્યું કે સોમવારે સાંજે 7 વાગ્યાની આસપાસ બાળકી અન્ય બાળકો સાથે ઘરની પાસે રમી રહી હતી. ત્યારે તેનો મામોલ આવ્યો હતો અને તેને કુરુકુરેની લાલચ આપીને લઈ ગયો હતો.

  આ પણ વાંચોઃ-મેં બસ રોકીને નીચે જોયું ત્યારે આગ શરૂ થઈ ગઈ હતી', સુરત સિટી બસમાં આગ, ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

  આ પણ વાંચોઃ-નવસારીના ગણદેવીના ખેડૂતે કર્યું ડ્રેગન ફ્રૂટનું વાવેતર, 25 વર્ષ સુધી કરશે તગડી કમાણી, કેવી રીતે અને કેટલો થાય છે ખર્ચ?

  ગ્રામીણોના વિરોધ બાદ પણ મામો ભાણીને લઈ ગયો
  જેનો ગ્રામીણોએ વિરોધ પણ કર્યો પરંતુ તેનો મામો માન્યો નહીં. અને તે પોતાની સાથે લઈ ગયો હતો. આ સંપૂર્ણ માહિતી પડોશીએ એસએસપીને જણાવી હતી. ત્યારબાદ પોલીસે આરોપી મામાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં નરાધમ મામાએ ગુનાની કબુલાત કરી હતી.  ખેતરમાંથી બાળકીના કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું
  ઘટના સ્થળેથી બાળકીના કપડા અને કુરકુરેનું પેકેટ મળ્યું હતું. એસએસપી જયન્ત કાંતે જણાવ્યું કે એક બાળકીની સાથે દુષ્કર્મની ઘટના ઘટી છે. ત્યારબાદ પોલીસ તરત જ એક્સનમાં આવી ગઈ હતી. સ્થાનિક લોકોના નિવેદનો લીધા છે. ત્યારબાદ બાળકીના મામાને અરેસ્ટ કરી લીધો હતો. ધરપકડ બાદ તેણે ઘટનાનો સ્વીકાર કરી લીધો છે. આનાથી એફએસએલની ટીમની મદદ લઈને વધુ તપાસ હાથધી છે.
  Published by:ankit patel
  First published:October 21, 2020, 19:14 pm

  ટૉપ ન્યૂઝ