અંકલ સુરેશ પટેલે સંબંધો લજવ્યા, ભત્રીજીના અશ્લિલ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે

Crime News- આરોપીએ યુવતીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફેક આઈડી બનાવ્યું હતું પછી તેના અશ્લિલ ફોટો (Vulgar Photo)અપલોડ કરી દીધા

 • Share this:
  રાયપુર : છત્તીસગઢના (Chhattisgarh News)રાયપુરમાં (Raipur Crime News)સંબંધોને શર્મસાર કરવાની ઘટના સામે આવી છે. અંકલે પોતાની જ ભત્રીજીના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા છે. આરોપીએ યુવતીનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફેક આઈડી બનાવ્યું હતું પછી તેના અશ્લિલ ફોટો (Vulgar Photo)અપલોડ કરી દીધા હતા. આરોપી ફેક એકાઉન્ટ (Fake account)પોતે જ ઓપરેટ કરતો હતો. પીડિયાને જ્યારે આ વિશે ખબર પડી તો તેણે પરિવારજનોને આ જાણકારી આપી હતી. પછી પરિવાર તરફથી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. જેના પર કાર્યવાહી કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.

  પોલીસને મળેલી જાણકારી પ્રમાણે રાયપુરના એક યુવકે પહેલા સોશિયલ સાઇટ પર નકલી આઈડી બનાવી હતી. તે પછી ફેસબુક અને ઇંસ્ટાગ્રામમાં પોતાની ભત્રીજાના અશ્લિલ ફોટો અને વીડિયો અપલોડ કરી દીધા હતા. આ આખી ઘટનાને અંજામ આપનાર આરોપી સુરેશ પટેલ દેવેન્દ્ર નગરના સેક્ટર-2માં રહે છે. 27 એપ્રિલથી લઇને 26 ઓક્ટોબરે વચ્ચે એક યુવતીનું ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ ફેક એકાઉન્ટનો આરોપી યૂઝ કરી રહ્યો હતો. એકાઉન્ટથી તેણે અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ બનાવી રાખ્યા હતા. તેણે આ એકાઉન્ટમાં પોતાની ભત્રીજીના અશ્લિલ ફોટો અપલોડ કર્યા હતા.

  આ પણ વાંચો - દિલ્હીથી જયપુર ફરવા આવી યુવતી, એક વ્યક્તિએ કરી દીધી હત્યા, પોલીસે 1500 KM પીછો કરી આરોપી પકડ્યો

  યુવતીની ખબર પડી તો કરી ફરિયાદ

  પીડિત યુવતીને કોઇ રીતે પોતાના અંકલની હરકત વિશે ખબર પડી હતી. પછી તેણે પ્રથમ ફરિયાદ પોતાના પરિવારજનોને કરી હતી. મામલાની ગંભીરતા જોતા યુવતીના પિતાએ દેવેન્દ્ર નગર સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યા પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે આરોપી સુરેશ પટેલ સામે આઈટી એક્ટરની કલમ અંતર્ગત કેસ નોંધ્યો છે. આ પછી આરોપીની ધરપકડ કરી છે.

  આ પણ વાંચો - બળાત્કાર કરતા બાળકીના મોઢામાં નાખી દીધો ગરમ સળીયો, પત્થરોથી કચડીને લાશને સળગાવી દીધી

  આ મામલે પોલીસ સ્ટેશન પ્રભારી રાજેશ દેવદાસે જણાવ્યું કે આરોપીએ પોતાની ભત્રીજીની તસવીર પોસ્ટ કરી હતી. તેણે નકલી આઈટી બનાવીને ફેસબુક અને ઇંસ્ટાગ્રામમાં અશ્લિલ પોસ્ટ કરી હતી. આ કારણે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published: