કોરોના કાળમાં યુવક કણસી-કણસીને મરી ગયો, કોઈએ કાંધ ન આપી તો JCB પર નીકળી શબ યાત્રા

સારવાર ન મળતાં અજાણ્યા યુવકનું થયું મોત, ગામ લોકોએ આરોગ્ય વિભાગ પર ઠાલવ્યો ગુસ્સો

સારવાર ન મળતાં અજાણ્યા યુવકનું થયું મોત, ગામ લોકોએ આરોગ્ય વિભાગ પર ઠાલવ્યો ગુસ્સો

  • Share this:
    સંતોષ કુમાર, છપરા. કોરોના કાળમાં મુશ્કેલીમાં મૂકાયેલા લોકોને મદદ નથી મળી રહી. આવી જ એક તસવીર બિહારના છપરા જિલ્લાથી સામે આવી છે જ્યાં એક યુવકનું સારવારના અભાવે મોત થઈ ગયું. અનેક દિવસોથી યુવક વિદ્યાલયના કમ્પાઉન્ડમાં સારવાર વગર કણસી રહ્યો હતો. તેની સૂચના મળ્યા બાદ પણ આરોગ્ય વિભાગે તેની દરકાર ન કરી જેના કારણે તેનું તડપી તડપીને મોત થઈ ગયું.

    મોત થતાં જ કૂતરાઓ તે યુવકના મૃતદેહને ખેંચીને ઝાડીમાં લઈ ગયા અને તેને ક્ષત-વિક્ષત કરવા લાગ્યા. તેની જાણ પૂર્વ જિલ્લા પરિષદ સભ્ય ધર્મેન્દ્ર સિંહ સમાજને મળી. તેઓએ પ્રશાસન અને આરોગ્ય વિભાગને જાણ કરી. જેની પર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે ગામ લોકોની મદદથી શબે જેસીબીની મદદથી ખાડો ખોદીને અંતિમ સંસ્કાર કરાવ્યા.

    આ પણ જુઓ, Viral Video: પિતાની અસ્થિઓ લેવા આવેલા દીકરાઓ સ્મશાનમાં જ ઝઘડી પડ્યા, જાણો શું છે કારણ

    મળતી માહિતી અનુસાર, પૂર્વ જિપ સભ્ય ધર્મેન્દ્ર સિંહ સમાજે ત્રણ દિવસ પહેલા પૂર્વ માંઝીના પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઓમ પ્રકાશ ચૌહાણ તથા માંઝીના પ્રભારી ચિકિત્સા પદાધિકારી ડૉ. રોહિત કુમારે ફોન કરીને સલેમપુર ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલય પરિસરમાં એક અજાણી વ્યક્તિ કણસતી પડી હોવાની જાણ કરી હતી. આ બીમાર યુવકને ભોજન આપવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ તેણે ખાવાનું ન ખાઈ શકવાનો ઇશારો કરી ના પાડી દીધી હતી.

    આ પણ વાંચો, સુહાગરાત સમયે દુલ્હને કહ્યું- ‘પેટમાં દુખાવો થાય છે’, ત્યારબાદ જે થયું તે જાણીને હોશ ઊડી જશે

    પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે ફરી ચિકિત્સા પદાધિકારીને ફોન કરીને એમ્બ્યુલન્સના સહારે બીમાર યુવકને સારવાર માટે પીએચસીમાં દાખલ કરવા અનુરોધ કર્યો પરંતુ સ્વાસ્થ્ય પ્રશાસને તે વાતને ગંભીરતાથી ન લીધી. અંતે શનિવાર રાત્રે યુવકનું મોત થયું. ગામ લોકોએ રવિવાર સવારે પોલીસને યુવકના મોતની જાણ કરી અને પોસ્ટમોર્ટમનો આગ્રહ કર્યો.

    માનવતાને શરમમાં મૂકતી આ ઘટનાથી નારાજ ગામ લોકોએ છપરાના સિવિલ સર્જનને ફોન કરી માંઝી પીએચસી કર્મીઓ પર સંવેદનહીનતાનો આરોપ લગાવ્યો. બાદમાં પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ઓમ પ્રકાશ ચૌહાણની સમજાવટથી ગામ લોકો યુવકના મૃતદેહને દફનાવવા માટે રાજી થયા. ત્યારબાદ પોલીસે જેસીબીની સહાયતાથી ક્ષત-વિક્ષત મૃતદેહની દફનવિધિ કરી. તે સમયે ધર્મેન્દ્ર સિંહ સમાજ સહિત અનેક નેતા પણ ઉપસ્થિત હતા.
    Published by:Mrunal Bhojak
    First published: