આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (National Register of Citizens)ની ફાઇનલ યાદી (NRC Final List) આજે સવારે 10 વાગ્યે ઓનલાઇન જાહેર કરવામાં આવી છે.એનઆરસીના સ્ટેટ કોર્ડિનેટર પ્રતીક હજેલાએ જણાવ્યું કે 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને એનઆરસીની ફાઇનલ યાદીમાં સ્થાન મળ્યું છે અને 19,06,657 લોકોને બહાર કરી દેવાયા છે. જે લોક તેનાથી સંતુષ્ટ નથી તેઓ ફોરેનર્સ ટ્રિબ્યૂનલમાં અરજી કરી શકે છે.
ફાઇનલ યાદીમાં નામ તપાસવા માટે nrcassam.nic.in પર જઈને ચેક કરી શકાય છે. આ ઉપરાંત assam.mygov.in અને assam.gov.in પર લોકો પોતાનું નામ ચેક કરી શકે છે.
Prateek Hajela,State Coordinator,NRC: A total of 3,11,21,004 persons found eligible for inclusion in final NRC leaving out 19,06,657 persons including those who did not submit their claims.Those not satisfied with outcome can file appeal before Foreigners Tribunals. (file pic) https://t.co/HfgIsjZ6lr https://t.co/A73ATaijTC
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે NRCની યાદી શનિવાર સવારે 10 વાગ્યા સુધી ઓનલાઇન ઉપલબ્ધ થઈ જશે. જેની પાસે ઇન્ટરનેટ નથી, તે લોકો રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા સેવા કેન્દ્રોમાં જઈને પોતાનું સ્ટેટસ જાણી શકે છે. બીજી તરફ, કોઈ પણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં સુરક્ષા દળોને તહેનાત કરવામાં આવ્યા છે. સરકારના અનુરોધ પર 51 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે.
31 જુલાઈએ પ્રકાશિત થવાની હતી યાદી
એનઆરસીની આ ફાઇનલ યાદી 31 જુલાઈએ પ્રકાશિત થવાની હતી, પરંતુ રાજ્યમાં પૂરના કારણે એનઆરસી ઑથૉરિટીએ તેને 31 ઑગસ્ટ સુધી લંબાઈ દીધી હતી. આ પહેલા 2018માં 30 જુાલઈએ એનઆરસીની ફાઇનલ ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો હતો. યાદીમાં સામેલ ન થયેલો લોકોને ફરી વેરિફિકેશન માટે એક વર્ષનો સમય આપ્યો હતો.
આસામમાં 1951 બાદ પહેલીવાર નાગરિકતાની ઓળખ કરવામાં આવી રહી છે. બીજું કારણ, અહીં મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો છે. એનઆરસીનું ફાઇનલ અપડેશન સુપ્રીમ કોર્ટની દેખરેખમાં થઈ રહ્યું છે. મૂળે, 2018માં આવેલી એનઆરસી યાદીમાં 3.29 કરોડ લોકોમાંથી 40.37 લાખ લોકોના નામ સામે નહોતા. હવે ફાઇનલ એનઆરસીમાં તે લોકોના નામ સામેલ કરવામાં આવશે, જે 24 માર્ચ 1971 પહેલા આસામના નાગરિક છે કે તેમના પૂર્વજ રાજ્યમાં રહેતા આવ્યા છે. તેનું વેરિફિકેશન સરકારી દસ્તાવેજ દ્વારા કરવામાં આવે છે.
યાદીમાં નામ ન હોય તો અપીલની સીમા 120 દિવસ લંબાવાઈ
એનઆરસી ઑથૉરિટીના વરિષ્ઠ અધિકારીઓએ નામ ન પ્રકાશિત કરવાની શરતે જણાવ્યું કે ફાઇનલ યાદીમાં નામ ન હોવા છતાંય લોકોને પોતે ભારતીય નાગરિક પુરવાર કરવા વધુ એક તક આપવામાં આવશે. એવા વિદેશી નાગરિક પહેલા ટ્રિબ્યૂનલમાં જશે, ત્યારબાદ હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકશે. લોકોને રાજ્ય સરકાર પણ કાયદાકીય મદદ કરશે. લોકોને આ સંબંધમાં અપીલ કરવા માટે 120 દિવસનો સમય મળશે. પહેલા આ સમય મર્યાદા માત્ર 60 દિવસ હતી.
6 ડિટેન્શન સેન્ટરમાં હજાર ગેરકાયદેસર નાગરિક
આસામમાં હાલ 6 ડિટેન્શન સેન્ટર ચાલી રહ્યા છે. તેમાં લગભગ 1 હજાર ગેરકાયદેસર નાગરિક રહે છે. તેમાં મોટાભાગના બાંગ્લાદેશ અને મ્યાનમારના છે. જે દેશની સીમામાં કોઈ દસ્તાવેજ વગર ઘૂસી આવ્યા કે વીઝા અવધિ ખતમ થઈ હોવા છતાંય રાજ્યમાં રહેતા હતા. જોકે સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે નાગરિકતા ગુમાવવા છતાંય લોકોને ડિટેન્ટન સેન્ટરમાં નહીં મોકલવામાં આવે.