ઊનાકાંડઃ રાષ્ટ્રીય અાયોગના ચેરમેને પુનર્વસનની ઝડપી કાર્યવાહી કરવા આપ્યા નિર્દેશ

News18 Gujarati | Pradesh18
Updated: August 19, 2016, 3:44 PM IST
ઊનાકાંડઃ રાષ્ટ્રીય અાયોગના ચેરમેને પુનર્વસનની ઝડપી કાર્યવાહી કરવા આપ્યા નિર્દેશ
ગીર સોમનાથઃ ઊનાનાં મોટાસમઢીયાળા ગામે ગત 11 જુલાઇનાં દલિત પરિવાર પર અત્યાચાર ગુજાર્યાની ઘટનાનાં પગલે ગઇકાલે રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગનાં ચેરમેન ડો.પુનિયાએ પિડીત પરિવારની મુલાકાત લીધી હતી અને અત્યાર સુધીની થયેલી તપાસ સામે અસંતોષ વ્યકત કરી ગુજરાત મોડલ રાજય હોવાનું કયાંય દેખાતું નથી એવી વેધક ટીકા પણ કરી હતી.

  • Pradesh18
  • Last Updated: August 19, 2016, 3:44 PM IST
  • Share this:
ગીર સોમનાથઃ ઊનાનાં મોટાસમઢીયાળા ગામે ગત 11 જુલાઇનાં દલિત પરિવાર પર અત્યાચાર ગુજાર્યાની ઘટનાનાં પગલે ગઇકાલે રાષ્ટ્રીય અનુ.જાતિ આયોગનાં ચેરમેન ડો.પુનિયાએ પિડીત પરિવારની મુલાકાત લીધી હતી અને અત્યાર સુધીની થયેલી તપાસ સામે અસંતોષ વ્યકત કરી ગુજરાત મોડલ રાજય હોવાનું કયાંય દેખાતું નથી એવી વેધક ટીકા પણ કરી હતી.

ઊનાનાં મોટાસમઢીયાળા ગામે ગત 11 જુલાઇનાં દલિત ચમાર પરિવારનાં સભ્યો પર ગાયનું ચામડું ઉતારવાની બાબતે અમાનુષી માર મારતાં અને તેનો વિડીયો વાયરલ થતાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા પડયાં હતાં, ત્યારે ગુરૂવારે દિલ્હી થી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગનાં ચેરમેન ડો.પી.એલ.પુનિયા એ મોટાસમઢીયાળા ગામે પિડીત પરિવારની મુલાકાત લઇ બાલુભાઇ સરવૈયા અને તેમના પુત્રોની વિતક કથા સાંભળતા ચોંકી ઉઠયાં હતાં અને ઘટનાની તમામ તલસ્પર્શી વિગતો મેળવી હતી.

પિડીત પરિવારનાં નિર્વાણ માટે જમીન, રહેણાંક મકાન, નોકરી, બાળકોને શિક્ષણ આપવાની કોઇજ કાર્યવાહી થઇ નથી. હાલ જે રીતે તપાસ થઇ રહી છે અને સરકાર દ્વારા પુર્નવસનની કામગીરીથી પણ સંતોષ નથી એવું રાષ્ટ્રીય આયોગના ચેરમેન ડો .પુનિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.ગુજરાત મોડલ રાજય હોવાનો પ્રચાર કરે છે પરંતુ મોટાસમઢીયાળાની ઘટનાં જોયા બાદ ગુજરાતમાં કયાંય રોલ મોડલ જોવા મળતું નથી અને વિકાસ મોડલનો ફુગ્ગો ફુટી ગયો હોવાનું જણાવી અમોએ ડીજીપી પાસેથી સીઆઇડી ક્રાઇમે કરેલી તપાસ કાર્યવાહીનો  રીપોર્ટ મંગાવ્યો છે અને તેને જોયા બાદ સંતોષ નહીં થાય તો અન્ય એજન્સી મારફત તપાસ માંગ કરવાનું આયોગ ચેરમેન ડો પુનિયા એ જણાવ્યું હતું,
First published: August 19, 2016, 3:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading