Home /News /national-international /Video: પતિ-પત્નીનો બસ સ્ટેશનમાં જ હાઈ વોલ્ટેજ ડ્રામા, લાતો-મુક્કાની Live મારામારી

Video: પતિ-પત્નીનો બસ સ્ટેશનમાં જ હાઈ વોલ્ટેજ ડ્રામા, લાતો-મુક્કાની Live મારામારી

પતિ પત્નીની લડાઈમાં બંને પક્ષના અન્ય સગસંબંધીઓ પણ એક-બીજા પર તૂટી પડ્યા - મારપીટ થતી જોઈ બસ સ્ટેશન પર મુસાફરોના ટોળે ટોળા લાઈવ મારમારી જોવા ઉમટી પડ્યા.

પતિ પત્નીની લડાઈમાં બંને પક્ષના અન્ય સગસંબંધીઓ પણ એક-બીજા પર તૂટી પડ્યા - મારપીટ થતી જોઈ બસ સ્ટેશન પર મુસાફરોના ટોળે ટોળા લાઈવ મારમારી જોવા ઉમટી પડ્યા.

    ઉના: હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં આંતરરાજ્ય બસ સ્ટેશન ઉનામાં પતિ-પત્નીનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. ઉલ્લેખનીય છે કે, પતિ અને પત્ની વચ્ચે કોર્ટમાં ન્યાયિક વિવાદ ચાલી રહ્યો છે, અને જ્યારે કોર્ટ બાદ બંને પક્ષના લોકો બસ સ્ટેશન પહોંચ્યા તો, ત્યાં મોટી બબાલ થઈ ગઈ અને લાતો-મુક્કાની છૂટા હાથની મારામારી ચાલુ થઈ ગઈ.

    પતિ પત્નીની લડાઈમાં બંને પક્ષના અન્ય સગસંબંધીઓ પણ એક-બીજા પર તૂટી પડ્યા. બંને પક્ષ વચ્ચે બસ સ્ટેશનમાં શરૂ થયેલા હાઈ વોલ્ટેજ ડ્રામાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, પરંતુ કોઈ પણ તેમને છોડાવવા માટે આગળ ન આવ્યું. આખરે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી મામલો શાંત પાડવો પડ્યો.

    10 વર્ષ પહેલા થયા હતા લગન

    ઉના જિલ્લાના જ એક ગામની મહિલાના લગન 10 વર્ષ પહેલા ઉના જિલ્લાના યુવક સાથે થયા હતા. લગનના સાત વર્ષ બાદ બંનેમાં કોઈ વાતને લઈ વિવાદ થઈ ગયો અને મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો. પતિ-પત્નીનો છૂટાછેડાનો મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે. પતિ-પત્ની છૂટાછેડાના મામલાની સુનાવણી માટે બુધવારે કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટમાંથી નીકળ્યા બાદ પતિ-પત્ની પોતાના સગાસંબંધીઓ સાથે બસ સ્ટેશન પહોંચ્યા ત્યાં કોઈ વાતને લઈ બંને પક્ષ વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ. અહીં પતિ અને પત્ની એક બીજા સાથે ઝગડવા લાગ્યા, આ બંને વચ્ચે મારપીટ થતી જોઈ મહિલાના જીજાજી, સસરા અને પતિ-પત્ની લડાઈમાં કૂદી પડ્યા. આ દરમિયાન બંને પક્ષ તરફથી એક બીજાને ખુબ લાતો અને મુક્કાની છૂટાહાથની મારામારી થઈ.

    " isDesktop="true" id="964001" >

    ચારેને પહોંચી ઈજા

    બંને પક્ષોમાં થયેલી મારપીટમાં દંપતી સહિત ચારે લોકો ઈજાગ્રસ્ત થયા. મારપીટ થતી જોઈ બસ સ્ટેશન પર મુસાફરોના ટોળે ટોળા લાઈવ મારમારી જોવા ઉમટી પડ્યા. એટલામાં તો પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને મામલો શાંત પાડ્યો. આ મારીપીટમાં ઘાયલ થયેલી મહિલાનો આરોપ છે કે, પતિએ તેની સાથે મારપીટ કરી. તો, પતિનો આરોપ છે કે, પત્નીની સાતે આવેલા બે અન્ય લોકોએ તેની સાથે વૃદ્ધ માતા-પિતાની પીટાઈ કરી.
    First published:

    विज्ञापन
    विज्ञापन