Home /News /national-international /Atal Tunnel Rohtang Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ટનલનું કર્યું ઉદ્ધાટન

Atal Tunnel Rohtang Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ટનલનું કર્યું ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું અટલ ટનલનું ઉદ્ધાટન

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના કાળમાં પહેલી જનસભા સંબોધશે જેમાં લગભગ 200 લોકો હાજર રહેશે.

Atal Tunnel Rohtang: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું. શનિવારે વહેલી સવારે જ મનાલીથી સાસે હેલિપેડ પર તેમણે લેન્ડ કર્યું હતું. અહીં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સીએમ જયરામ ઠાકુરે તેમનું સ્વાગત કર્યું. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કુલ્લુ વિસ્તારમાં મનાલી લેહ માર્ગે પર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની મનાતી 9.02 કિલોમીટર લાંબી અટલ ટનલ રોહતાંગ (Atal Tunnel Rohtang) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરી જનતા માટે ખુલી મૂકવામાં આવી છે.

પીરપંજાલ પહાડીને તોડીને 3200 કરોડના ખર્ચે આ ટનલ બનાવવામાં આવી છે. જે દુનિયાની સૌથી ઊંચાઇ પર (10040 ફીટ) પર હાઇવે પર બનેલી લાંબી ટનલ છે. ટનલની શરૂઆતથી સેના આ માર્ગને ચીનથી જોડાયેલી લદાખ અને પાકિસ્તાનથી જોડાયેલી કારિગલ બોર્ડર સુધી ઝડપ અને સરળતાથી પહોંચવા માટે મહત્વપૂર્ણ માને છે.




સાથે જ મનાલી અને લેહની વચ્ચે દૂરી આ ટર્નલથી 46 કિમી ટૂંકી થઇ ગઇ છે. માત્ર દોઢ કલાકમાં તમને મનાલીથી કેલાંગ પહોંચી શકો છો. પીએમ મોદીનું સ્વાગત અહીં રક્ષામંત્રી રાજનાથ અને સીએમ જયરામ ઠાકુરે કર્યું હતું. ટનલના ઉદ્ધાટન પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટનલ વિષે જાણકારી મેળવી હતી.



આ માટે વડાપ્રધાન દિલ્હીથી ચંદીગઢ પહોંચ્યા હતા. અને પછી અહીંથી 7:55 મનાલીથી સાસે હેલિપેટ પર ઉડાન ભરી હતી. મનાલીમાં તેમના હેલિકોપ્ટરે લેન્ડ કર્યા હતા. અને ત્યાંથી તે સડક માર્ગે કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. આજે પીએમ અહીં જનસભાને પણ સંબોધશે. અને પછી બપોરે 2 વાગે ચંદીગઢ જવા રવાના થશે. સેનાના ચીફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ આ પ્રસંગે અહીં હાજર રહ્યા હતા.



ઉલ્લેખનીય છે આ ટનલમાં દર 150 મીટરની દૂરી પર ટેલિફોનની સુવિધા છે. 60 મીટર પર હાઇડ્રેંટ, દર 500 મીટર પર આપાતકાલિન નિકાસ, પ્રત્યેક 2.2 કિલોમીટર પર વાહન ઊભું રાખવાની સુવિધા અને દર 1 કિમીએ હવાની ગુણવત્તા ચેક કરતા મશીન અને દર 250 મીટર પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.
" isDesktop="true" id="1031455" >

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના કાળમાં પહેલી જનસભા સંબોધશે જેમાં લગભગ 200 લોકો હાજર રહેશે. પીએમ મોદી નોર્થ પોર્ટલમાં નિગમની બસને લીલી ઝંડી બતાવતા 15 વુદ્ધ યાત્રીઓ સાઉથ પોર્ટલની તરફ રવાના થશે. આ 15 લોકો તે લોકો છે જેમણે ટર્નલના નિર્માણ માટે મહત્વનું યોગદાન આપ્યું છે.
First published:

Tags: Atal tunnel, Manali, નરેન્દ્ર મોદી, ભારત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો