સારા સમાચાર! ટૂંક સમયમાં મળશે કોરોનાની વેક્સીન, 8 ટીમો ખૂબ નજીક પહોંચી- WHO

ઉલ્લેખનીય છે કે આ પહેલા WHO આલોચના માસ્ક ન લગાવવા માટે પણ થઇ ચૂકી છે. WHO દ્વારા પહેલા માસ્ક લગાવવા પર એટલો ભાર આપવામાં નહતો આવ્યો જેના કારણે કોરોના દુનિયાભરમાં ઝડપથી ફેલાયો હતો તેવો આરોપ છે. ત્યારે હવે વિશ્વ સ્વાસ્થય સંગઠને આ મામલે નવી વિગતો બહાર પાડી છે. જે જાણવી તમામ લોકો માટે જરૂરી છે.

WHOના ચીફે જણાવ્યું કે, કુલ 7થી 8 ટીમો છે જે આ વેક્સીન (Covid-19 Vaccine)ને બનાવવાથી ખૂબ નજીક છે

 • Share this:
  વોશિંગટનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ એડનોમ (Tedros Adhanom)એ સોમવારે સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલને જાણકારી આપી છે કે કોરોના સંક્રમણ (Coronavirus)ની વેક્સીન બનાવવા માટે ઝડપથી કામ ચાલી રહ્યું છે અને તે અંદાજિત સમયથી પહેલા તૈયાર કરી લેવામાં આવશે. ટેડરોસે જણાવ્યું કે, કુલ 7થી 8 ટીમો છે જે આ વેક્સીન (Covid-19 Vaccine)ને બનાવવાથી ખૂબ નજીક છે અને ટૂંક સમયમાં દુનિયાને એક સારા સમાચાર મળી શકે છે.

  ટેડરોસ મુજબ, અનેક દેશોએ મદદનો હાથ લંબાવ્યો છે અને લગભગ 100 અલગ-અલગ ટીમો વેક્સીનના ટ્રાયલ કરી રહી છે અને તેમાંથી 8 એવી છે જે તેની ખૂબ નજીક પણ છે. બે મહિના પહેલા અમે અનુમાન લગાવ્યું હતું કે તેને બનાવવામાં 12થી 18 મહિનાનો સમય લાગી શકે છે પરંતુ કામમમાં ઝડપ આવી છે અને તે સમયથી પહેલા વિકસિત કરી દેવામાં આવશે. જોકે, ટેડરોસે દેશોને અપીલ કરી છે કે તેમને રિસર્ચ અને અનુસંધાન માટે લગભગ 8 બિલિયન ડૉલરની જરૂર છે. વેક્સીન બન્યા બાદ મોટી સંખ્યામાં તેના પ્રોડક્શનની પણ જરૂર પડશે તેથી આ રકમ ઓછી છે. ટેડરોસે જણાવ્યું કે થોડા દિવસો પહેલા તેઓએ 40 દેશોને આ અંગે અપીલ પણ કરી છે.

  આ પણ વાંચો, Fact Check: દિવસમાં 3 વાર હર્બલ ચા પીવાથી કોરોનાથી ઇમ્યૂન થઈ શકાય?

  ટેડરોસે વેક્સીન વિશે જાણકારી આપી કે અમે હાલ તે કેન્ડિડેટ પર વધુ ધ્યાન આપી રહ્યા છીએ જે પરિણામની નજીક છે અને ઝડપથી કામ કરવામાં સક્ષમ છે. જોકે, ટેડરોસે આ ટોપ કેન્ડિડેટનું નામ જાહેર કરવાનો ઇન્કાર કરી દીધો.

  ટેડરોસે જણાવ્યું કે ગત જાન્યુઆરીથી જ અમે દુનિયાભરના હજારો રિસર્ચર્સની સોથ કામ કરી રહ્યા છીએ. મોટાભાગની વેક્સીન જાનવરો પર ઉપયોગ કરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે જ્યારે કેટલાક હ્યૂમન ટ્રાયલ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. લગભગ 400 વૈજ્ઞાનિકોની એક ટીમ આ સમગ્ર કામકાજ પર નજર રાખી રહ્યા છે. ટેડરોસે કહ્યું કે કોરોના સંક્રમણ ખૂબ ખતરનાક છે અને વેક્સીન વગર આ લડાઈમાં અમે ઘણી નબળી સ્થિતિમાં રહીશું. તેઓએ કહ્યું કે આ સંક્રમણ તમામ દેશોને શીખવાડી રહ્યું છે કે મજબૂત હેલ્થકેર સિસ્ટમની દરેક દેશને કેટલી જરૂર છે.

  આ પણ વાંચો, શિશુને કોરોના સંક્રમણથી બચાવીને રાખે છે માતાનું દૂધઃ રિસર્ચમાં દાવો
  Published by:Mrunal Bhojak
  First published: